JAMNAGAR 361005 GUJARAT, INDIA
મુખ્ય પાના પર પાછા જાઓ
JAMNAGAR MIRROR
દેશ-વિદેશ

ક્યુબા પર અમેરિકાના પ્રતિબંધો સામે યુએનમાં ભારતનો વિરોધ, સાર્વભૌમત્વ સાથે ચેડાં અસ્વીકાર્ય

Oct 29, 2026 | 08:35 | By JAMNAGAR MIRROR
ક્યુબા પર અમેરિકાના પ્રતિબંધો સામે યુએનમાં ભારતનો વિરોધ, સાર્વભૌમત્વ સાથે ચેડાં અસ્વીકાર્ય
ક્યુબા પરના અમેરિકી પ્રતિબંધો હટાવવાના યુએન પ્રસ્તાવના સમર્થનમાં ભારતે વોટ કર્યો છે. આ દરમિયાન અમેરિકા અને ક્યુબાના ડિપ્લોમેટ વચ્ચે થયેલા ઘર્ષણ બાદ અમેરિકાએ ક્યુબાના એક ડિપ્લોમેટને દેશમાંથી બહારનો રસ્તો દેખાડ્યો છે.

ನ್ಯೂಯಾರ್ಕ್ ખાતે મળેલી યુનાઈટેડ નેશન્સ જનરલ એસેમ્બલીની બેઠકમાં ભારતે અન્ય દેશોના સાર્વભૌમત્વ પર અસર કરતા કાયદાઓનો સખત શબ્દોમાં વિરોધ કર્યો છે. ક્યુબા સામે લાંબા સમયથી ચાલતા અમેરિકી પ્રતિબંધોને ખતમ કરવાની માંગ કરતા યુએન પ્રસ્તાવના સમર્થનમાં ભારત મજબૂતાઈથી ઊભું રહ્યું છે. યુએનમાં ભારતના પર્મેનન્ટ મિશનના કાઉન્સિલર સૌમ્યા નાયરે સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું કે, ભારત એવા તમામ કાયદાઓ અને નિયમોની વિરુદ્ધ છે જે અન્ય રાજ્યોના સાર્વભૌમત્વ અને લોકોની પ્રગતિ પર વિપરીત અસર કરતા હોય.

આ મહત્વના પ્રસ્તાવ પર થયેલા મતદાનમાં 130 દેશોએ સમર્થનમાં વોટ કર્યો હતો, જ્યારે 17 દેશોએ વિરોધ કર્યો હતો અને 25 દેશો મતદાનથી દૂર રહ્યા હતા. આ બેઠક દરમિયાન માહોલ ત્યારે તંગ બન્યો જ્યારે ક્યુબાના ફોરેન મિનિસ્ટર બ્રુનો રોડ્રિગ્ઝ પરિલ્લાએ અમેરિકી પર્મેનન્ટ રિપ્રેઝન્ટેટીવ માઈક વોલ્ટ્ઝની સ્પીચ વચ્ચે જ સ્ટેજ પર પહોંચીને વિરોધ નોંધાવ્યો હતો. આ ઘર્ષણના પગલે એસેમ્બલીના પ્રેસિડેન્ટ ખલીલુર રહેમાને માહોલ શાંત કરવા માટે કાર્યવાહી ટૂંક સમય માટે સ્થગિત કરવી પડી હતી. આ સમગ્ર વિવાદ બાદ અમેરિકાએ કડક પગલાં લેતા ક્યુબાના મિશનના ફર્સ્ટ સેક્રેટરી રિચર્ડ ટુર દે લા કોન્સેપ્સિયનને દેશમાંથી હાંકી કાઢ્યા હતા.

આ ઘટના બાદ યુએન સેક્રેટરી-જનરલ એન્ટોનીો ગુટેરેસના પ્રવક્તા સ્ટેફને ડુજારિકે પ્રોટોકોલના ભંગ સામે ચિંતા વ્યક્ત કરી હતી. ભારતે તેના નિવેદનમાં ક્યુબા પરના પ્રતિબંધોના કારણે થઈ રહેલા માનવીય નુકસાન તરફ ધ્યાન દોરતા જણાવ્યું કે, આ પ્રતિબંધોના લીધે ક્યુબાની હેલ્થ સિસ્ટમમાં 60 ટકાથી વધુ જરુરી દવાઓની અછત સર્જાઈ છે અને છેલ્લા 5 વર્ષમાં ફૂડ પ્રોડક્શન પણ 50 ટકાથી વધુ ઘટ્યું છે. ભારતે આશા વ્યક્ત કરી છે કે જલ્દી જ પ્રતિબંધો હટશે જેથી ક્યુબાના લોકોને આંતરરાષ્ટ્રીય સહયોગ અને વિકાસની તકો મળી શકે.

LATEST ARTICLES