JAMNAGAR 361005 GUJARAT, INDIA
મુખ્ય પાના પર પાછા જાઓ
JAMNAGAR MIRROR
રાજકારણ

દેશના ૪ રાજ્યોની 28 એમએલસી બેઠકો માટે મતગણતરી શરુ, આજે આવશે પરિણામો

Oct 27, 2026 | 17:01 | By JAMNAGAR MIRROR
દેશના ૪ રાજ્યોની 28 એમએલસી બેઠકો માટે મતગણતરી શરુ, આજે આવશે પરિણામો
ઉત્તરપ્રદેશ, બિહાર, મહારાષ્ટ્ર અને કર્ણાટકની કુલ 28 વિધાન પરિષદ બેઠકોના પરિણામો આજે જાહેર થઈ રહ્યા છે. સવારથી જ મતગણતરી ચાલુ છે જેમાં યુપીમાં ભાજપ અને સમાજવાદી પાર્ટી વચ્ચે જ્યારે બિહારમાં આકરી ટક્કર જોવા મળી રહી છે. આ તમામ બેઠકો સ્નાતક અને શિક્ષક ક્ષેત્રોની છે.

દેશના 4 રાજ્યોની કુલ 28 એમએલસી બેઠકો માટે આજે મતગણતરી થઈ રહી છે અને તેના પરિણામો પણ આજે જ જાહેર થશે. આ બેઠકો માટે ગત 23 ઓક્ટોબરે સવારે 8 વાગ્યાથી સાંજે 4 વાગ્યા સુધી શાંતિપૂર્ણ માહોલમાં મતદાન પ્રક્રિયા સંપન્ન થઈ હતી. ઉત્તરપ્રદેશ, બિહાર, મહારાષ્ટ્ર અને કર્ણાટકની આ બેઠકો પર સવારે 6 વાગ્યાથી જ મતગણતરી શરુ કરી દેવામાં આવી છે અને તમામ ઉમેદવારોનું રાજકીય ભવિષ્ય આજે નક્કી થઈ જશે.

આ ચૂંટણીમાં ઉત્તરપ્રદેશમાં સૌથી વધુ 11 બેઠકો પર ચૂંટણી યોજાઈ છે જ્યાં ભાજપ અને સમાજવાદી પાર્ટી વચ્ચે સીધો મુકાબલો છે અને અહીં કુલ 55.24 ટકા મતદાન નોંધાયું હતું. બીજી તરફ બિહારમાં 8 બેઠકો માટે કુલ 150 ઉમેદવારો મેદાનમાં છે, જ્યાં ચાર સ્નાતક બેઠકો પર 43.87 ટકા અને ચાર શિક્ષક મતવિસ્તારોમાં 74.55 ટકા મત પડ્યા હતા. આ ઉપરાંત મહારાષ્ટ્રમાં 5 અને કર્ણાટકમાં 4 બેઠકો પર મતદાન થયું હતું. પટનામાં બાંકિપુર સરકારી કન્યા ઉચ્ચત્તર માધ્યમિક શાળા ખાતે મતગણતરી યોજાઈ રહી છે, જ્યાં સુરક્ષાના ભાગરૂપે મોટી સંખ્યામાં પોલીસ અને સુરક્ષા દળોને તૈનાત કરવામાં આવ્યા છે.

વિધાન પરિષદ એ રાજ્યની વિધાનસભાનું ઉપલું ગૃહ છે જે સંસદની રાજ્યસભા જેવું જ કામ કરે છે, જેનો મુખ્ય હેતુ કાયદાઓ પર શાંતિથી પુનર્વિચાર કરવાનો અને શિક્ષિત લોકોને સ્થાન આપવાનો છે. આ એક કાયમી ગૃહ છે જેનું ક્યારેય વિસર્જન થતું નથી અને તેના સભ્યોનો કાર્યકાળ 6 વર્ષનો હોય છે, જેમાં દર 2 વર્ષે એક-તૃતીયાંશ સભ્યો નિવૃત્ત થતા હોવાથી નિયમિત અંતરાલે આવી ચૂંટણીઓ યોજાતી હોય છે. હાલ દેશના ઉત્તરપ્રદેશ, બિહાર, મહારાષ્ટ્ર, કર્ણાટક, આંધ્રપ્રદેશ અને તેલંગાણા એમ માત્ર 6 જ રાજ્યોમાં વિધાન પરિષદ અસ્તિત્વમાં છે.

LATEST ARTICLES