JAMNAGAR 361005 GUJARAT, INDIA
મુખ્ય પાના પર પાછા જાઓ
JAMNAGAR MIRROR
દેશ-વિદેશ

ઈરાનના સુપ્રીમ લીડર મોજતબા ખામેની અને સિક્યોરિટી ચીફ વચ્ચે હોર્મુઝ સ્ટ્રેટને લઈને થઈ મહત્વની બેઠક

Oct 27, 2026 | 18:06 | By JAMNAGAR MIRROR
ઈરાનના સુપ્રીમ લીડર મોજતબા ખામેની અને સિક્યોરિટી ચીફ વચ્ચે હોર્મુઝ સ્ટ્રેટને લઈને થઈ મહત્વની બેઠક
માર્ચમાં સત્તા સંભાળ્યા બાદ પહેલીવાર જાહેરમાં ચર્ચામાં આવેલા ઈરાનના સુપ્રીમ લીડર મોજતબા ખામેનીએ સિક્યોરિટી ચીફ મોહસિન રેઝાઈ સાથે મુલાકાત કરી છે. આ બેઠકમાં પ્રાદેશિક સુરક્ષા, હોર્મુઝ સ્ટ્રેટનું મેનેજમેન્ટ અને પડોશી દેશો સાથેના સંબંધો સુધારવા અંગે ગંભીર ચર્ચા કરવામાં આવી હતી.

તેહરાન ખાતે મળેલી આ બેઠકમાં ઈરાનના નવા સુપ્રીમ લીડર મોજતબા ખામેની અને સિક્યોરિટી ચીફ મોહસિન રેઝાઈ વચ્ચે ક્ષેત્રીય સુરક્ષાના મુદ્દે વિસ્તૃત ચર્ચા થઈ હતી. ગત 28 ફેબ્રુઆરીના રોજ તેહરાનમાં થયેલા યુએસ-ઈઝરાયેલના હુમલામાં આયાતુલ્લાહ અલી ખામેનીનું મોત થયા બાદ, તેમના પુત્ર મોજતબા ખામેનીએ માર્ચ મહિનામાં સત્તા સંભાળી હતી. સત્તા સંભાળ્યા પછી પબ્લિકમાં સામે ન આવેલા મોજતબાએ આ પહેલીવાર સિક્યોરિટી ચીફ સાથે ડાયરેક્ટ મુલાકાત કરી છે, જેની સત્તાવાર જાહેરાત તેમની ઓફિસ દ્વારા મંગળવારે કરવામાં આવી હતી. અગાઉ તેઓ માત્ર લેખિત સંદેશાઓ દ્વારા જ વાતચીત કરતા હતા.

આ બેઠકમાં ખાસ કરીને હોર્મુઝ સ્ટ્રેટનું સંચાલન કરીને નેશનલ અને રીજિયોનલ સિક્યોરિટીને મજબૂત કરવા તેમજ પડોશી દેશો સાથેના બાઈલેટરલ સંબંધો વધારવા પર ભાર મૂકવામાં આવ્યો હતો. મોજતબા ખામેનીએ દેશના હિતોનું રક્ષણ કરવા અને યુદ્ધ જેવી સ્થિતિનો અંત લાવવા માટે સત્તાવાળાઓ દ્વારા નક્કી કરાયેલી શૈલી અપનાવવાની જરૂરિયાત પર ભાર મૂક્યો હતો. રસપ્રદ વાત એ છે કે, સિક્યોરિટી ચીફ મોહસિન રેઝાઈએ તાજેતરમાં જ સાઉદી અરેબિયા, તુર્કી અને પાકિસ્તાનના ટોચના અધિકારીઓ સાથે મક્કા પેક્ટ વિશે વાતચીત કરી હતી, જેના એક જ દિવસ પછી આ બેઠક જાહેર કરવામાં આવી છે.

ઈરાન લાંબા સમયથી હોર્મુઝ સ્ટ્રેટ પર પોતાનું કંટ્રોલ હોવાનો દાવો કરતું આવ્યું છે અને પરવાનગી વગર પસાર થતા જહાજોને નિશાન પણ બનાવે છે, જેના જવાબમાં યુનાઇટેડ સ્ટેટ્સ દ્વારા ઈરાનીપોર્ટ્સ પર નેવલ કાઉન્ટર-બ્લોકેડ લગાવાયેલું છે. જૂન મહિનામાં કાયમી સમાધાન માટેનો સોદો નિષ્ફળ ગયા બાદથી આ કટોકટી ઉકેલવાના રાજદ્વારી પ્રયાસો ઠપ્પ થઈ ગયા છે. જોકે, છેલ્લા કેટલાક દિવસોમાં જ્યુડિશિયરી ચીફ ગુલામહુસૈન મોહસેની એજેઈ અને પાર્લામેન્ટ સ્પીકર મોહમ્મદ બાગેર ઘાલિબાફ જેવા વરિષ્ઠ અધિકારીઓએ પણ સુપ્રીમ લીડર સાથે દુર્લભ બેઠકો યોજી હોવાના અહેવાલો સામે આવ્યા છે.

LATEST ARTICLES