JAMNAGAR 361005 GUJARAT, INDIA
મુખ્ય પાના પર પાછા જાઓ
JAMNAGAR MIRROR
ગુજરાત

ભારત રત્ન ઉસ્તાદ બિસ્મિલ્લાહ ખાનના પેતૃક ઘરના તોડી પાડવા પર રાજકારણ ગરમાયું, અખિલેશ યાદવે ભાજપને ઘેર્યું

Nov 07, 2026 | 14:36 | By JAMNAGAR MIRROR
ભારત રત્ન ઉસ્તાદ બિસ્મિલ્લાહ ખાનના પેતૃક ઘરના તોડી પાડવા પર રાજકારણ ગરમાયું, અખિલેશ યાદવે ભાજપને ઘેર્યું
વારાણસીમાં મહાન શહેનાઈ વાદક બિસ્મિલ્લાહ ખાનના ઘરનો એક ભાગ તોડી પાડવાને લઈને મોટો વિવાદ સર્જાયો છે. સપા પ્રમુખ અખિલેશ યાદવે ભાજપ પર સાંસ્કૃતિક વિરાસત નષ્ટ કરવાનો ગંભીર આક્ષેપ કર્યો છે, જ્યારે મ્યુનિસિપલ કોર્પોરેશને આ આરોપોને સદંતર ફગાવી દીધા છે.

ઉત્તર પ્રદેશના વારાણસીમાં ભારત રત્નથી સન્માનિત દિવંગત શહેનાઈ વાદક ઉસ્તાદ બિસ્મિલ્લાહ ખાનના પેતૃક નિવાસસ્થાનનો એક ભાગ તોડી પાડવામાં આવતા રાજકીય ગલિયારોમાં ભારે હલચલ મચી ગઈ છે. સમાજવાદી પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ અખિલેશ યાદવે સોશિયલ મીડિયા પર આ ઘટનાનો એક વીડિયો શેર કરીને સત્તાધારી ભારતીય જનતા પાર્ટી અને તેના સહયોગીઓ પર આકરા પ્રહારો કર્યા હતા. તેમણે આ ઘટનાને કલા અને કલાકારો વિરોધી માનસિકતા ગણાવી હતી અને જણાવ્યું હતું કે દેશની સાાંસ્કૃતિક વિરાસત અને ભારત રત્ન જેવા મહાનુભાવોના સન્માન સાથે ચેડાં કરવા એ દેશના સ્વમાન પર પ્રહાર સમાન છે. અખિલેશે એમ પણ જાહેરાત કરી હતી કે ભવિષ્યમાં સપા સરકાર બનતા જ દિવંગત કલાકારની યાદમાં એક ભવ્ય 'શ્રવણ સંગ્રહાલય' બનાવવામાં આવશે.

અખિલેશ યાદવના આ આક્ષેપો સામે આવતા જ વારાણસી મ્યુનિસિપલ કોર્પોરેશન (VMC) અને સ્થાનિક વહીવટીતંત્રે સત્તાવાર નિવેદન આપીને તમામ આરોપોને ફગાવી દીધા હતા. VMCના જનસંપર્ક અધિકારી સંદીપ શ્રીવાસ્તવે સ્પષ્ટતા કરી હતી કે નગર નિગમ દ્વારા શહેરની મહાન હસ્તીઓના ઘરોમાં સંગ્રહાલય બનાવવા અને તેમના માર્ગોને સુંદર બનાવવાની યોજના હતી. આ જ અંતર્ગત બિસ્મિલ્લાહ ખાનના પરિવાર સાથે ચર્ચા કરવામાં આવી હતી, પરંતુ પરિવારે મ્યુનિસિપલ કોર્પોરેશનના આ પ્રસ્તાવ પર પોતાની સંમતિ આપી ન હતી. પરિવારે મકાનની જર્જરિત સ્થિતિ અને આંતરિક વિવાદોને ટાંકીને સ્વેચ્છાએ પોતાના મકાનનું પુનઃવિકાસ કરવા માટે તેને જાતે જ તોડી પાડ્યું હોવાનું અધિકારીઓએ જણાવ્યું હતું.

આ સમગ્ર વિવાદ વચ્ચે ચોક પોલીસ સ્ટેશનના એસએચઓ વિજય કુમાર શુક્લાએ પણ વહીવટીતંત્રના દાવાને સમર્થન આપતા જણાવ્યું હતું કે મકાનની ખરાબ સ્થિતિને કારણે નગર નિગમે અગાઉ નોટિસ પણ પાઠવી હતી. પરિવારમાં સંપત્તિને લઈને કેટલાક આંતરિક વિવાદો હતા જે હવે ઉકેલાઈ ગયા છે અને માલિક પોતાની માલિકીની જગ્યામાં જ સ્વયં તોડકામ કરી રહ્યા છે. કોર્પોરેશન કે વહીવટીતંત્રની આ તોડકામની કાર્યવાહીમાં કોઈ જ ભૂમિકા નથી. આમ, એક તરફ જ્યાં વિપક્ષ આ મુદ્દાને રાજકીય રંગ આપીને સરકારને ઘેરી રહી છે, તો બીજી તરફ વાસ્તવિક હકીકત પરિવારની અંગત મિલકતના પુનઃવિકાસની હોવાનું સામે આવ્યું છે.

LATEST ARTICLES