પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ મંદિર અને તેના તીર્થ પરિપથ માર્ગો પર માંસાહારી ખોરાક (નોન-વેજ) ના વેચાણ અને સંગ્રહ પર મૂકવામાં આવેલા પ્રતિબંધ મામલે કાનૂની મોરચે મોટો વળાંક આવ્યો છે. ગુજરાત હાઈકોર્ટના સિંગલ જજ દ્વારા કલેક્ટરના પ્રતિબંધિત જાહેરનામાને રદ કરવાના આદેશ આપ્યાના ગણતરીના કલાકોમાં જ, રાજ્ય સરકારની તાકીદની અપીલ પર હાઈકોર્ટની બે જજોની ખંડપીઠે તે ચુકાદા પર તાત્કાલિક વચગાળાની રોક લગાવી દીધી છે. આ નિર્ણય સાથે સોમનાથ મંદિરની 500 મીટરની ત્રિજ્યા તેમજ છ નિર્ધારિત યાત્રા માર્ગો પર માંસાહારી ખોરાક રાંધવા, સંગ્રહ કરવા કે વેચવા પરનો પ્રતિબંધ હાલ પૂરતો કાયદેસર રીતે અમલમાં રહેશે.
સરકારની ત્વરિત અપીલ અને ડિવિઝન બેન્ચનો સ્ટે
ગીર સોમનાથ જિલ્લાના સ્થાનિક હોટલ અને રેસ્ટોરન્ટ સંચાલકો દ્વારા કલેક્ટરના 10ઓગસ્ટ, 2026ના જાહેરનામા સામે હાઈકોર્ટમાં રિટ પિટિશન દાખલ કરવામાં આવી હતી. ન્યાયમૂર્તિ નિશા ઠાકોરની સિંગલ બેન્ચે આ પિટિશન ગ્રાહ્ય રાખી કલેક્ટરના આદેશને રદબાતલ ઠેરવ્યો હતો.સિંગલ બેન્ચના આદેશથી મંદિર પરિસરની પવિત્રતા જોખમાય તેવી સ્થિતિ સર્જાતાં ગુજરાત સરકારે જરાય વિલંબ કર્યા વિના ચીફ જસ્ટિસ મનાશ રંજન પાઠક અને ન્યાયમૂર્તિ નિર્ઝર દેસાઈની ખંડપીઠ સમક્ષ મોડી સાંજે સ્પેશિયલ અપીલ દાખલ કરી હતી.મુખ્ય ન્યાયાધીશની ખંડપીઠે રાજ્ય સરકારની દલીલો ગ્રાહ્ય રાખી સિંગલ જજના ચુકાદા પર રોક લગાવી દીધી હતી અને નિર્દેશ આપ્યો હતો કે કલેક્ટરનું મૂળ જાહેરનામું અમલમાં રહેશે. આ મામલે હવે ૨૬ ડિસેમ્બરના રોજ વધુ સુનાવણી હાથ ધરાશે.
‘સોમનાથ સામાન્ય વ્યાપારી નગર નથી’ સરકારની મજબૂત દલીલો
અરજદાર હોટલ-રેસ્ટોરન્ટ માલિકોએ રજૂઆત કરી હતી કે કલેક્ટર દ્વારા લાદવામાં આવેલો આ પ્રતિબંધ બંધારણની કલમ ૧૯(૧)(જી) હેઠળ કાયદેસરનો વેપાર-ધંધો કરવાના અને આજીવિકા મેળવવાના મૂળભૂત અધિકાર પર તરાપ સમાન છે. સરકારી વકીલે અદાલત સમક્ષ સ્પષ્ટતા કરી હતી કે બંધારણીય અધિકાર અબાધિત નથી. ધાર્મિક, ઐતિહાસિક અને સાંસ્કૃતિક મહત્વ ધરાવતા સ્થળોની ગરિમા જાળવવા વ્યાજબી નિયંત્રણો મૂકવાની સત્તા તંત્ર પાસે છે. સરકારે ચોખ્ખા શબ્દોમાં કહ્યું કે, "સોમનાથ કોઈ સામાન્ય વ્યાપારી નગર નથી, પરંતુ સમગ્ર વિશ્વના કરોડો હિન્દુઓની અતૂટ શ્રદ્ધા અને આસ્થાનું સર્વોચ્ચ આધ્યાત્મિક કેન્દ્ર છે."
500 મીટર પરિઘ અને 6 પવિત્ર યાત્રા માર્ગો પર પ્રતિબંધ યથાવત્
કલેક્ટરના જે જાહેરનામાને હાઈકોર્ટે અમલી રાખ્યું છે તેની જોગવાઈઓસોમનાથ જ્યોતિર્લિંગ મંદિરની 500 મીટરની પરિમિતિમાં તમામ પ્રકારના માંસાહારી ખોરાક, ચિકન-મટન કે સી-ફૂડના વેચાણ પર સદંતર મનાઈ.સોમનાથ મંદિર અને તેની આસપાસના અન્ય મહત્વપૂર્ણ ધાર્મિક-આધ્યાત્મિક સ્થળોને જોડતા નિર્ધારિત છ યાત્રા માર્ગો (તીર્થ પરિપથ) પર પણ નોન-વેજ તૈયાર કરવા, રાખવા કે વેચવા પર પૂર્ણ પ્રતિબંધ.26 ડિસેમ્બરે યોજાનારી આગામી સુનાવણી સુધી કોઈપણ વેપારી આ પ્રતિબંધિત વિસ્તારોમાં માંસાહારી ખાદ્યસામગ્રીનું વેચાણ કરી શકશે નહીં.
પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ મંદિર અને તેના તીર્થ પરિપથ માર્ગો પર માંસાહારી ખોરાક (નોન-વેજ) ના વેચાણ અને સંગ્રહ પર મૂકવામાં આવેલા પ્રતિબંધ મામલે કાનૂની મોરચે મોટો વળાંક આવ્યો છે. ગુજરાત હાઈકોર્ટના સિંગલ જજ દ્વારા કલેક્ટરના પ્રતિબંધિત જાહેરનામાને રદ કરવાના આદેશ આપ્યાના ગણતરીના કલાકોમાં જ, રાજ્ય સરકારની તાકીદની અપીલ પર હાઈકોર્ટની બે જજોની ખંડપીઠે તે ચુકાદા પર તાત્કાલિક વચગાળાની રોક લગાવી દીધી છે. આ નિર્ણય સાથે સોમનાથ મંદિરની 500 મીટરની ત્રિજ્યા તેમજ છ નિર્ધારિત યાત્રા માર્ગો પર માંસાહારી ખોરાક રાંધવા, સંગ્રહ કરવા કે વેચવા પરનો પ્રતિબંધ હાલ પૂરતો કાયદેસર રીતે અમલમાં રહેશે. સરકારની ત્વરિત અપીલ અને ડિવિઝન બેન્ચનો સ્ટે ગીર સોમનાથ જિલ્લાના સ્થાનિક હોટલ અને રેસ્ટોરન્ટ સંચાલકો દ્વારા કલેક્ટરના 10ઓગસ્ટ, 2026ના જાહેરનામા સામે હાઈકોર્ટમાં રિટ પિટિશન દાખલ કરવામાં આવી હતી. ન્યાયમૂર્તિ નિશા ઠાકોરની સિંગલ બેન્ચે આ પિટિશન ગ્રાહ્ય રાખી કલેક્ટરના આદેશને રદબાતલ ઠેરવ્યો હતો.સિંગલ બેન્ચના આદેશથી મંદિર પરિસરની પવિત્રતા જોખમાય તેવી સ્થિતિ સર્જાતાં ગુજરાત સરકારે જરાય વિલંબ કર્યા વિના ચીફ જસ્ટિસ મનાશ રંજન પાઠક અને ન્યાયમૂર્તિ નિર્ઝર દેસાઈની ખંડપીઠ સમક્ષ મોડી સાંજે સ્પેશિયલ અપીલ દાખલ કરી હતી.મુખ્ય ન્યાયાધીશની ખંડપીઠે રાજ્ય સરકારની દલીલો ગ્રાહ્ય રાખી સિંગલ જજના ચુકાદા પર રોક લગાવી દીધી હતી અને નિર્દેશ આપ્યો હતો કે કલેક્ટરનું મૂળ જાહેરનામું અમલમાં રહેશે. આ મામલે હવે ૨૬ ડિસેમ્બરના રોજ વધુ સુનાવણી હાથ ધરાશે. ‘સોમનાથ સામાન્ય વ્યાપારી નગર નથી’ સરકારની મજબૂત દલીલો અરજદાર હોટલ-રેસ્ટોરન્ટ માલિકોએ રજૂઆત કરી હતી કે કલેક્ટર દ્વારા લાદવામાં આવેલો આ પ્રતિબંધ બંધારણની કલમ ૧૯(૧)(જી) હેઠળ કાયદેસરનો વેપાર-ધંધો કરવાના અને આજીવિકા મેળવવાના મૂળભૂત અધિકાર પર તરાપ સમાન છે. સરકારી વકીલે અદાલત સમક્ષ સ્પષ્ટતા કરી હતી કે બંધારણીય અધિકાર અબાધિત નથી. ધાર્મિક, ઐતિહાસિક અને સાંસ્કૃતિક મહત્વ ધરાવતા સ્થળોની ગરિમા જાળવવા વ્યાજબી નિયંત્રણો મૂકવાની સત્તા તંત્ર પાસે છે. સરકારે ચોખ્ખા શબ્દોમાં કહ્યું કે, "સોમનાથ કોઈ સામાન્ય વ્યાપારી નગર નથી, પરંતુ સમગ્ર વિશ્વના કરોડો હિન્દુઓની અતૂટ શ્રદ્ધા અને આસ્થાનું સર્વોચ્ચ આધ્યાત્મિક કેન્દ્ર છે." 500 મીટર પરિઘ અને 6 પવિત્ર યાત્રા માર્ગો પર પ્રતિબંધ યથાવત્ કલેક્ટરના જે જાહેરનામાને હાઈકોર્ટે અમલી રાખ્યું છે તેની જોગવાઈઓસોમનાથ જ્યોતિર્લિંગ મંદિરની 500 મીટરની પરિમિતિમાં તમામ પ્રકારના માંસાહારી ખોરાક, ચિકન-મટન કે સી-ફૂડના વેચાણ પર સદંતર મનાઈ.સોમનાથ મંદિર અને તેની આસપાસના અન્ય મહત્વપૂર્ણ ધાર્મિક-આધ્યાત્મિક સ્થળોને જોડતા નિર્ધારિત છ યાત્રા માર્ગો (તીર્થ પરિપથ) પર પણ નોન-વેજ તૈયાર કરવા, રાખવા કે વેચવા પર પૂર્ણ પ્રતિબંધ.26 ડિસેમ્બરે યોજાનારી આગામી સુનાવણી સુધી કોઈપણ વેપારી આ પ્રતિબંધિત વિસ્તારોમાં માંસાહારી ખાદ્યસામગ્રીનું વેચાણ કરી શકશે નહીં. આ પણ વાંચો: Ahmedabad: મનપાની તિજોરી પર તરાપ કે મળતિયાઓને ફાયદો? ₹5 હજાર કરોડના 28 પ્રાઇમ પ્લોટ્સ અડધા ભાવે વેચવા કાઢતાં ખળભળાટ
