JAMNAGAR 361005 GUJARAT, INDIA
મુખ્ય પાના પર પાછા જાઓ
JAMNAGAR MIRROR
ટેકનોલોજી

દિવાળી પહેલા સ્માર્ટફોન માર્કેટમાં મંદીનો માહોલ, સસ્તા ફોન ખરીદવા મુશ્કેલ બન્યા

Oct 29, 2026 | 06:45 | By JAMNAGAR MIRROR
દિવાળી પહેલા સ્માર્ટફોન માર્કેટમાં મંદીનો માહોલ, સસ્તા ફોન ખરીદવા મુશ્કેલ બન્યા
જુલાઈથી સપ્ટેમ્બર ક્વાર્ટરમાં ભારતમાં સ્માર્ટફોનનું શિપમેન્ટ ઘટ્યું છે અને ખાસ કરીને 20000 રૂપિયાથી ઓછી કિંમતના ફોનને મોટી અસર થઈ છે. મેમરી-ચીપની અછત અને મોંઘવારીના કારણે લોકો નવા ફોન ખરીદવાનું ટાળી રહ્યા છે, જે કૌટુંબિક બજેટ પર પણ સવાલ ઊભા કરે છે.

આ વર્ષે દિવાળીના તહેવાર પહેલા જ સ્માર્ટફોન માર્કેટ માટે માઠા સમાચાર સામે આવી રહ્યા છે. જુલાઈથી સપ્ટેમ્બર ક્વાર્ટર દરમિયાન ભારતીય બજારમાં સ્માર્ટફોનનું શિપમેન્ટ ધડાકાભેર નીચે ગયું છે, જેના કારણે બજારમાં નિરાશાનો માહોલ છવાયો છે. ખાસ કરીને 20000 રૂપિયાથી ઓછી કિંમતની રેન્જવાળા સસ્તા સેગમેન્ટને આ મંદીનો સૌથી મોટો ફટકો પડ્યો છે. મોંઘવારી અને આર્થિક દબાણના કારણે સામાન્ય ગ્રાહકો દિવાળી જેવા મોટા તહેવારમાં પણ નવો મોબાઈલ ખરીદવાનું ટાળી રહ્યા છે અથવા તો જૂના ફોનથી જ કામ ચલાવી રહ્યા છે.

આ માર્કેટ ડાઉનફોલ પાછળ ગ્લોબલ સ્તરે મેમરી-ચીપની શોર્ટેજ મુખ્ય કારણ હોવાનું સામે આવ્યું છે, જેના લીધે ફોનની કિંતોમાં સતત વધારો થઈ રહ્યો છે. ઊંચા ભાવને કારણે ગ્રાહકો કાં તો મોબાઈલ અપગ્રેડ કરવાનું મોકૂફ રાખી રહ્યા છે અથવા ઓછા ફીચર્સવાળા ફોન પસંદ કરી રહ્યા છે, તો કેટલાક લોકો રિફર્બિશ્ડ ફોન ખરીદવા મજબૂર બન્યા છે. કાઉન્ટરપાઇન્ટ રિસર્ચના તરુણ પાઠક અને બેંક ઓફ બરોડાના ચીફ ઇકોનોમિસ્ટ મદન સબનવીસના મતે, આ માત્ર સપ્લાય ચેઈનની સમસ્યા છે કે પછી લોકોના ખર્ચ કરવાની ક્ષમતા ઘટી છે તેની ચર્ચા શરૂ થઈ ગઈ છે.

આ ઘટતું શિપમેન્ટ માત્ર મોબાઈલ માર્કેટની નબળાઈ નથી દર્શાવતું, પરંતુ સામાન્ય ઘરના બજેટ અને ગ્રાહકોની ખરીદશક્તિ પર પણ મોટો સવાલ ઊભો કરે છે. એક તરફ દુનિયાભરમાં એઆઈ ડેટા સેન્ટર્સ બનાવવાની દોડ ચાલી રહી છે, તો બીજી તરફ આ સપ્લાય શોક સીધી અસર ભારતીય બજાર પર કરી રહ્યો છે. જો આવનારા દિવસોમાં આ પરિસ્થિતિ નહીં સુધરે, તો સ્માર્ટફોન કંપનીઓ માટે ગ્રોથ જાળવી રાખવો મોટો પડકાર બની રહેશે.

LATEST ARTICLES