JAMNAGAR 361005 GUJARAT, INDIA
મુખ્ય પાના પર પાછા જાઓ
JAMNAGAR MIRROR
બિઝનેસ

ટેસ્લા અને સ્પેસએક્સનું 3.5 ટ્રિલિયન ડૉલરનું મેગા મર્જર? એલન મસ્કની મોટી ચાલ

Oct 27, 2026 | 20:00 | By JAMNAGAR MIRROR
ટેસ્લા અને સ્પેસએક્સનું 3.5 ટ્રિલિયન ડૉલરનું મેગા મર્જર? એલન મસ્કની મોટી ચાલ
દુનિયાના અમીર ઉદ્યોગપતિ એલન મસ્કની બે દિગ્ગજ કંપનીઓ ટેસ્લા અને સ્પેસએક્સ એક થવા જઈ રહી છે. શેરહોલ્ડર્સની માંગણી બાદ બંને કંપનીઓએ મર્જરની શક્યતાઓ તપાસવા માટે ખાસ કમિટી બનાવી છે, જેનાથી બિઝનેસ જગતમાં મોટો હલચલ મચી ગઈ છે.

દુનિયાભરમાં પોતાની ઇલેક્ટ્રિક કાર અને રોકેટ માટે જાણીતા એલન મસ્કે બિઝનેસ જગતમાં એક મોટો ધડાકો કરવાની તૈયારી શરૂ કરી દીધી છે. મંગળવારે સ્પેસએક્સની ક્વાર્ટરલી અર્નિંગ્સ કૉલ દરમિયાન ખુદ એલન મસ્કે જણાવ્યું હતું કે શેરહોલ્ડર્સની ખાસ વિનંતીને ધ્યાનમાં રાખીને ટેસ્લા અને સ્પેસએક્સ બંને કંપનીઓએ સ્વતંત્ર ડિરેક્ટર્સની ખાસ કમિટીઓની રચના કરી છે. આ કમિટીઓ અત્યારે બંને કંપનીઓના મેગા મર્જર અંગે ગંભીર ચર્ચા-વિચારણા કરી રહી છે, જે આગામી સમયમાં બિઝનેસ વર્લ્ડનો સૌથી મોટો સોદો સાબિત થઈ શકે છે.

જો આ પ્રસ્તાવિત 3.5 ટ્રિલિયન ડૉલરનો મેગા ડીલ સફળ થાય છે, તો ઇલેક્ટ્રિક કાર બનાવતી ટેસ્લા, રોકેટ અને સ્ટારલિંગ જેવું સેટેલાઇટ નેટવર્ક ચલાવતી સ્પેસએક્સ તેમજ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ અને રોબોટિક્સ ક્ષેત્રે કામ કરતી કંપનીઓ એક જ છત્ર હેઠળ આવી જશે. જોકે, એલન મસ્કે પોતે સ્પષ્ટ કર્યું છે કે હાલમાં બંને કંપનીઓની કમિટીઓ વચ્ચે કોઈ ચોક્કસ શરતો કે ટ્રાન્ઝેક્શનને લઈને અંતિમ સહમતિ સધાઈ નથી અને આ ડીલ ફાઇનલ જ થશે તેવી કોઈ ખાતરી પણ નથી, પરંતુ આ ચર્ચાઓથી રોકાણકારોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે.

આ સંભવિત મર્જર પાછળ એલન મસ્કની દૂરગામી નજર ફ્યુચર ટેકનોલોજી અને ગ્લોબલ ઇકોનોમી પર છે. ટેસ્લાના શેરોની ચાલ અને સ્પેસએક્સના ઊંચા વેલ્યુએશન વચ્ચે જો આ જોડાણ વાસ્તવિકતા બનશે તો તે બિઝનેસ હિસ્ટ્રીનો સૌથી મોટો ટર્નિંગ પોઈન્ટ સાબિત થશે. આગામી દિવસોમાં આ કમિટીઓના રિપોર્ટ અને ચર્ચાના પરિણામો પર દુનિયાભરના શેરબજાર અને ઇન્વેસ્ટર્સની નજર ટકેલી રહેશે.

LATEST ARTICLES