જામનગર શહેરમાં સાંસ્કૃતિક એકતા અને આપસી સદભાવનાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડતો એક વિશેષ કાર્યક્રમ તાજેતરમાં યોજાયો હતો. ભારત તિબ્બત સંઘના મહિલા વિભાગની આગેવાની હેઠળ સંસ્થાની અગ્રણી મહિલાઓએ ઉત્સાહભેર તિબેટિયન લ્હાસા માર્કેટની મુલાકાત લીધી હતી. આ મુલાકાતનો મુખ્ય ઉદ્દેશ્ય તિબેટિયન સમુદાયના વેપારીઓ સાથે દિવાળીના પાવન અવસરે સ્નેહનું આદાનપ્રદાન કરવાનો અને સામાજિકરોએ સાંસ્કૃતિકરોએ પરસ્પરના સંબંધો વધુ મજબૂત બનાવવાનો હતો.
આ આત્મીય કાર્યક્રમમાં ગુજરાત પ્રાંત મહિલા વિભાગનાં સચિવ ડિમ્પલબેન રાવલ ખાસ ઉપસ્થિત રહ્યાં હતાં. તેમની સાથે જામનગર શહેર મહિલા વિભાગનાં અધ્યક્ષ પાયલ શર્મા, ઉપાધ્યક્ષ ધારાબેન પુરોહિત તેમજ સભ્યો મીનાક્ષીબેન રાયઠ્ઠઠા, મધુબેન પરમાર, મીનાબેન દવે અને વર્ષાબેન નંદા સહિતની અગ્રણી મહિલાઓએ સક્રિયપણે હાજરી આપી હતી. સંઘની આખી ટીમે લ્હાસા માર્કેટમાં પહોંચીને તિબેટિયન વેપારીઓનું પરંપરાગત રીતે સ્વાગત અને અભિવાદન કર્યું હતું, જેને કારણે વેપારીઓમાં પણ ભારે આનંદ અને ઉત્સાહ જોવા મળ્યો હતો.
મુલાકાત દરમિયાન ઉપસ્થિત તમામ મહાનુભાવો અને વેપારીઓ વચ્ચે હૂંફાળું વાતાવરણ જોવા મળ્યું હતું. સૌએ એકબીજાને આગામી દીપોત્સવની શુભકામનાઓ પાઠવવાની સાથે દરેકના જીવનમાં સુખ, શાંતિ, સમૃદ્ધિ અને ઉત્તરોત્તર પ્રગતિ જળવાઈ રહે તેવી હાર્દિક ભાવના વ્યક્ત કરી હતી. આ પ્રકારના કાર્યક્રમોથી સાંસ્કૃતિક આદાનપ્રદાન વધવાની સાથે સ્થાનિક સ્તરે ભાઈચારો અને નાગરિકો વચ્ચેનો પ્રેમ વધુ ગાઢ બને છે.
