JAMNAGAR 361005 GUJARAT, INDIA
મુખ્ય પાના પર પાછા જાઓ
JAMNAGAR MIRROR
દેશ-વિદેશ

રશિયાના કબજાવાળા યુક્રેનિયન શહેરમાં 6 દિવસના યુદ્ધવિરામની શરુઆત, 30 કલાકથી શાંતિ જળવાઈ

Oct 28, 2026 | 17:20 | By JAMNAGAR MIRROR
રશિયાના કબજાવાળા યુક્રેનિયન શહેરમાં 6 દિવસના યુદ્ધવિરામની શરુઆત, 30 કલાકથી શાંતિ જળવાઈ
યુક્રેનના ઓલેશ્કી શહેરમાં માનવતાવાદી સહાય માટે 6 દિવસનો યુદ્ધવિરામ જાહેર કરવામાં આવ્યો છે, જેના પહેલા 30 કલાક દરમિયાન કોઈ ઉલ્લંઘન નોંધાયું નથી. આ મિશન પાછળ અમેરિકાના પૂર્વ ફર્સ્ટ લેડી મેલાનિયા ટ્રમ્પની મધ્યસ્થી મુખ્ય રહી હોવાનું સામે આવ્યું છે. જો કે, અન્ય વિસ્તારોમાં હુમલાઓ હજુ પણ ચાલુ જ છે.

યુક્રેનના રશિયાના કબજાવાળા દક્ષિણી શહેર ઓલેશ્કી અને તેની આસપાસના વિસ્તારમાં જાહેર કરાયેલા 6 દિવસના યુદ્ધવિરામના પહેલા દિવસ અને રાત શાંતિથી પસાર થયા છે. રશિયા અને યુક્રેન બંને દેશોના અધિકારીઓએ પુષ્ટિ કરી છે કે યુદ્ધવિરામના શરૂઆતના 30 કલાક દરમિયાન કોઈ નિયમભંગ થયો નથી. તબાહ થઈ ચૂકેલા આ શહેરમાં ફસાયેલા આશરે 2000 જેટલા નાગરિકો સુધી તાત્કાલિક ધોરણે ખોરાક, દવાઓ અને પાણી પહોંચાડવા તેમજ સુરક્ષિત બહાર કાઢવા માટે આ કામચલાઉ યુદ્ધવિરામ મંગળવારથી શરૂ થયો છે જે આગામી રવિવાર સુધી ચાલશે. રશિયાના આક્રમણ બાદ છેલ્લા 4.5 વર્ષમાં બંને પક્ષો વચ્ચે આ પ્રકારનો પહેલો મોટો યુદ્ધવિરામ સફળ રહેતો દેખાઈ રહ્યો છે.

આ માનવતાવાદી મિશન પાછળ અમેરિકાના ફર્સ્ટ લેડી મેલાનિયા ટ્રમ્પની મોટી ભૂમિકા રહી છે, અને યુક્રેન તથા રશિયા બંનેના અધિકારીઓએ શાંતિ પ્રક્રિયાને વેગ આપવા બદલ તેમનો આભાર વ્યક્ત કર્યો છે. અગાઉ વેટકનની પહેલ પર પોપ લિયો XIV એ પણ બંને દેશોના રાષ્ટ્રપતિઓ સાથે વાતચીત કરી નાગરિકો માટે સહાયની અપીલ કરી હતી. ઓલેશ્કીમાં ડોક્ટરો અને રાહત સામગ્રી મોકલ્યા બાદ જ ઇવેક્યુએશન કોરિડોર ખોલવામાં આવશે. બીજી તરફ, યુક્રેનના ખાર્કિવ શહેરમાં રાત્રે થયેલા ડ્રોન હુમલામાં 4 વર્ષના બાળક સહિત 5 લોકો ઘાયલ થયા છે, જ્યારે રશિયામાં પણ ડિફેન્સ મંત્રાલયે 531 ડ્રોન તોડી પાડ્યાનો દાવો કર્યો છે.

આ યુદ્ધવિરામની સાથે જ આગામી મહિને અબુધાબીમાં રશિયા, યુક્રેન અને અમેરિકા વચ્ચે ટેકનિકલ ચર્ચાઓ યોજવાની યોજના છે, જો કે મિડલ ઈસ્ટની વર્તમાન પરિસ્થિતિને કારણે તેની તારીખ હજુ નક્કી થઈ નથી. યુક્રેનના રાષ્ટ્રપતિ વોલોડીમિર ઝેલેન્સ્કીએ જણાવ્યું હતું કે ફિનલેન્ડ અને નોર્વેના વડાઓએ વ્લાદિમીર પુતિન સાથે વાત કરી છે અને રશિયા એનર્જી ઇન્ફ્રાસ્ટ્રક્ચર પર હુમલા અટકાવવા તથા કેદીઓની આપ-લે જેવા મુદ્દે ગંભીર છે. જો કે, યુક્રેનને અમેરિકા તરફથી પેટ્રિઓટ એર ડિફેન્સ મિસાઈલ મળવાના પ્રમાણમાં મોટો ઘટાડો થયો છે અને દર મહિને માત્ર 12 મિસાઈલ જ મળી રહી છે, જે ચિંતાનો વિષય બન્યો છે.

LATEST ARTICLES