જો તમે ઓછા બજેટમાં સુપરફાસ્ટ સ્પીડનો આનંદ લેવા માંગતા હોવ, તો Reliance Jio નો આ નવો રિચાર્જ પ્લાન તમારા માટે એકદમ કામનો છે. Jio નો ₹198 નો આ પ્રીપેડ પ્લાન કંપનીની ઓફિશિયલ એપ અને તમામ રિચાર્જ પ્લેટફોર્મ પર ઉપલબ્ધ થઈ ગયો છે. દેશમાં ₹200 થી ઓછી કિંમતમાં અનલિમિટેડ 5G આપનારો આ અત્યાર સુધીનો સૌથી સસ્તો વિકલ્પ બની ગયો છે, જે ટૂંકા ગાળાની જરૂરિયાતો માટે બેસ્ટ ઓપ્શન છે.
આ રિચાર્જ પ્લાનમાં કુલ 14 દિવસની વેલિડિટી મળે છે. જો તમારા વિસ્તારમાં Jio True 5G ઉપલબ્ધ હોય, તો તમને વગર કોઈ ટેન્શને અનલિમિટેડ 5G ડેટાનો લાભ મળે છે. વળી, જો તમે 4G નેટવર્ક વાપરતા હોવ તો દરરોજ 2GB ડેટા મળે છે અને લિમિટ પૂરી થયા પછી સ્પીડ ઘટીને 64 kbps થઈ જાય છે. આ સિવાય કોઈપણ નેટવર્ક પર અનલિમિટેડ વોઇસ કોલિંગ અને દરરોજ 100 SMS ની સુવિધા પણ આમાં સામેલ છે. જો ડેટા ઓછો પડે તો ગ્રાહકો ₹61 નું ડેટા બૂસ્ટર પેક પણ લઈ શકે છે જેમાં વધારાનો 6GB ડેટા મળે છે.
આ પ્લાનનો દૈનિક ખર્ચ આશરે ₹14.14 જેટલો પડે છે. જો ટૂંકી મુસાફરી પર જવાનું હોય અથવા 5G બેકઅપ SIM માટે સસ્તો ઓપ્શન જોઈતો હોય, તો આ પ્લાન ઉત્તમ છે. હાલમાં એરટેલ અને Vi ની સરખામણીમાં ટૂંકા ગાળાની વેલિડિટી સાથે અનલિમિટેડ 5G આપવાની બાબતમાં Jio આગળ નીકળી ગયું છે. જો કે, આનો લાભ લેવા માટે તમારી પાસે 5G-સક્ષમ સ્માર્ટફોન હોવો જરૂરી છે. રિચાર્જ કરતાં પહેલાં તમારી એપમાં પ્લાનની ઉપલબ્ધતા ચોક્કસ તપાસી લેવી.
