JAMNAGAR 361005 GUJARAT, INDIA
મુખ્ય પાના પર પાછા જાઓ
JAMNAGAR MIRROR
સમાચાર

ભારતમાં આગામી વસ્તી ગણતરી ૨૦૨૭માં યોજાશે: ૧ માર્ચને સંદર્ભ તારીખ તરીકે કરાઈ જાહેર

Oct 30, 2026 | 20:46 | By JAMNAGAR MIRROR
ભારતમાં આગામી વસ્તી ગણતરી ૨૦૨૭માં યોજાશે: ૧ માર્ચને સંદર્ભ તારીખ તરીકે કરાઈ જાહેર
ભારત સરકાર દ્વારા ૨૫ જાન્યુઆરીથી ૨૮ ફેબ્રુઆરી ૨૦૨૭ દરમિયાન દેશવ્યાપી વસ્તી ગણતરી હાથ ધરવાની ઘોષણા કરવામાં આવી છે, જેમાં ૧ માર્ચ, ૨૦૨૭ને સત્તાવાર સંદર્ભ તારીખ નક્કી કરવામાં આવી છે. આ અભિયાન અંતર્ગત નાગરિકો માટે ડિજિટલ સેલ્ફ-એન્યુમેરેશનની સુવિધા પણ ઉપલબ્ધ કરાવવામાં આવશે.

ભારતના રજિસ્ટ્રાર જનરલ અને સેન્સસ કમિશનર દ્વારા જારી કરવામાં આવેલા સત્તાવાર નોટિફિકેશન મુજબ, આગામી વસ્તી ગણતરીની મહત્ત્વપૂર્ણ પ્રક્રિયા ૨૫ જાન્યુઆરીથી ૨૮ ફેબ્રુઆરી ૨૦૨૭ દરમિયાન દેશભરમાં પૂર્ણ કરવામાં આવશે. આ વસ્તી ગણતરી માટે ૧ માર્ચ, ૨૦૨૭ના રોજ ૦૦:૦૦ કલાકને સંદર્ભ તારીખ (રેફરન્સ ડેટ) તરીકે નક્કી કરવામાં આવી છે. આ વ્યાપક રાષ્ટ્રીય અભિયાનમાં દેશના તમામ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોને આવરી લેવામાં આવશે, જેનો મુખ્ય ઉદ્દેશ્ય દેશની સચોટ અને અધ્યતન વસ્તીકીય માહિતી મેળવવાનો છે.

ઘર-ઘર જઈને થતી ભૌતિક ગણતરી પહેલાં સરકાર દ્વારા નાગરિકોની સુવિધા માટે 'સેલ્ફ-એન્યુમેરેશન' (જાતે નોંધણી) ની વિશેષ સુવિધા પણ પૂરી પાડવામાં આવશે. આગામી વર્ષ ૨૦૨૭માં ૧૦ જાન્યુઆરીથી ૨૪ જાન્યુઆરી સુધી આ ડિજિટલ વિન્ડો ખુલ્લી રહેશે, જેથી લોકો જાતે જ પોતાની વિગતો ઓનલાઈન સબમિટ કરી શકે. આ સ્વ-નોંધણી પ્રક્રિયા પૂર્ણ થયા બાદ ભૌતિક ગણતરી શરૂ થશે અને ત્યારબાદ ૧ માર્ચથી ૫ માર્ચ ૨૦૨૭ દરમિયાન ડેટા ચકાસણી માટેનો એક રિવાઇઝ્ડ રાઉન્ડ પણ હાથ ધરવામાં આવશે.

જોકે, આ જાહેર કરાયેલ શેડ્યૂલમાંથી ચૂંટણીના માહોલવાળા રાજ્યો અને બરફાચ્છાદિત દુર્ગમ વિસ્તારોને હાલ પૂરતા બાકાત રાખવામાં આવ્યા છે. નોટિફિકેશન અનુસાર મણિપુર (આગળના આદેશ સુધી), ઉત્તર પ્રદેશ, ગોવા, પંજાબ, ઉત્તરાખંડ અને લદાખ તેમજ હિમાચલ પ્રદેશ અને જમ્મુ-કાશ્મીરના બરફાચ્છાદિત વિસ્તારોમાં આ સમયપત્રક લાગુ પડશે નહીં. આ તમામ બાકાત રાખવામાં આવેલા પ્રદેશો માટે સરકાર દ્વારા આગામી સમયમાં અલગથી સમયપત્રક જાહેર કરવામાં આવશે.

LATEST ARTICLES