બિલોજિસ્ટ્સ હંમેશાથી એ જાણવા માટે ઉત્સુક રહ્યા છે કે ઉત્ક્રાંતિ એટલે કે ઇવોલ્યુશનની પ્રક્રિયા કોઈ ધીમી પ્રક્રિયા છે કે પછી તે બદલાતી મોસમને અનુરૂપ એટલી ઝડપથી થઈ શકે છે કે જેને ટ્રેક કરી શકાય. આ સવાલનો જવાબ મેળવવા માટે ફિલાડેલ્ફિયામાં આવેલા એક ઓર્ચાર્ડમાં ફ્રૂટ ફ્લાય્ઝ એટલે કે ડ્રોસોફિલા મેલાનોગાસ્ટર પર એક અનોખો અભ્યાસ કરવામાં આવ્યો હતો. સંશોધકોએ આ માખીઓને ખુલ્લા વાતાવરણમાં, ટેન્ટ જેવા શેલ્ટરમાં રાખવામાં આવી હતી જેથી તેને ઠંડી, ગરમી અને વરસાદ જેવા વાતાવરણનો સીધો સામનો કરવો પડે. આ સંશોધનની વિગતો 2022માં સાયન્સ જર્નલમાં પ્રકાશિત થઈ હતી અને તેમાં જાણવા મળ્યું હતું કે ઋતુઓના બદલાવ સાથે આ માખીઓના જીનોમમાં 60% કરતા વધારે બદલાવ આવ્યા હતા.
જુલાઈ 2014માં આ રિસર્ચની શરૂઆત કરવા માટે વિવિધ 10 શેલ્ટરમાં 1000 ફ્રૂટ ફ્લાય્ઝ છોડવામાં આવી હતી, જેની સંખ્યા વધીને આશરે 100,000 સુધી પહોંચી ગઈ હતી. આ સમયગાળા દરમિયાન દર મહિને દરેક શેલ્ટરમાંથી 2500 ઈંડા અને માખીઓ લઈને તેનું બ્રીડિંગ કરવામાં આવ્યું હતું. સંશોધકોએ માખીઓની રિપ્રોડક્ટિવ સક્સેસ અને કોલ્ડ રેઝિસ્ટન્સ જેવી 6 ફિઝિકલ બાબતોનું નિરીક્ષણ કર્યું હતું અને જીનોમ સિક્વન્સિંગ માટે 100 માખીઓની રેન્ડમ પસંદગી કરી હતી. 7 નવેમ્બર 2014ના રોજ પડેલી પહેલી ઠંડી સુધી આ માખીઓ પર નજર રાખવામાં આવી હતી, જે લગભગ 4 મહિનાનો સમય હતો. આ દરમિયાન માખીઓની કુલ 10 થી 12 જનરેશન પસાર થઈ હતી. સંશોધકોએ નોંધ્યું કે એડપટેશન એટલે કે અનુકૂલનની દિશા વારંવાર બદલાતી હતી, જે દર્શાવે છે કે વાતાવરણના દબાણને કારણે ઇવોલ્યુશનની સ્પીડ ખૂબ જ ફાસ્ટ હોય છે.
આ સ્ટડી ભલે ફ્રૂટ ફ્લાય્ઝ પર કરવામાં આવી હોય, પરંતુ રિસર્ચર્સના જણાવ્યા મુજબ તેના તારણો હ્યુમન બીઈંગ્સ જેવા લાંબુ આયુષ્ય ધરાવતા જીવો માટે પણ ખૂબ જ મહત્વપૂર્ણ છે. જોકે, માણસો જેવા ધીમી ગતિએ રિપ્રોડ્યુસ થતા અને લાંબુ જીવતા પ્રાણીઓમાં આ પ્રકારના બદલાવો માપવા ખૂબ જ મુશ્કેલ છે, છતાં ક્લાઈમેટ ચેન્જ અને બદલાતી પરિસ્થિતિઓ સામે ટકી રહેવા માટે આ સંશોધન એક મોટો આધાર પૂરો પાડે છે. સાયન્સની દુનિયામાં આ ડેટા પૂરી રીતે પ્રમાણિત છે અને તે ભવિષ્યમાં પર્યાવરણીય પડકારોનો સામનો કરવા માટે વૈજ્ઞાનિકોને નવી દિશા સૂચવશે.
