JAMNAGAR 361005 GUJARAT, INDIA
મુખ્ય પાના પર પાછા જાઓ
JAMNAGAR MIRROR
રાજકારણ

ડીકે ઈટ્સ ડન બ્રો, કર્ણાટક MLC ઈલેક્શનમાં NDAએ કોંગ્રેસનો સુપડા સાફ કરી દીધા

Oct 28, 2026 | 13:20 | By JAMNAGAR MIRROR
ડીકે ઈટ્સ ડન બ્રો, કર્ણાટક MLC ઈલેક્શનમાં NDAએ કોંગ્રેસનો સુપડા સાફ કરી દીધા
કર્ણાટક લેજિસ્લેટિવ કાઉન્સિલની ચૂંટણીમાં ભાજપ અને જેડીએસના ગઠબંધન NDAએ શાનદાર વિજય મેળવ્યો છે. તમામ 4 બેઠકો પર ભગવો લહેરાવતા ભાજપે સોશિયલ મીડિયા પર કટાક્ષ કર્યો છે કે ડીકે ઈટ્સ ડન બ્રો, જે હવે રાજકારણમાં હોટટોપિક બન્યો છે.

કર્ણાટકના રાજકારણમાં હાલમાં ગરમાવો આવી ગયો છે કારણ કે લેજિસ્લેટિવ કાઉન્સિલની ચૂંટણીમાં ભાજપ અને જેડીએસના ગઠબંધન NDAએ શાનદાર દેખાવ કરતા તમામ 4 બેઠકો પર વિજય મેળવીને ઇતિહાસ રચ્યો છે. આ ચૂંટણી બે ગ્રેજ્યુએટ્સ અને બે ટીચર્સની બેઠકો માટે યોજાઈ હતી, જેમાં એનડીએએ ક્લીન સ્વીપ કરીને સત્તાધારી કોંગ્રેસ પાર્ટીને મોટો ઝટકો આપ્યો છે. આ શાનદાર જીત બાદ કર્ણાટક ભાજપે સોશિયલ મીડિયા પર વાયરલ મીમ ટ્રેન્ડનો સહારો લઈને કોંગ્રેસ નેતા ડીકે શિવકુમાર પર કટાક્ષ કર્યો હતો કે ડીકે ઈટ્સ ડન બ્રો. આ પ્રકારના રાજકીય કટાક્ષથી સોશિયલ મીડિયા પર ચર્ચાઓનું બજાર ગરમ થઈ ગયું છે અને જનતામાં પણ આ ચૂંટણી પરિણામો ભારે ચર્ચાનો વિષય બન્યા છે.

આ ચૂંટણી લડાઈ કર્ણાટકના 19 જિલ્લાઓમાં ફેલાયેલી હતી જે રાજ્યના લગભગ બે-તૃતીયાંશ વિસ્તારને આવરી લે છે. ખાસ વાત એ છે કે આ વિસ્તારમાં મુખ્યમંત્રી સિદ્ધારમૈયા અને કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખરગેના હોમ ડિસ્ટ્રિક્ટ પણ સામેલ છે. જીતનારા 4 ઉમેદવારોમાં શશીલ નમોશી, ડૉ. એસ.વી. સંકાનૂર, કે.એમ. સુરેશ અને એ.પી. રંગનાથનો સમાવેશ થાય છે. પૂર્વ મુખ્યમંત્રી બી.એસ. યેદુરપ્પાએ આ તમામ વિજેતા ઉમેદવારોને અભિનંદન પાઠવ્યા છે અને જણાવ્યું છે કે આ પ્રબુદ્ધ મતદાતાઓનો કોંગ્રેસ સરકાર સામે સ્પષ્ટ સંદેશ છે. જેડીએસના યુવા પ્રમુખ નિખિલ કુમારે પણ આ જીતને બેલેટ પેપરથી મળેલો જનમત ગણાવ્યો છે અને કહ્યું છે કે સરકારી મશીનરીનો દુરુપયોગ છતાં શિક્ષિત વર્ગે કોંગ્રેસના શાસનને નકારી કાઢ્યું છે.

આ ભવ્ય વિજયને એનડીએના નેતાઓએ આવનારી 2028ની એસેમ્બલી ઈલેક્શન માટેનો ટ્રેલર ગણાવ્યો છે. ગ્રેજ્યુએટ્સ અને ટીચર્સ જેવું શિક્ષિત વર્ગ જો સરકારની વિરુદ્ધમાં મતદાન કરે તો તે જમીની હકીકત દર્શાવે છે. પીએમ નરેન્દ્ર મોદીના વિકાસના રાજકારણમાં ભરોસો વ્યક્ત કરીને મતદાતાઓએ આ પરિણામ આપ્યું છે. ભાજપ અને જેડીએસના કાર્યકરોએ જમીની સ્તરે રાત-દિવસ મહેનત કરીને આ પરિણામ મેળવ્યું છે ત્યારે હવે જોવાનું એ રહેશે કે કોંગ્રેસ પાર્ટી આ હારમાંથી શું બોધપાઠ લે છે અને આગામી દિવસોમાં રાજકીય સમીકરણો કઈ દિશામાં બદલાય છે.

LATEST ARTICLES