અમેરિકાના રાજકારણમાં આ દિવસોમાં મોટો ગરમાવો જોવા મળી રહ્યો છે કારણ કે ડોનાલ્ડ ટ્રમ્પ અને કુખ્યાત સેક્સ ઓફેન્ડર જેટ્ફ્રી એપસ્ટેઈનનું કનેક્શન ફરી એકવાર ચર્ચાના કેન્દ્રમાં આવી ગયું છે. યુએસ હાઉસ જ્યુડિશિયરી કમિટીના ડેમોક્રેટ્સે ટ્રમ્પના ભૂતકાળના સંબંધો પર સવાલો ઉભા કરતો એક નવો રિપોર્ટ સામે લાવ્યા બાદ ભારે હલચલ મચી ગઈ છે. આ મામલો બહાર આવતા જ અમેરિકન રાજકારણ ગરમાયું છે અને ચારેય તરફ આની ચર્ચા થઈ રહી છે.
આ મામલે હાઉસ કમિટીના સિનિયર ડેમોક્રેટ મેમ્બર રિપ્રેઝન્ટેટિવ જેમી રાસ્કીને એક વિસ્તૃત સ્ટાફ રિપોર્ટ જાહેર કર્યો છે. આ રિપોર્ટમાં કુલ 11 મહિલાઓના નિવેદનો અને કિસ્સાઓને ટાંકવામાં આવ્યા છે, જેમાંની 5 મહિલાઓએ તો એવો ગંભીર આક્ષેપ કર્યો છે કે જેટ્ફ્રી એપસ્ટેઈનની કંપનીમાં કે તેની હાજરીમાં ડોનાલ્ડ ટ્રમ્પે તેમનું યૌન શોષણ કર્યું હતું. એટલું જ નહીં, આ રિપોર્ટમાં ડિપાર્ટમેન્ટ ઓફ જસ્ટિસ પર પણ પુરાવાઓ છુપાવવાનો અને માાહમલો રફેદફે કરવાનો પ્રયાસ કરવાના સણસણાટીભર્યા આરોપો મૂકવામાં આવ્યા છે.
આ ગંભીર ખુલાસાઓ બાદ હવે ડેમોક્રેટ્સ દ્વારા એપસ્ટેઈન ફાઈલ્સની યોગ્ય તપાસ કરવા અને સંભવિત સહ-આરોપીઓની તપાસ માટે એક ઈન્ડિપેન્ડન્ટ સ્પેશિયલ કાઉન્સિલની નિમણૂક કરવાની માંગ જોરશોરથી કરવામાં આવી રહી છે. આગામી દિવસોમાં આ મામલો વધુ તુલ પકડી શકે છે અને ટ્રમ્પ માટે મુશ્કેલીઓ વધી શકે છે કારણ કે આ રિપોર્ટના કારણે અમેરિકન પ્રશાસન અને ન્યાયતંત્ર પર પણ સવાલોના નિશાન તાકવામાં આવી રહ્યા છે.
