JAMNAGAR 361005 GUJARAT, INDIA
મુખ્ય પાના પર પાછા જાઓ
JAMNAGAR MIRROR
લાઈફસ્ટાઈલ

વિંગ કમાન્ડર શિખા ચૌધરીએ છોડી એરફોર્સની નોકરી, મુંબઈમાં શરૂ કર્યું પોતાનું કાફે

Oct 28, 2026 | 10:35 | By JAMNAGAR MIRROR
વિંગ કમાન્ડર શિખા ચૌધરીએ છોડી એરફોર્સની નોકરી, મુંબઈમાં શરૂ કર્યું પોતાનું કાફે
ભારતીય એરફોર્સમાં 14 વર્ષ સુધી વિમાનની દેખરેખ રાખનાર રિટायર્ડ વિંગ કમાન્ડર શિખા ચૌધરીએ હવે મુંબઈમાં કાફે શરૂ કર્યું છે. તેમની આ સફર સાબિત કરે છે કે મહિલાઓ 30 અને 40ની વયે પણ નવેસરથી જીવનની શરૂઆત કરી શકે છે.

એરફોર્સની સખત ડિસિપ્લિન અને જવાબદારીઓ વચ્ચે 14 વર્ષ વિતાવ્યા બાદ, રિટાયર્ડ વિંગ કમાન્ડર શિખા ચૌધરીએ એક નવો જ રાહ પકડ્યો છે. ટેકનિકલ ઓફિસર તરીકે એરક્રાફ્ટને મિશન માટે તૈયાર રાખવાની અને સ્ટાફને સંભાળવાની મોટી જવાબદારીઓ નિભાવ્યા પછી, શિખાએ હવે મુંબઈમાં જેસિયા કાફે શરૂ કર્યું છે. ડિસેમ્બર 2025માં શરૂ થયેલા આ કાફે થકી તેઓ હવે એરફોર્સની નોકરી છોડીને હોસ્પિટાલિટી સેક્ટરમાં એન્ટ્રી કરી ચૂકી છે. તેમના માટે આ બદલાવ ભલે અલગ લાગે, પરંતુ તેમનું માનવું છે કે દેશસેવા અને લોકોની સંભાળ રાખવાની તેમની ભાવના આજે પણ બિલકુલ બદલાય નહીં.

આ અનોખા કરિયર શિફ્ટ વિશે વાત કરતા શિખા જણાવે છે કે રિટાયર્ડમેન્ટ એ તેમના માટે સેવા કરવાનો અંત નહોતો, પણ સેવાની એક નવી રીત હતી. એરફોર્સમાં તેઓ દેશ અને જનતાની સેવા કરતા હતા, જ્યારે હવે આ કાફે દ્વારા તેઓ દરરોજ લોકોને રૂબરૂ મળીને સેવા આપી રહ્યા છે. એરફોર્સમાં તેમની ભૂમિકા માત્ર મશીનરી પૂરતી સીમિત નહોતી, પણ તેઓ એક સમયે 100થી 150 એરમેનની એચઆર જવાબદારીઓ, લોજિસ્ટિક્સ અને પર્સનલ મેનેજમેન્ટ પણ સંભાળતા હતા. કાફે ચલાવવામાં પણ આ જ જૂનો અનુભવ કામે લાગી રહ્યો છે, જ્યાં નાની-નાની બાબતોમાં પણ પર્ફેક્શન અને કસ્ટમર સેટિસ્ફેક્શન પર પૂરતું ધ્યાન આપવામાં આવે છે.

આ નવું કામ શરૂ કરવું એટલું સહેલું નહોતું, ખાસ કરીને એરફોર્સ જેવા માહોલમાંથી આવીને હોસ્પિટાલિટી ફિલ્ડમાં યોગ્ય ટીમ તૈયાર કરવી એ સૌથી મોટો પડકાર હતો. તેમ છતાં, આ બિઝનેસમાં સતત મળતા રીપીટ કસ્ટમર્સ અને પોઝિટિવ રિસ્પોન્સથી તેઓ ઉત્સાહિત છે. 30 અને 40ની ઉંમરે નવેસરથી શરૂઆત કરવા માંગતી મહિલાઓ માટે શિખા એક મોટી પ્રેરણા છે. તેઓ કહે છે કે જ્યારે તમે નવું ક્ષેત્ર પસંદ કરો છો ત્યારે તમે શૂન્યમાંથી શરૂઆત નથી કરતા, પરંતુ વર્ષોના અનુભવ અને જ્ઞાન સાથે આગળ વધો છો. ખાખી યુનિફોર્મ બદલાયો છે, પણ લોકોની સેવા કરવાનો ઉદ્દેશ્ય આજે પણ યથાવત છે.

LATEST ARTICLES