JAMNAGAR 361005 GUJARAT, INDIA
મુખ્ય પાના પર પાછા જાઓ
JAMNAGAR MIRROR
રાજકારણ

ગાંધીનગર સચિવાલયમાં ઝીરો પેન્ડન્સી વિવાદ, 7 દિવસમાં ફાઇલ નિકાલના નિયમ સામે કર્મચારીઓ મેદાને

Oct 29, 2026 | 08:20 | By JAMNAGAR MIRROR
ગાંધીનગર સચિવાલયમાં ઝીરો પેન્ડન્સી વિવાદ, 7 દિવસમાં ફાઇલ નિકાલના નિયમ સામે કર્મચારીઓ મેદાને
ગાંધીનગર સચિવાલયમાં ઈ સરકારની આડમાં GAD દ્વારા ફાઇલોના નિકાલ માટે માત્ર 7 જ દિવસનો સમય આપવાના આદેશથી મોટો વિવાદ સર્જાયો છે. આ નિયમ સામે સચિવાલય ફેડરેશને મુખ્યમંત્રીને પત્ર લખીને આ સમયમર્યાદા અવ્યવહારુ અને માનસિક દબાણરૂપ હોવાની રજૂઆત કરી છે.

ગાંધીનગર સચિવાલયમાં હાલમાં ફાઇલોના નિકાલને લઈને કર્મચારીઓ અને વહીવટી તંત્ર વચ્ચે ખેંચતાણ ચાલી રહી છે. સામાન્ય વહીવટ વિભાગ એટલે કે GAD દ્વારા પડતર ફાઇલો અને ટપાલનો નિકાલ માત્ર 7 જ દિવસમાં કરવા માટેનું કડક દબાણ કરવામાં આવી રહ્યું છે. આ અતિશય દબાણથી બચવા માટે ગત સપ્તાહે GADમાં ફરજ બજાવતા 2 નાયબ સેક્શન ઓફિસર દ્વારા ફાઇલોના સેલ્ફ ફોરવર્ડિંગ અને રિટર્ન જેવા કિમિયા અજમાવવામાં આવ્યા હતા. આ માખણબાજી પકડાઈ જતાં તંત્રએ કડક પગલાં લઈને આ કર્મચારીઓની સચિવાલયની બહાર રાજકોટ અને વડોદરા ખાતે બદલી કરી નાખી છે, એટલું જ નહીં પરંતુ પંચાયત વિભાગના એક સેક્શન ઓફિસરને પણ સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે.

કમિટી ઓફ સેક્રેટરીઝની બેઠકમાં મુખ્ય સચિવ દ્વારા 7 દિવસથી વધુ સમયની પડતર ફાઇલો બાબતે સચિવો પાસે જવાબ માંગવામાં આવતા આખો વિવાદ વકર્યો છે. સચિવોના દબાણને કારણે કર્મચારીઓએ ફાઇલો અંદરોઅંદર ફોરવર્ડ કરવાનું શરૂ કરી દીધું હતું, જેના પર નજર રાખીને તંત્રએ શિક્ષાત્મક કાર્યવાહી કરી છે. આ કાર્યવાહી સામે વિરોધ નોંધાવતા સચિવાલય ફેડરેશને મુખ્યમંત્રીને પત્ર લખ્યો છે. ફેડરેશનનુંવું કહેવું છે કે દરેક ફાઇલ એકસમાન હોતી નથી અને નીતિવિષયક, કાયદાકીય કે નાણાકીય બાબતોની ફાઇલોમાં 7 દિવસની મર્યાદા રાખવી તદ્દન અવ્યવહારુ છે. આટલી ઉતાવળમાં કામ કરવાથી નિર્ણયોની ગુણવત્તા બગડે છે અને અંતે સરકાર કે કોર્ટમાં વિવાદો સર્જાય છે.

ફેડરેશને તર્ક આપ્યો છે કે ક્ષેત્રીય કચેરીઓ અને સચિવાલયની કામગીરી તદ્દન અલગ હોય છે, જ્યાં નિયમો, રેકોર્ડ અને ઊંડી વિચારણા બાદ જ નિર્ણય લેવાય છે. ઈ સરકાર દ્વારા રજાના દિવસો ગણીને 7 દિવસમાં કામ માંગવાની પદ્ધતિ ખોટી છે અને નવા કર્મચારીઓ પર જૂની પેન્ડન્સીનો બોજ નાખવો યોગ્ય નથી. હાલમાં રોજના 15.6 કેસના નિકાલનું લક્ષ્યાંક કર્મચારીઓ માટે માનસિક ત્રાસ સમાન બની ગયું છે. આથી ફેડરેશને આ સમગ્ર કામગીરીની પુનઃ સમીક્ષા કરવાની અને કર્મચારીઓ સામેના શિક્ષાત્મક આદેશો પાછા ખેંચીને યોગ્ય ઉકેલ લાવવાની જોરਦાર માંગણી કરી છે.

LATEST ARTICLES