JAMNAGAR 361005 GUJARAT, INDIA
મુખ્ય પાના પર પાછા જાઓ
JAMNAGAR MIRROR
દેશ-વિદેશ

શું બ્રિટન યુદ્ધની તૈયારી કરી રહ્યું છે, સરકારની નવી ઝુંબેશથી લોકોમાં ચિંતા

Oct 27, 2026 | 19:55 | By JAMNAGAR MIRROR
શું બ્રિટન યુદ્ધની તૈયારી કરી રહ્યું છે, સરકારની નવી ઝુંબેશથી લોકોમાં ચિંતા
બ્રિટન સરકારે સાયબર હુમલા અને કટોકટીનો સામનો કરવા માટે 'બી રેડી' અભિયાન શરૂ કર્યું છે. જેમાં લોકોને 72 કલાક ચાલે તેટલો ખોરાક અને પાણીનો જથ્થો ઘરમાં સ્ટોક કરવા અપીલ કરવામાં આવી છે.

વર્તમાન સમયમાં વધતા જતા વૈશ્વિક જોખમો અને સંભવિત યુદ્ધના એંધાણને જોતા બ્રિટન સરકારે એક મોટું પગલું ભર્યું છે. રશિયા તરફથી વધતા જોખમો અને ટેકનોલોજી પરની નિર્ભરતાને ધ્યાનમાં રાખીને સરકારે રાષ્ટ્રીય સુરક્ષા મજબૂત કરવા માટે 'બી રેડી' નામનું રાષ્ટ્રીય અભિયાન શરૂ કર્યું છે. આ અભિયાન પાછળનો મુખ્ય હેતુ એ છે કે કોઈપણ કટોકટી કે સાયબર હુમલાના સમયે દેશના નાગરિકો અગાઉથી જ માનસિક અને ભૌતિક રીતે તૈયાર રહે. સરકારના જણાવ્યા અનુસાર આ કોઈ ડર ફેલાવવાની વાત નથી, પરંતુ સંભવિત ખતરા સામે સાવચેતીનાં પગલાં રૂપે અગાઉથી તૈયારી રાખવી ખૂબ જ જરૂરી બની ગઈ છે.

દેશના સંરક્ષણ મંત્રી વેસ સ્ટ્રીટિંગે ચેતવણી આપતા જણાવ્યું છે કે બ્રિટને આગામી 1,000 દિવસમાં એટલે કે 2030 સુધીમાં સંભવિત યુદ્ધ માટે તૈયાર રહેવું પડશે, કારણ કે વિરોધી દેશોની તાકાત અને યુદ્ધ અર્થવ્યવસ્થા ઝડપથી વધી રહી છે. આ પરિસ્થિતિને પહોંચી વળવા માટે સરકારે ઘરમાં 3 દિવસ ચાલે તેટલી જરૂરી ચીજવસ્તુઓનો સ્ટોક રાખવાની સલાહ આપી છે. સરકાર દ્વારા જાહેર કરવામાં આવેલી ઇમરજન્સી ચેકલિસ્ટ મુજબ ઘરમાં બોટલનું પાણી, રાંધ્યા વગર ખાઈ શકાય તેવો ટીન ફૂડનો જથ્થો, ફર્સ્ટ એઇડ કિટ, ટોર્ચ, સ્પેર બેટરી, પોર્ટેબલ પાવર બેંક, રેડિયો, રોકડ રકમ અને મહત્વના ડોક્યુમેન્ટ્સ રાખવા જણાવાયું છે. આ જાહેરાત બાદ બજારમાં ટીન ફૂડ, વિન્ડ-અપ રેડિયો અને ટોર્ચની માંગમાં અચાનક મોટો વધારો જોવા મળ્યો છે.

આ ગંભીર સ્થિતિ પાછળ રશિયા અને પશ્ચિમી દેશો વચ્ચે ચાલી રહેલો તણાવ મુખ્ય કારણ છે, કારણ કે રશિયાએ અગાઉ જ ચેતવણી આપી હતી કે જો બ્રિટિશ હથિયારોનો ઉપયોગ રશિયા વિરુદ્ધ લાંબા અંતરના હુમલા માટે થશે તો બ્રિટિશ સુવિધાઓને કાયદેસરના નિશાના બનાવવામાં આવશે. પ્રધાનમંત્રી આન્દ્રે બર્નહામની સરકારે લોકોને સ્પષ્ટતા કરી છે કે આ માત્ર અનિચ્છनीय કટોકટી જેવી કે પૂર, દાવાનળ કે પાવર કટ વખતે લોકોને મુશ્કેલીથી બચાવવા માટેની સામાન્ય સમજદારી છે. નાગરિકોને અપીલ કરવામાં આવી છે કે તેઓ ગભરાયા વગર સેહજ અને જરૂરી પગલાં ભરે જેથી ઘર પરિવાર સુરક્ષિત રહી શકે.

LATEST ARTICLES