JAMNAGAR 361005 GUJARAT, INDIA
મુખ્ય પાના પર પાછા જાઓ
JAMNAGAR MIRROR
દેશ-વિદેશ

કેલિફોર્નિયાની કોર્ટનો મોટો ફેંસલો, પાડોશીના ઝાડના મૂળિયાથી પરેશાન વ્યક્તિને મળી મોટી રાહત

Oct 27, 2026 | 18:36 | By JAMNAGAR MIRROR
કેલિફોર્નિયાની કોર્ટનો મોટો ફેંસલો, પાડોશીના ઝાડના મૂળિયાથી પરેશાન વ્યક્તિને મળી મોટી રાહત

કેલિફોર્નિયામાં બે પાડોશીઓ વચ્ચે વર્ષોથી ચાલી રહેલા ઝાડના મૂળિયાના વિવાદમાં કોર્ટે મોટો આદેશ આપ્યો છે. અગાઉ 78500 ડૉલરનું સેટલમેન્ટ થયા પછી પણ સમસ્યા હલ ન થતાં આખરે કોર્ટે બાકી રહેલા તમામ 19 ફિકસ ટ્રીઝને હટાવવાનો આદેશ કર્યો છે.

કેલિફોર્નિયામાં બે પાડોશીઓ વચ્ચે ઘરની બાઉન્ડ્રી પર ઉગેલા ઝાડના મૂળિયા બાબતે ચાલી રહેલી લાંબી કાનૂની લડાઈનો હવે અંત આવ્યો છે. સાઉથ કેલિફોર્નિયામાં બે પાડોશીઓના ઘરની વચ્ચે પ્રાઈવસી માટે ફિકસ જાતિના 38 ઝાડ વાવવામાં આવ્યા હતા, જે ઝડપથી વધીને બંને ઘરની સરહદ પર ફેલાઈ ગયા હતા. આ ઝાડના વિશાળ ભૂગર્ભ મૂળિયા પાડોશીના યાર્ડમાં ઘૂસી ગયા હતા અને ત્યાંની લેન્ડસ્કેપિંગની સાથે મિલકતને પણ નુકસાન પહોંચાડી રહ્યા હતા. આ મામલે બંને પક્ષો વચ્ચે લાંબો વિવાદ ચાલ્યો હતો અને મામલો કોર્ટ સુધી પહોંચ્યો હતો.

શરૂઆતમાં આ ઝઘડાને પતાવવા માટે બંને પાડોશીઓએ અદાલતની બહાર જ એક સમજૂતી કરી હતી, જેમાં ઝાડના માલિકે નુકસાનના બદલામાં પાડોશીને 78500 ડૉલર ચૂકવ્યા હતા. એટલું જ નહીં, આ કરાર હેઠળ કુલ 38માંથી અર્ધા એટલે કે 19 ઝાડ કાપી નાખવામાં આવ્યા હતા જેથી મૂળિયા ફેલાતા અટકે અને બાકીના ઝાડથી પ્રાઈવસી પણ જળવાઈ રહે. પરંતુ અડધા ઝાડ કાપવા છતાં સમસ્યાનો કોઈ કાયમી ઉકેલ આવ્યો નહીં. સમય જતાં બાકી રહેલા 19 ઝાડના મૂળિયા ફરીથી પાડોશીની હદમાં ઘૂસવા લાગ્યા અને અગાઉ કરતાં વધુ નુકસાન કરવા લાગ્યા.

આ સતત પરેશાનીથી કંટાળીને પ્રભાવિત પાડોશીએ ફરીથી કોર્ટના દરવાજા ખટખટાવ્યા અને કાયમી ઉકેલની માંગ કરી. નીચલી કોર્ટે તમામ પુરાવા અને નુકસાનને ધ્યાનમાં રાખીને બાકીના તમામ 19 ફિકસ ટ્રીઝને સંપૂર્ણપણે હટાવવાનો આદેશ આપ્યો હતો, જેને ઝાડના માલિકે કોર્ટમાં પડકાર્યો હતો. આ કેસની સુનાવણી કરતા કેલિફોર્નિયાની ફોોર્થ ડિસ્ટ્રિક્ટ કોર્ટ ઓફ અપીલે નીચલી કોર્ટના આદેશને સંપૂર્ણપણે માન્ય રાખ્યો છે. કોર્ટે સ્પષ્ટ કર્યું કે અગાઉ નાણાકીય સેટલમેન્ટ અને આંશિક કટીંગ કરવા છતાં જ્યારે મૂળિયાનો ઉપદ્રવ અટક્યો નથી, ત્યારે કાયમી ધોરણે બાકીના 19 ઝાડ કાપી નાખવા જ પડશે.

LATEST ARTICLES