JAMNAGAR 361005 GUJARAT, INDIA
મુખ્ય પાના પર પાછા જાઓ
JAMNAGAR MIRROR
બિઝનેસ

નિતિન ગડકરીએ ઇથેનોલ અને ગ્રીન ફ્યુઅલનો કર્યો બચાવ, ખેડૂતો બનશે દેશના ઊર્જા પ્રદાતા

Oct 27, 2026 | 22:25 | By JAMNAGAR MIRROR
નિતિન ગડકરીએ ઇથેનોલ અને ગ્રીન ફ્યુઅલનો કર્યો બચાવ, ખેડૂતો બનશે દેશના ઊર્જા પ્રદાતા
કેન્દ્રીય મંત્રી નિતિન ગડકરીએ દેશના અશ્મિભૂત ઈંધણ પરના ભરોસા સામે સવાલો ઉઠાવતા કહ્યું કે આયાત બિલ ઘટાડવા માટે વૈકલ્પિક ઈંધણ જ શ્રેષ્ઠ રસ્તો છે. તેમણે સ્પષ્ટ કર્યું કે ઇથેનોલ અંગે ફેલાવવામાં આવેલી વાતો માત્ર પ્રોપગેન્ડા જ હતી. આ નવા બદલાવથી ખેડૂતો સમૃદ્ધ બનશે અને ગ્રામીણ અર્થતંત્રને મોટો વેગ મળશે.

દેશમાં ઇંધણના વધતા ખર્ચ અને આયાતને લઈને કેન્દ્રીય મંત્રી નિતિન ગડકરીએ એક મોટું નિવેદન આપ્યું છે. તેમણે E20 ફ્યુઅલ અને ઇથેનોલનો ખુલ્લેઆમ બચાવ કરતા કહ્યું છે કે આ અંગે અગાઉ જેટલી પણ વાતો થઈ હતી તે બધી માત્ર પ્રોપગેન્ડા સિવાય કિંજૂન નહોતી. ગડકરીના મતે, જો દેશને આત્મનિર્ભર બનાવવો હોય તો અશ્મિભૂત ઈંધણ પરની નિર્ભરતા ઘટાડવી જ પડશે અને તેના માટે વૈકલ્પિક ઈંધણ જ એકમાત્ર અચૂક ઉપાય છે.

આજે ભારત સરકાર વિદેશી ક્રૂડ ઓઈલની આયાત પાછળ દર વર્ષે મસમોટી રકમ ખર્ચી રહી છે, જેનું કદ આશરે 22 લાખ કરોડ રૂપિયા સુધી પહોંચે છે. આ વિશાળ આયાત બિલને કાબૂમાં લાવવા માટે ગડકરીએ બાયો-બિટ્યુમેન, કચરામાંથી બનતી સામગ્રી, ઇથેનોલ, CBG એટલે કે કમ્પ્રેસ્ડ બાયો-ગેસ અને હાઇડ્રોજનથી ચાલતી ટ્રક તથા બસોના ઉપયોગ પર ભાર મૂક્યો છે. આ તમામ બાબતો માત્ર પર્યાવરણને જ શુદ્ધ નહીં રાખે, પરંતુ દેશમાં ક્લીન મોબિલિટીને પણ પ્રોત્સાહન આપશે.

આ સમગ્ર યોજનાના કેન્દ્રમાં દેશનો અન્નદાતા એટલે કે ખેડૂત છે. ગડકરીએ દાવો કર્યો છે કે આવનારા સમયમાં આપણા ખેડૂતો માત્ર અનાજ પકવનાર જ નહીં, પરંતુ ફ્યુઅલ, બિટ્યુમેન અને હાઇડ્રોજન પૂરા પાડનારા પ્રોવાઇડર પણ બનશે. આ પગલાથી ગ્રામીણ અર્થતંત્ર એટલું મજબૂત બનશે કે જીડીપીમાં ગામડાઓનું યોગદાન હાલના 12 ટકાથી વધીને સીધું 22 ટકા સુધી પહોંચી જશે, જેનાથી દેશમાં રોજગારીની નવી તકો પણ ઊભી થશે.

LATEST ARTICLES