JAMNAGAR 361005 GUJARAT, INDIA
મુખ્ય પાના પર પાછા જાઓ
JAMNAGAR MIRROR
સમાચાર

પંચમહાલના કાંકણપુર એપીએમસી ખાતે ઉત્સાહભેર ઉજવાયો પીએમ કિસાન ઉત્સવ દિવસ

Oct 31, 2026 | 02:05 | By JAMNAGAR MIRROR
પંચમહાલના કાંકણપુર એપીએમસી ખાતે ઉત્સાહભેર ઉજવાયો પીએમ કિસાન ઉત્સવ દિવસ
પંચમહાલ જિલ્લાના કાંકણપુર એપીએમસી ખાતે પી.એમ. કિસાન ઉત્સવની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. આ પ્રસંગે ખેડૂતોના ખાતામાં પીએમ કિસાન સન્માન નિધિ યોજનાનો ૨૪મો હપ્તો ડીબીટી દ્વારા જમા કરાવવાનું લાઈવ પ્રસારણ નિહાળવામાં આવ્યું હતું.

સમગ્ર દેશમાં ઉજવાઈ રહેલા 'પી.એમ. કિસાન ઉત્સવ દિવસ'ના ભાગરૂપે પંચમહાલ જિલ્લામાં પણ ઉત્સાહસભર વાતાવરણમાં વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું. આ વિશેષ અભિયાન અંતર્ગત કાંકણપુર એપીએમસી (APMC) ખાતે એક ભવ્ય સમારોહ યોજાયો હતો, જેમાં ગોધરા એપીએમસીના ચેરમેન માલવદીપસિંહ રાઉલજી વિશેષ ઉપસ્થિત રહ્યા હતા. આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં આસપાસના ખેડૂતો અને વિશેષ કરીને મહિલા ખેડૂતોએ પણ ઉત્સાહભેર ઉપસ્થિતિ નોંધાવી હતી, જે કૃષિ ક્ષેત્રે મહિલાઓની સક્રિય ભાગીદારીનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડે છે.

આ કાર્યક્રમનું મુખ્ય આકર્ષણ પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજનાના ૨૪મા હપ્તાનું લાઇવ પ્રસારણ રહ્યું હતું. દેશના વડાપ્રધાન દ્વારા ડીબીટી (ડાયરેક્ટ બેનિફિટ ટ્રાન્સફર) માધ્યમથી દેશભરના લાખો પાત્ર ખેડૂતોના બેંક ખાતામાં સહાયની રકમ સીધી જમા કરાવવામાં આવી ત્યારે કાંકણપુર એપીએમસી ખાતે ઉપસ્થિત ખેડૂતોએ હર્ષોલ્લાસ સાથે આ ક્ષણને વધાવી લીધી હતી. સરકારી સહાય સીધી જ પારદર્શક રીતે ખાતામાં જમા થવાથી ખેડૂતોમાં આનંદની લાગણી જોવા મળી હતી અને સરકારી પ્રક્રિયાની સરળતાનો અનુભવ થયો હતો.

કાર્યક્રમ દરમિયાન માત્ર સહાય વિતરણ જ નહીં, પરંતુ કેન્દ્ર અને રાજ્ય સરકાર દ્વારા કૃષિ અને ખેડૂતોના ઉત્થાન માટે અમલમાં મૂકવામાં આવેલી વિવિધ કલ્યાણકારી યોજનાઓની વિસ્તૃત માדעહિત પણ પૂરી પાડવામાં આવી હતી. ઉપસ્થિત અગ્રણીઓ દ્વારા ખેડૂતોને સરકારી યોજનાઓનો લાભ મેળવવાની અરજી પ્રક્રિયા, તેના હેતુઓ અનેકવિધ લાભો વિશે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. ગોધરા એપીએમસીના ચેરમેન માલવદીપસિંહ રાઉલજીએ પોતાના સંબોધનમાં અન્નદાતાઓને સરકારની આ તમામ યોજનાઓનો મહત્તમ લાભ ઉઠાવીને આર્થિક રીતે વધુ સધ્ધર બનવા માટે હાર્દિક અપીલ કરી હતી.

LATEST ARTICLES