ગેલાબુધવારે યોજાયેલી એક ખાસ બિઝનેસ ઇવેન્ટમાં ક્વાન્ટ મ્યુચ્યુઅલ ફંડના ફાઉન્ડર અને ચીફ ઇન્વેસ્ટમેન્ટ ઓફિસર સંદીપ ટંડને ભારતીય શેરબજાર વિશે ખૂબ જ સકારાત્મક વાત કરી છે. તેમણે જણાવ્યું કે છેલ્લા 2 વર્ષ ભારતીય માર્કેટ માટે મુશ્કેલ રહ્યા હતા, પરંતુ હવે પરિસ્થિતિ ઘણી બદલાઈ ગઈ છે અને માર્કેટ વધુ સારું દેખાઈ રહ્યું છે. અગાઉના 6 મહિનામાં માર્કેટમાં થોડી નબળાઈ જોવા મળી હતી, પરંતુ હવે સૌથી ખરાબ સમય પાછળ રહી ગયો છે અને આગામી સમયમાં સ્થિતિ વધુ સુધરશે તે નક્કી છે. નિફ્ટી જેવા બેંચમાર્ક ઇન્ડેક્સ પણ હવે મજબૂત પાયો બનાવી રહ્યા છે અને માર્કેટના ફંડામેન્ટલ્સ મજબૂત થઈ રહ્યા છે.
આ ચર્ચા દરમિયાન તેમણે રોકાણકારોને માત્ર ઇન્ડેક્સના આંકડા કે એબ્સોલ્યુટ વેલ્યુએશન પાછળ દોડવાને બદલે રિલેટિવ વેલ્યુએશન ફ્રેમવર્ક અપનાવવાની સલાહ આપી હતી. માર્કેટનું બોટમ ક્યાં છે તે જાણવા માટે ખાલી આંકડાઓ જોવાની જગ્યાએ રિસ્ક-રિવર્ડ રેશિયો, કેપિટલ પોઝિશનિંગ અને સેક્ટર રોટેશન જેવા પરિબળો પર ધ્યાન આપવું વધુ સમજદારીભર્યું છે. આ ઉપરાંત, વિદેશી સંસ્થગત રોકાણકારો એટલે કે FII તરફથી થતી વેચવાલી હવે ધીમી પડી રહી છે અને તેમાં થાક દેખાઈ રહ્યો છે. ઘરઆંગણાના મ્યુચ્યુઅલ ફંડ્સ અને ડોમેસ્ટિક કેપિટલે વિદેશી આઉટફ્લો સામે બજારને મજબૂત ટેકો આપીને મોટી સ્ટેબિલિટી પૂરી પાડી છે.
હાલની સ્થિતિ જોઈએ તો મિડકેપ સેગમેન્ટમાં, ખાસ કરીને Midcap 150 માં ભીડ વધારે છે, પરંતુ બીજી તરફ FMCG જેવા કેટલાક એવા સેક્ટર્સ છે જે લાંબા સમયથી નજરઅંદાજ થયા છે અને ત્યાં સારા ફંડામેન્ટલ્સ સાથે ઉત્તમ રિસ્ક-રિવર્ડ મળી રહ્યો છે. ટંડને સ્પષ્ટ કર્યું કે જે સેક્ટર્સ તરફ અત્યારે કોઈનું ધ્યાન નથી ત્યાં શિસ્તબદ્ધ રોકાણ કરવાથી ભીડભાડવાળા મોમેન્ટમ શેરો કરતાં ભવિષ્યમાં વધુ સારું રિટર્ન મળી શકશે. બજારનું ચક્ર જેમ-જેમ આગળ વધશે તેમ-જેમ રોકાણકારો માટે નવી તકો ખુલતી જશે અને એકંદરે ભારતીય અર્થતંત્ર તથા માર્કેટનું ભવિષ્ય ઉજળું દેખાઈ રહ્યું છે.
