JAMNAGAR 361005 GUJARAT, INDIA
મુખ્ય પાના પર પાછા જાઓ
JAMNAGAR MIRROR
ટેકનોલોજી

ગોલ્ડમેન સેક્સના પ્રેસિડેન્ટ જોન વોલ્ડ્રોનને ફાઇનાન્સ નહીં પણ ઇંગ્લિશ વિષય ગમે છે, જાણો AIના યુગમાં કંપની કેવી રિક્રુટમેન્ટ કરી રહી છે

Oct 27, 2026 | 22:55 | By JAMNAGAR MIRROR
ગોલ્ડમેન સેક્સના પ્રેસિડેન્ટ જોન વોલ્ડ્રોનને ફાઇનાન્સ નહીં પણ ઇંગ્લિશ વિષય ગમે છે, જાણો AIના યુગમાં કંપની કેવી રિક્રુટમેન્ટ કરી રહી છે
આજના આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ એટલે કે AIના જમાનામાં દિગ્ગજ બેંક ગોલ્ડમેન સેક્સની હાયરિંગ સ્ટ્રેટેજી બદલાઈ રહી છે. કંપનીના પ્રેસિડેન્ટ જોન વોલ્ડ્રોને ખુલાસો કર્યો છે કે ફાઇનાન્સ ડિગ્રી સિવાય ઇંગ્લિશ, હિસ્ટ્રી અને ફિલસૂફી જેવા વિષયો ભણેલા યુવાનો માટે હવે કેમ સોનેરી દિવસો આવી રહ્યા છે.

આજના ટેક્નોલોજી અને AIના યુગમાં દુનિયાભરની મોટી કંપનીઓની હાયરિંગ સ્ટ્રેટેજીમાં મોટો બદલાવ આવી રહ્યો છે. વોલ સ્ટ્રીટની દિગ્ગજ ફાઇનાન્શિયલ કંપની ગોલ્ડમેન સેક્સના પ્રેસિડેન્ટ જોન વોલ્ડ્રોને બ્લેકસ્ટોનની ગ્લોબલ હેડ ક્રિસ્ટીન એન્ડરસન સાથેની વાતચીતમાં આ બાબતે મોટો ખુલાસો કર્યો છે. ખુદ જોન વોલ્ડ્રોનને શરૂઆતમાં આ બેંક દ્વારા રિજેક્ટ કરવામાં આવ્યા હતા, કારણ કે તેમણે ફાઇનાન્સને બદલે ઇંગ્લિશ વિષયમાં અભ્યાસ કર્યો હતો. આજે તેઓ જ આ બેંકના સર્વેસર્વા છે અને તેમનું માનવું છે કે માત્ર ટેકનિકલ કે ફાઇનાન્સની ડિગ્રી જ નહીં, પરંતુ ઉમેદવારની બૌદ્ધિક જિજ્ઞાસા અને પ્રોબ્લેમ સોલ્વિંગ સ્કિલ સૌથી વધુ મહત્વની છે.

પોતાની કરિયર અને હાયરિંગ વિશે વાત કરતા જોન વોલ્ડ્રોને જણાવ્યું કે જૂના જમાનાના ગુણો જેવા કે ઊંડાણપૂર્વક વિચારવું અને એનાલિટિકલ સ્કિલ હવે ફરીથી ટ્રેન્ડમાં આવી રહ્યા છે. તેમણે સ્પષ્ટ કહ્યું કે તેઓ ઇંગ્લિશ, હિસ્ટ્રી અને ફિલસૂફી જેવા લિબરલ આર્ટ્સના ગ્રેજ્યુએટ્સના સમર્થનમાં છે. કંપની હંમેશા એવા યુવાનોની શોધમાં રહે છે જેઓ બૌદ્ધિક રીતે જિજ્ઞાસુ હોય અને કંઈક નવું શીખવાની તીવ્ર ઇચ્છા ધરાવતા હોય. યુવાનનું બેકગ્રાઉન્ડ કેવું છે અને તેણે પોતાના જીવનમાં બૌદ્ધિક સફર કેવી રીતે ખેડી છે, તે બાબત ગોલ્ડમેન સેક્સ માટે સૌથી ઉપર છે. AIના આ સમયમાં પરંપરાગત સ્કિલ્સ અને ગ્રેજ્યુએટ્સનું મહત્ત્વ ફરીથી વધી ગયું છે.

જોન વોલ્ડ્રોનની શૈક્ષણિક લાયકાતની વાત કરીએ તો તેમણે વર્ષ 1992માં મિડલબરી કોલેજમાંથી અંગ્રેજી વિષયમાં બીએ ની ડિગ્રી મેળવી હતી. તેઓ વર્ષ 2000માં આ બેંક સાથે જોડાયા હતા અને પોતાની મહેનતના બળે કંપનીમાં ટોચના સ્થાને પહોંચ્યા છે. આ બેંકમાં જોડાતા પહેલા તેમને પણ રિજેક્શનનો સામનો કરવો પડ્યો હતો, પરંતુ તેમની બૌદ્ધિક ક્ષમતાએ તેમને આજે આ મુકામ પર પહોંચાડ્યા છે. ગોલ્ડમેન સેક્સ હવે એવા ઉમેદવારોને પ્રાથમિકતા આપી રહી છે જેઓ ટેક્નોલોજીની સાથે-સાથે માનવીય બુદ્ધિમત્તા અને દીર્ઘદષ્ટિનો યોગ્ય સમન્વય સાધી શકે, જેથી બદલાતા સમય સાથે બેંક વધુ મજબૂત બની શકે.

LATEST ARTICLES