JAMNAGAR 361005 GUJARAT, INDIA
મુખ્ય પાના પર પાછા જાઓ
JAMNAGAR MIRROR
ટેકનોલોજી

સ્પેસ સ્ટેશન બહારથી મળેલી સ્પેસ ડસ્ટમાંથી મળી આવ્યું અનોખું મિનરલ મિશ્રણ

Oct 29, 2026 | 21:26 | By JAMNAGAR MIRROR
સ્પેસ સ્ટેશન બહારથી મળેલી સ્પેસ ડસ્ટમાંથી મળી આવ્યું અનોખું મિનરલ મિશ્રણ
ઇન્ટરનેશનલ સ્પેસ સ્ટેશનની બહારથી 2005માં પૃથ્વી પર લાવવામાં આવેલા હોશી નામના અતિસૂક્ષ્મ સ્પેસ કણમાં વૈજ્ઞાનિકોને અગાઉ ક્યારેય ન જોયેલા મિનરલ્સનું સંયોજન મળ્યું છે. આ શોધથી સૂર્યમંડળની રચનાના રહસ્યો જાણવામાં મોટી મદદ મળી શકે છે.

માનવ વાળ કરતા પણ પાતળો અને માત્ર થોડા જ માઇક્રોમીટર લાંબો એક અતિસૂક્ષ્મ કણ વૈજ્ઞાનિકો માટે ભારે કુતૂહલનો વિષય બન્યો છે. સ્પેસમાં પૃથ્વીના વાતાવરણમાં આગમાં સળગ્યા વગર સીધો જ પકડાયેલો આ કણ એટલો વિશિષ્ટ છે કે તેની અંદરના તત્વોએ વૈજ્ઞાનિકોને ચોંકાવી દીધા છે. જાપાન સ્પેસ એજન્સી દ્વારા ઇન્ટરનેશનલ સ્પેસ સ્ટેશનની બહાર લગાવાયેલા એક ખાસ કલેક્ટર દ્વારા આ કણને સુરક્ષિત રીતે પૃથ્વી પર લાવવામાં આવ્યો હતો, જેને સ્ટાર એટલે કે હોશી નામ આપવામાં આવ્યું હતું. સામાન્ય રીતે સ્પેસમાંથી આવતા ઉલ્કાપિંડ વાતાવરણમાં ઘર્ષણને કારણે નાશ પામે છે અથવા બદલાઈ જાય છે, પરંતુ આ કણ સીધો જ સ્પેસમાંથી મળ્યો હોવાથી વૈજ્ઞાનિકો માટે તેનું વિશેષ મહત્વ છે.

આ અનોખા અભિયાનની શરૂઆત 2001માં થઈ હતી, જ્યારે જાપાન એરોસ્પેસ એક્સપ્લોરેશન એજન્સીએ સ્પેસ સ્ટેશનની બહાર એમપીએસી એન્ડ સીડ નામનો પ્રયોગ સ્થાપિત કર્યો હતો. સ્પેસમાં ફરતા અતિસૂક્ષ્મ કણોને એકઠા કરવા માટે સિલિકા એરોજેલ નામના હલકા અને છિદ્રાળુ મટીરિયલનો ઉપયોગ કરવામાં આવ્યો હતો, જે કણની રચનાને નુકસાન પહોંચાડ્યા વગર તેને ફસાવી શકે. વર્ષ 2002 થી 2005 દરમિયાન સ્પેસમાંથી આવા કલેક્શન પેનલ પાછા લાવવામાં આવ્યા હતા, અને 2005માં આવેલા પેનલમાંથી આ હોશી કણ મળી આવ્યો હતો. 2011માં અર્થ એન્ડ પ્લેનેટરી સાયન્સ લેટર્સમાં પ્રકાશિત થયેલા અભ્યાસ મુજબ હોશી કણની અંદર ઓલિવિન, પાયરોક્સિન અને નિકલથી ભરપૂર આયર્ન સલ્ફાઇડ જેવા મિનરલ્સ મળી આવ્યા હતા, જેનું આવું અદ્ભુત મિશ્રણ અગાઉ ક્યારેય જોવા મળ્યું નહોતું.

આ કણ કયા ચોક્કસ એસ્ટરોઇડ કે સ્પેસ બોડીમાંથી આવ્યો છે તેની ચોક્કસ માહિતી તો નથી મળી શકી, પરંતુ તેના ઓક્સિજન આઈસોટોપ અને મિનરલ સ્ટ્રક્ચર પરથી તે કોઈ પ્રાચીન પેરેન્ટ બોડીનો ટુકડો હોવાનું સાબિત થયું છે. સ્પેસ ડસ્ટના આવા અભ્યાસો વૈજ્ઞાનિકોને આપણા સોલર સિસ્ટમની શરૂઆત અને તેના ઇતિહાસને સમજવા માટે મજબૂત પુરાવા પૂરા પાડે છે. જોકે આ કણ તેની આખી કહાની નથી કહી શકતો, પરંતુ તેની અનોખી રચના એ વાતની ખાતરી આપે છે કે સ્પેસમાં હજુ પણ અનેક અજાણ્યા મિનરલ કેરેક્ટરિસ્ટિક્સ ધરાવતા રહસ્યો છુપાયેલા છે, જે ભવિષ્યના સ્પેસ મિશન દ્વારા જ બહાર આવી શકે છે.

LATEST ARTICLES