JAMNAGAR 361005 GUJARAT, INDIA
મુખ્ય પાના પર પાછા જાઓ
JAMNAGAR MIRROR
સમાચાર

વલસાડમાં અઘોરી બાબા અને ગુરૂ બની વૃદ્ધ સાથે 19.60 લાખની ठગाई કરનાર વધુ ત્રણ ઝડપાયયા

Oct 30, 2026 | 17:55 | By JAMNAGAR MIRROR
વલસાડમાં અઘોરી બાબા અને ગુરૂ બની વૃદ્ધ સાથે 19.60 લાખની ठગाई કરનાર વધુ ત્રણ ઝડપાયયા
વલસાડ સાયબર ક્રાઇમ પોલીસે અઘોરી બાબા અને ગુરુનું સ્વાંગ રચી ૭૬ વર્ષીય વૃદ્ધને દૈવત અને નાણાં બમણાં કરવાની લાલચ આપી ૧૯.૬૦ લાખ રૂપિયા પડાવવાના હાઈપ્રોફાઈલ સાયબર ફ્રોડ કેસમાં વધુ ત્રણ વોન્ટેડ આરોપીઓની ધરપકડ કરી છે.

વલસાડ જિલ્લા પોલીસ દ્વારા આપવામાં આવેલી સત્તાવાર માહિતી અનુસાર, ગત ૨૯ એપ્રિલના રોજ એક ૭૬ વર્ષીય વયોવૃદ્ધ વ્યક્તિને ઓનલાઇન માધ્યમથી કેટલાક ઈસમોએ સંપર્ક કર્યો હતો. આ ઠગ ટોળકીએ અઘોરી બાબા અને ગુરુ હોવાનું નાટક કરી વૃદ્ધને દેવીકૃપા અપાવવાની સાથે ફસાયેલા નાણાં ડબલ કરી આપવાની લાલચ આપી હતી. ભોળા વૃદ્ધ તેમની વાતોમાં આવી જતા આરોપીઓએ અલગ-અલગ બેંક ખાતાઓની વિગતો આપીને તેમની પાસેથી ટુકડે-ટુકડે કુલ ૧૯,૬૦,૫૦૦ રૂપિયા ઓનલાઈન ટ્રાન્સફર કરાવી લીધા હતા. આ ગંભીર બાબત સામે આવતા વલસાડ સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનમાં ભારતીય ન્યાય સંહિતા (BNS) અને આઈ.ટી. એક્ટની સંબંધિત કલમો હેઠળ ગુનો નોંધવામાં આવ્યો હતો, જેમાં અગાઉ પાંચ આરોપીઓની ધરપકડ થઈ ચૂકી હતી જ્યારે અન્ય છ વોન્ટેડ હતા.

આ કેસની ગંભીરતાને ધ્યાનમાં રાખીને સાયબર ક્રાઇમ પોલીસની ટીમે નાસી છૂટેલા આરોપીઓને પકડવા માટે સોશિયલ મીડિયા એકાઉન્ટ્સ, બેંક ટ્રાન્ઝેક્શન, કોલ ડિટેલ રેકોર્ડ અને હ્યુમન ઇન્ટેલિજન્સનો વ્યાપક ઉપયોગ કર્યો હતો. તપાસ દરમિયાન પોલીસ સબ-ઇન્સ્પેક્ટર ડી.એસ. પટેલને બાતમી મળી હતી કે વોન્ટેડ આરોપીઓમાંથી એક મહોબબ શેખ મહીસાગર જિલ્લાના વીરપુર વિસ્તારમાં હાજર છે. જેના આધારે પોલીસે બાલાસિનોરના દેવ ચોક પાસેથી મહોબબ શેખને ઝડપી પાડ્યો હતો. તેની સઘન પૂછપરછના આધારે મળેલા સુરાગ અને ટેકનિકલ સર્વેલન્સના આધારે પોલીસે અન્ય બે ફરાર આરોપીઓ સરફરાજ પઠાણ અને સાહિલમિયા શેખને પણ વીરપુરથી જ દબોચી લીધા હતા. પકડાયેલા આરોપીઓમાં સરફરાજ ડ્રાઇવર તરીકે કામ કરે છે, સાહિલમિયા પાનની દુકાન ચલાવે છે અને મહોબબ શેખ પણ અન્ય વ્યવસાય સાથે સંકળાયેલ છે.

આ સમગ્ર ઘટનાને પગલે વલસાડ પોલીસે નાગરિકો માટે એક વિશેષ જાગૃતિ એડવાઈઝરી जारी કરી છે. પોલીસે સ્પષ્ટ ચેતવણી આપી છે કે તાંત્રિક વિધિઓ દ્વારા નાણાં બમણાં કરવાના દાવાઓ સંપૂર્ણપણે ઠગાઈ અને છેતરપિંડીથી ભરેલા હોય છે. અજાણ્યા કોલ કરનાર વ્યકિતને ક્યારેય નાણાં મોકલવા નહીં કે અંગત માહિતી શેર કરવી નહીં, અને શંકાસ્પદ કોલ્સ તાત્કાલિક કાપી નાખવા જોઈએ. જો કોઈ નાગરિક સાયબર ફ્રોડનો ભોગ બને તો તેણે તુરંત જ રાષ્ટ્રીય સાયબર ક્રાઇમ હેલ્પલાઇન નંબર ૧૯૩૦ પર સંપર્ક કરવો અથવા નજીકના પોલીસ સ્ટેશને જાણ કરવી જેથી સમયસર મદદ મળી શકે.

LATEST ARTICLES