JAMNAGAR 361005 GUJARAT, INDIA
મુખ્ય પાના પર પાછા જાઓ
JAMNAGAR MIRROR
ગુજરાત

સુરત સહિત રાજ્યભરના વેપારીઓને મોટી રાહત, હવે ફટાકડાના સ્ટોલ માટે નહીં લેવી પડે ફાયર NOC

Oct 27, 2026 | 17:51 | By JAMNAGAR MIRROR
સુરત સહિત રાજ્યભરના વેપારીઓને મોટી રાહત, હવે ફટાકડાના સ્ટોલ માટે નહીં લેવી પડે ફાયર NOC
રાજ્ય સરકારે 500 ચોરસ મીટરથી નાના ફટાકડાના સ્ટોલ માટે ફાયર NOC લેવાની જોગવાઈ રદ કરી છે. હવે મંજૂરી આપવાની સત્તા પોલીસ અને આરોગ્ય વિભાગને સોંપવામાં આવી છે, જોકે ફાયર સેફ્ટીના સાધનો રાખવા અનિવાર્ય રહેશે.

રાજ્ય સરકારના એક નવા અને મહત્વપૂર્ણ પરિપત્રથી તહેવારોની મોસમમાં ફટાકડા વેચતા વેપારીઓ માટે સરકારી કચેરીઓના ધક્કા ખાવાની ઝંઝટ હંમેશાં માટે ખતમ થઈ ગઈ છે. અગાઉ ફટાકડાના હંગામી સ્ટોલ કે મંડપ શરૂ કરવા માટે ફાયર વિભાગની મંજૂરી મેળવવાની પ્રક્રિયા અત્યંત જટિલ રહેતી હતી, જેને કારણે વેપારીઓએ ભારે દોડધામ કરવી પડતી હતી. પરંતુ સરકારના આ તાજેતરના નિર્ણયથી સુરત સહિત સમગ્ર ગુજરાતના વેપારી વર્ગમાં ખુશીની લહેર છવાઈ ગઈ છે અને વહીવટી પ્રક્રિયા ઘણી સરળ બની ગઈ છે.

સરકારના નવા નિયમ મુજબ, 500 ચોરસ મીટર એટલે કે અંદાજે 5380 ચોરસ ફૂટથી નાના વિસ્તારમાં બનતા ફટાકડાના સ્ટોલ માટે હવે અલગથી ફાયર NOC લેવાની જરૂર નહીં પડે. આ માટેની પરવાનગી આપવાની તમામ સત્તા હવે સ્થાનિક પોલીસ તંત્ર અને આરોગ્ય વિભાગને સોંપવામાં આવી છે. આ બંને વિભાગો સંયુક્ત રીતે સ્થળની ચકાસણી કરીને ઝડપથી પરવાનગી આપી દેશે. ખાસ કરીને સુરત શહેરમાં દર વર્ષે 350 થી વધુ મોટા ફટાકડાના સ્ટોલ લાગતા હોવાથી સુરતના વેપારીઓ માટે આ નિર્ણય વરદાનરૂપ સાબિત થયો છે.

જોકે ફાયર NOCમાંથી મુક્તિ મળી છે તેનો મતલબ એ નથી કે સુરક્ષા સાથે કોઈ સમધાન કરવામાં આવશે. ફાયર અધિકારી ધોબી દ્વારા સ્પષ્ટ કરવામાં આવ્યું છે કે 23 ઓક્ટોબરના ગેઝેટ મુજબ ફાયર વિભાગ માત્ર પોતાનો પ્રાથમિક અભિપ્રાય આપશે અને આગળની પ્રક્રિયા આરોગ્ય વિભાગ દ્વારા થશે. આ સાથે જ સ્ટોલ પર અગ્નિશામક સાધનો રાખવા અને મંડપોને હોસ્પિટલ, શાળા તથા ટ્રાન્સફોર્મરથી સુરક્ષિત અંતરે રાખવા જેવા નિયમોનું ચુસ્તપણે પાલન કરવું ફરજિયાત જ રહેશે.

LATEST ARTICLES