ભારતીય ડિફેન્સ સેક્ટરમાં એક મોટા સમાચાર સામે આવ્યા છે, જેમાં દિગ્ગજ કંપની લાર્સન એન્ડ ટૂબ્રો (L&T) અને BAE સિસ્ટમ્સ દ્વારા બુધવારે ભારતીય સેના માટે આર્ટિક્યુલેટેડ ઓલ-ટેરેન વ્હીકલ (ATV) એટલે કે BVS 10 સિંધુના ઉત્પાદનની સત્તાવાર શરૂઆતની જાહેરાત કરવામાં આવી છે. આ મહત્વનું પગલું ભારતીય સેના દ્વારા આપવામાં આવેલા 18 ATV વાહનોના ઓર્ડરના ભાગરૂપે લેવામાં આવ્યું છે. આ વાહનો દુનિયાભરમાં અલગ-અલગ સંઘર્ષો અને મુશ્કેલ પરિસ્થિતિઓમાં પોતાની ક્ષમતા સાબિત કરી ચૂક્યા છે, જે હવે ભારતીય સૈન્યની તાકાતમાં મોટો વધારો કરશે.
આ ખાસ વાહનોને ખાસ કરીને હિમાલયની ગિરિમાળાઓ અને લદાખ જેવા 18000 ફૂટની અત્યંત ઊંચાઈવાળા અને કડક હવામાનવાળા વિસ્તારોમાં ઓપરેશન માટે તૈનાત કરવામાં આવશે. આ વાહનો ગ્લોબલ લેવલે વિવિધ યુદ્ધ ક્ષેત્રોમાં ઉત્કૃષ્ટ પ્રદર્શન કરી ચૂક્યા છે. બીજી બાજુ, પાકિસ્તાન પણ કચ્છના રીજિયન જેવા વિસ્તારોમાં ATV વાહનોનો ઉપયોગ કરી રહ્યું છે, જ્યાં આ વાહનો 55 ડિગ્રી સેલ્સિયસ સુધીના ભારે તાપમાનમાં પણ સરળતાથી કામ કરી શકે છે અને રણ, કાદવ તેમજ કચ્છના રણ વિસ્તારમાં પેટ્રોલિંગ માટે ટ્રૂપ્સને લાવવા-લઈ જવામાં મદદરૂપ બને છે.
આગામી સમયમાં આ અત્યાધુનિક BVS 10 સિંધુ વાહનો ભારતીય સેનામાં સામેલ થવાથી આપણી બોર્ડર સિક્યોરિટી વધુ મજબૂત બનશે. અતિશય ઠંડી હોય કે પછી બરફથી છવાયેલા રસ્તા, આ વાહનો ગમે તેવા ખરાબ રસ્તા પર પણ સૈનિકો અને સામાનને સુરક્ષિત રીતે પહોંચાડવા માટે સક્ષમ છે. સેનાની આ નવી તાકાત દુશ્મનો માટે પણ વ્યુહાત્મક રીતે મોટો સંદેશ સાબિત થશે અને ભારતની સંરક્ષણ ક્ષમતામાં વધુ એક સીમાચિહ્ન ઉમેરાશે.
