JAMNAGAR 361005 GUJARAT, INDIA
મુખ્ય પાના પર પાછા જાઓ
JAMNAGAR MIRROR
બિઝનેસ

દેશના મોટાભાગના CEO બિઝનેસ ગ્રોથને લઈને એકદમ કોન્ફિડન્ટ, સાયબર સિક્યોરિટી અને AI પર વધારાઈ રહ્યું છે રોકાણ

Oct 28, 2026 | 17:20 | By JAMNAGAR MIRROR
દેશના મોટાભાગના CEO બિઝનેસ ગ્રોથને લઈને એકદમ કોન્ફિડન્ટ, સાયબર સિક્યોરિટી અને AI પર વધારાઈ રહ્યું છે રોકાણ
સાયબર ખતરા અને વૈશ્વિક અનિશ્ચિતતા વચ્ચે ભારતના 87% CEO આગામી 3 વર્ષમાં ગ્રોથને લઈને આશાવાદી છે. કંપનીઓ હવે AI અને સ્ટાફની સ્કિલ વધારવા પર ભાર મૂકી રહી છે.

દેશના બિઝનેસ જગતમાંથી એક ખૂબ જ પ્રોત્સાહક સમાચાર સામે આવ્યા છે, જેમાં તાજેતરના એક સર્વે મુજબ ભારતના આશરે 87% CEO આગામી 3 વર્ષમાં પોતાની કંપનીના ગ્રોથને લઈને પૂરા આશાવાદી અને કોન્ફિડન્ટ છે. દુનિયાભરમાં ચાલી રહેલી આર્થિક અનિશ્ચિતતા, ભૌગોલિક તણાવ અને સાયબર ખતરા જેવા પડકારો હોવા છતાં આપણા દેશના બિઝનેસ લીડર્સનું આત્મસન્માન ઊંચું છે. સર્વેમાં સામેલ 125 ટોચના CEO માંથી 69% લોકોએ તો આગામી 3 વર્ષમાં વાર્ષિક અર્નિંગ ગ્રોથ 2.5% કરતાં વધુ રહેવાની આશા વ્યક્ત કરી છે, જ્યારે 92% CEO એ પોતાની કંપનીમાં સ્ટાફની સંખ્યા વધારવાની પણ તૈયારી બતાવી છે.

આ ગ્રોથની દોડમાં સાયબર સિક્યોરિટી અને ડેટા પ્રાઇવસી સૌથી મોટા પડકાર તરીકે સામે આવ્યા છે, જેને 38% CEO એ બિઝનેસ માટે સૌથી મોટો ખતરો ગણાવ્યો છે. આ સિવાય 28% CEO એ ગ્લોબલ ઇકોનોમિક અનિશ્ચિતતા અને ભૌગોલિક અસ્થિરતાને ચિંતાનો વિષય ગણાવ્યો છે. આ જોખમો સામે પહોંચી વળવા માટે 49% CEO એ સાયબર સિક્યોરિટી અને ડિજિટલ ક્ષેત્રે રોકાણ વધારી દીધું છે. બીજી તરફ 78% CEO માટે AI એટલે કે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ રોકાણની બાબતમાં સૌથી પહેલી પ્રાયોરિટી છે, જોકે 64% CEO ને AI ને લઈને એથિકલ ચિંતાઓ પણ સતાવી રહી છે. આ બધાની વચ્ચે કર્મચારીઓની અછત અને સ્કિલ ગેપ પણ મોટા પડકારો છે, જેમાં 54% CEO એ સ્ટાફને સાચવી રાખવો મુશ્કેલ હોવાનું જણાવ્યું છે.

આ પડકારોનો સામનો કરવા માટે દેશની કંપનીઓએ હવે રણનીતિ બદલવી શરૂ કરી દીધી છે. કંપનીઓ પોતાના જૂના સ્ટાફને જ નવી ટેક્નોલોજી અને AI ની ટ્રેનિંગ આપીને આગળ વધારી રહી છે, જેથી હ્યુમન અને AI વચ્ચે સારું કોમ્બિનેશન જળવાઈ રહે. આ સાથે જ 66% CEO એ સસ્ટેનિબિલિટીને પોતાની કોર બિઝનેસ સ્ટ્રેટેજીનો ભાગ બનાવી લીધી છે અને 68% CEO ને પૂરો વિશ્વાસ છે કે તેઓ 2030 સુધીમાં નેટ-ઝીરો ટાર્ગેટ હાંસલ કરી લેશે. બિઝનેસને મજબૂત બનાવવા માટે હવે ડિજિટલ ટ્રાન્સફોર્મેશન, સાયબર સિક્યોરિટી અને સ્ટાફની ક્ષમતા વધારવા પર સૌથી વધુ ફોકસ કરવામાં આવી રહ્યું છે.

LATEST ARTICLES