JAMNAGAR 361005 GUJARAT, INDIA
મુખ્ય પાના પર પાછા જાઓ
JAMNAGAR MIRROR
બિઝનેસ

ક્રૂડ ઓઈલ સસ્તું થવાથી વિદેશી રોકાણકારો ભારત તરફ આકર્ષાશે નહીં: અજીત દયાલ

Oct 28, 2026 | 22:17 | By JAMNAGAR MIRROR
ક્રૂડ ઓઈલ સસ્તું થવાથી વિદેશી રોકાણકારો ભારત તરફ આકર્ષાશે નહીં: અજીત દયાલ
ક્વાન્ટમ એડવાઈઝર્સના ફાઉન્ડર અજીત દયાલે સ્પષ્ટ કર્યું છે કે માત્ર ક્રૂડ ઓઈલના ભાવ ઘટવાથી વિદેશી રોકાણ નહીં આવે. ભારતને રોકાણ આકર્ષવા માટે કરવેરા અને કરન્સીની ચાલ જેવા મુદ્દે અનુકૂળ વાતાવરણ ઊભુ કરવું પડશે. વૈશ્વિક સ્તરે રોકાણ માટે ભારે સ્પર્ધા ચાલી રહી છે ત્યારે નીતિગત નિર્ણયો લેવા ખૂબ જ જરૂરી છે.

ક્વાન્ટમ એડવાઈઝર્સ ઈન્ડિયાના ફાઉન્ડર અજીત દયાલે એક મહત્વનું નિવેદન આપતા જણાવ્યું છે કે માત્ર ક્રૂડ ઓઈલના ભાવ ઘટવાને કારણે વિદેશી રોકાણકારો ભારત તરફ પાછા નહીં વળે. તાજેતરમાં આયોજિત એક બિઝનેસ ઈવેન્ટમાં બોલતી વખતે તેમણે સ્પષ્ટ કર્યું કે વિદેશી મૂડીને આકર્ષવા માટે દેશે અનુકૂળ પરિસ્થિતિ ઊભી કરવી પડશે, જેમાં કરન્સીની હિલચાલ અને ટેક્સેશન મહત્ત્વની ભૂમિકા ભજવે છે. તેમણે જણાવ્યું કે સપ્ટેમ્બર 2024થી ફેબ્રુઆરી 2026 સુધી ક્રૂડ ઓઈલના ભાવ પ્રતિ બેરલ 80 ડૉલરથી નીચે રહ્યા હોવા છતાં વિદેશી સંસ્થગત રોકાણકારો એટલે કે એફઆઈઆઈના પ્રવાહ પર તેની કોઈ ખાસ મોટી અસર જોવા મળી નથી, જે સાબિત કરે છે કે માત્ર સસ્તું ઓઈલ પૂરતું નથી.

અજીત દયાલે વધુમાં જણાવ્યું હતું કે વિદેશી રોકાણ મેળવવું તે સંપૂર્ણપણે દેશની નીતિઓ પર નિર્ભર કરે છે કે આપણે વિદેશી રોકાણકારોને આવકારવા માંગીએ છીએ કે નહીં. જો આપણને તેમની જરૂર હોય તો આપણે ભારતમાં રોકાણ કરવા માટે યોગ્ય માહોલ અને શરતો પૂરી પાડવી પડશે. તેમણે ભારપૂર્વક કહ્યું કે ક્રૂડ ઓઈલ એ અનેક પરિબળોમાંથી માત્ર એક નાનું પરિબળ છે, જ્યારે સૌથી વધુ નજરે પડતી બાબતો આપણી કરન્સી અને ટેક્સેશન છે. બાકીની બાબતો વૈશ્વિક રાજકારણ અને ભૌગોલિક પરિસ્થિતિઓ પર છોડી દેવામાં આવે છે, પરંતુ કરન્સી અને ટેક્સ આપણા નિયંત્રણમાં છે જેને સુધારવા જરૂરી છે.

વૈશ્વિક બજારની સ્થિતિ વિશે વાત કરતા તેમણે ઉમેર્યું કે ભારતીય રૂપિયો માર્ચ 2025 સુધીપ્રમાણમાં સ્થિર રહ્યો હતો અને ત્યારબાદ તેમાં ઘટાડો શરૂ થયો હતો. આજના સમયમાં દુનિયાભરના ગ્લોબલ પંશન ફંડ્સ અને સોવરિન વેલ્થ ફંડ્સ આશરે 100 ટ્રિલિયન ડૉલરની એસેટ્સ મેનેજ કરે છે. આ ઉપરાંત વધતા ઇન્ટરેસ્ટ રેટ્સને કારણે વિદેશી મૂડી મેળવવા માંગતા દેશો વચ્ચે સ્પર્ધા પણ ખૂબ જ તીવ્ર બની ગઈ છે, જેથી ભારતે પણ રોકાણ માટે વધુ આકર્ષક પગલાં લેવા પડશે.

LATEST ARTICLES