JAMNAGAR 361005 GUJARAT, INDIA
મુખ્ય પાના પર પાછા જાઓ
JAMNAGAR MIRROR
દેશ-વિદેશ

$4.8 બિલિયનની AI ચિપ કૌભાંડ અને ચાઈનીઝ જાસૂસની જાળમાં ફસાયા Nvidiaના CEO જેન્સેન હુઆંગ

Nov 09, 2026 | 16:25 | By JAMNAGAR MIRROR
$4.8 બિલિયનની AI ચિપ કૌભાંડ અને ચાઈનીઝ જાસૂસની જાળમાં ફસાયા Nvidiaના CEO જેન્સેન હુઆંગ
વિશ્વની દિગ્ગજ AI ચિપ કંપની Nvidiaના CEO જેન્સેન હુઆંગે લગ્નેતર સંબંધોની જાહેરમાં કબૂલાત કરી છે. આ મામલો વ્યક્તિગત સીમિત રહેવાને બદલે અંદાજે $4.8 બિલિયનના ચિપ કૌભાંડ અને ચીની જાસૂસી સાથે જોડાયેલો હોવાથી વૈશ્વિક સ્તરે ખળભળાટ મચી ગયો છે.

ટેક્નોલોજી જગતમાં અત્યાર સુધીની સૌથી મોટી અને ચોંકાવનારી ઘટના સામે આવી છે, જેમાં વિશ્વની સૌથી મૂલ્યવાન આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ ચિપ કંપની Nvidiaના CEO જેન્સેન હુઆંગે સ્વીકાર્યું છે કે તેઓ પોતાના 40 વર્ષના લગ્નજીવન દરમિયાન પત્ની પ્રત્યે બેવફા રહ્યા છે. રવિવારે કર્મચારીઓને મોકલેલા એક ભાવનાત્મક ઈમેલમાં 63 વર્ષીય હુઆંગે પોતાના આ કૃત્ય માટે ઊંડો પસ્તાવો વ્યક્ત કર્યો હતો અને પરિવાર તેમજ કંપની સમક્ષ પોતાની નિષ્ફળતા સ્વીકારી હતી. શરૂઆતમાં આ મામલો માત્ર એક વ્યક્તિગત કૌટુંબિક વિવાદ જેવો લાગતો હતો, પરંતુ તપાસ આગળ વધતાં તેમાંથી અમેરિકાની રાષ્ટ્રીય સુરક્ષા અને આંતરરાષ્ટ્રીય જાસૂસીના ગંભીર તથ્યો બહાર આવ્યા છે.

આ સમગ્ર પ્રકરણની કેન્દ્રસ્થાને 'એલિસ હુઆંગ' નામની મહિલા છે, જેની સાથે જેન્સેને સંબંધો સ્વીકાર્યા છે. વર્ષ 2024માં તાઈપેઈમાં મળેલા આ એલિસનો કરિયર રેકોર્ડ અત્યંત રહસ્યમય અને શંકાસ્પદ રહ્યો છે. તે ચીનની સરકારી સંસ્થાઓ અને સિંગાપોર સ્થિત એક ગેમિંગ કંપની સાથે સંકળાયેલી હતી, જેનું નિયંત્રણ ચીની સરકાર પાસે હોવાનું મનાય છે. અમેરિકન ગુપ્તચર એજન્સીઓનો દાવો છે કે એલિસ ખરેખર ચીનના સુરક્ષા મંત્રાલય દ્વારા તાલીમ પામેલી એક જાસૂસ હતી. તેનું મુખ્ય મિશન જેન્સેન હુઆંગના સંપર્કમાં આવીને Nvidiaની ગુપ્ત માહિતી બેઇજિંગ સુધી પહોંચાડવાનું અને અમેરિકાના સખત પ્રતિબંધો છતાં ચીનને અદ્યતન AI ચિપ્સ અપાવવાનું હતું.

તપાસમાં ખુલાસો થયો છે કે એલિસની કંપની સાથે જોડાયેલી મલેશિયન પેટાકંપની મારફતે જૂન 2024થી ફેબ્રુઆરી 2026 વચ્ચે અંદાજે $4.8 બિલિયનની અદ્યતન Nvidia ચિપ્સ ખરીદવામાં આવી હતી. આ હાર્ડવેર ભાડે લઈને ચીની કંપનીઓ અને હેકર્સ અમેરિકન પ્રતિબંધોને ઘેરીને એઆઈ ટેક્નોલોજીનો ગેરકાયદેસર ઉપયોગ કરી રહ્યા હતા. આ ગંભીર સુરક્ષા ચૂક અને સંભવિત જાસૂસીને ધ્યાનમાં રાખીને Nvidiaના બોર્ડે હવે સ્વતંત્ર તપાસના આદેશ આપ્યા છે. જોકે, અગાઉ અમેરિકન એજન્સીઓને આ માની લોબિંગ અને રાજકીય સમીકરણોની જાણ હોવા છતાં બજાર અને વેચાણ પર અસર પડવાના ડરથી કોઈ કડક પગલાં લેવામાં નહોતા આવ્યા, જે હવે વૈશ્વિક રાજનીતિ અને ટેક ઉદ્યોગમાં ચર્ચાનો મોટો વિષય બન્યો છે.

LATEST ARTICLES