JAMNAGAR 361005 GUJARAT, INDIA
મુખ્ય પાના પર પાછા જાઓ
JAMNAGAR MIRROR
ગુજરાત

કેનેડામાં પ્રખ્યાત કોમેડિયન કપિલ શર્માની કેફે પર ગોળીબાર કેસમાં બે યુવકોની ધરપકડ

Nov 07, 2026 | 14:28 | By JAMNAGAR MIRROR
કેનેડામાં પ્રખ્યાત કોમેડિયન કપિલ શર્માની કેફે પર ગોળીબાર કેસમાં બે યુવકોની ધરપકડ
કેનેડાના સરે શહેરમાં લોકપ્રિય કોમેડિયન કપિલ શર્માની રેસ્ટોરન્ટ પર થયેલા ગોળીબારની ઘટનામાં કેનેડિયન પોલીસે મોટી કાર્યવાહી કરી છે. ખંડણીખોરી સાથે સંકળાયેલા આ ગંભીર મામલામાં પોલીસે 22 વર્ષના બે યુવકોની ધરપકડ કરીને તેમની સામે કાયદેસરના ગુના નોંધ્યા છે.

કેનેડાની રોયલ કેનેડિયન માઉન્ટેડ પોલીસ (આરસીએમપી) દ્વારા જાહેર કરવામાં આવેલી સત્તાવાર માહિતી અનુસાર, ગત 16 ઓક્ટોબરના રોજ સરે શહેરના 120 સ્ટ્રીટ પર આવેલા પ્રખ્યાત કોમેડિયન કપિલ શર્માના કાફે પર અંધાધૂંધ ગોળીબાર કરવામાં આવ્યો હતો. ગત જુલાઈ મહિનામાં આ રેસ્ટોરન્ટ શરૂ થઈ ત્યારથી અત્યાર સુધીમાં અહીં ત્રીજી વખત હુમલો થયો હતો. ઘટના સમયે કેફે બંધ હોવા છતાં અંદર બે કર્મચારીઓ હાજર સદ્નસીબે સુરક્ષિત રહ્યા હતા. આ હુમલો ખંડણી વસૂલવાના ઈરાદે કરવામાં આવ્યો હોવાનું પોલીસ તપાસમાં બહાર આવ્યું છે, જેના પગલે કાનૂની શિકંજો વધુ મજબૂત બનાવવામાં આવ્યો છે.

આ સનસનાટીભર્યા કેસની ઊંડાણપૂર્વક તપાસ હાથ ધરીને પોલીસે પ્રદીપ સિંહ અને સવીર ખાન નામના 22 વર્ષીય બે શંકાસ્પદ યુવકોને ગત 1 નવેમ્બરે ઝડપી પાડ્યા છે. પોલીસની પ્રાથમિક તપાસમાં એ પણ ખુલાસો થયો છે કે આ બંને આરોપીઓ માત્ર કાફે પર જ નહીં, પરંતુ ગત 12 ઓક્ટોબરે સરે વિસ્તારમાં જ એક નિવાસ્થાન પર થયેલા અન્ય એક ગોળીબારના કેસ સાથે પણ સંકળાયેલા છે. તે રેસિડેન્શિયલ ગોળીબારની ઘટનામાં એક મહિલા ઈજાગ્રસ્ત થઈ હતી. આ બંને ગંભીર ગુનાઓમાં સંડોવણી બદલ પોલીસે બંને આરોપીઓ સામે બેફામપણે ફાયરિંગ કરવા અને કાયદો હાથમાં લેવા અંગેના અલગ-અલગ ગુનાઓ નોંધીને કોર્ટમાં કાર્યવાહી શરૂ કરી છે.

બંને ઘટનાઓ વચ્ચેના કનેક્શનને ધ્યાનમાં રાખીને બીસી એક્સટોર્શન ટાસ્ક ફોર્સ દ્વારા સંયુક્ત તપાસ હાથ ધરવામાં આવી હતી. પોલીસ અધિકારીઓનું માનવું છે કે પાછલા એક વર્ષ દરમિયાન કરવામાં આવેલી સઘન તપાસ, સર્ચ વોરંટ અને પુરાવાઓના જીણવટભર્યા વિશ્લેષણને કારણે આ મોટી સફળતા મળી છે. લોઅર મેઈનલેન્ડ ડિસ્ટ્રિક્ટ ઓપરેશન્સ ઓફિસર અને આસિસ્ટન્ટ ડિસ્ટ્રિક્ટ કમાન્ડર ડંકન પાઉન્ડે સ્પષ્ટ ચેતવણી આપતા જણાવ્યું હતું કે, ખંડણીખોરી અને હિંસા સાથે સંકળાયેલા તત્વો માટે આ ધરપકડ એક સ્પષ્ટ સંદેશ છે કે કાયદો અને વ્યવસ્થા જાળવવા માટે સુરક્ષ એજન્સીઓ સંપૂર્ણપણે સક્રિય અને કટિબદ્ધ છે.

LATEST ARTICLES