JAMNAGAR 361005 GUJARAT, INDIA
મુખ્ય પાના પર પાછા જાઓ
JAMNAGAR MIRROR
સમાજ

રાજકોટમાં ચારણ સમાજનો ૩૧મો સમૂહ લગ્ન મહોત્સવ યોજાશે, ફોર્મ વિતરણ શરૂ

Oct 27, 2026 | 16:31 | By JAMNAGAR MIRROR
ચારણ ગઢવી સમાજ સેવા ટ્રસ્ટ દ્વારા આગામી ૧૧ ફેબ્રુઆરી 2027ના રોજ રાજકોટમાં ભવ્ય સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવ્યું છે. આ માટે તા. 13 નવેમ્બરથી ફોર્મ વિતરણ શરૂ થઈ ગયું છે, જેમાં ઈચ્છુક પરિવારોએ જરૂરી ડોક્યુમેન્ટ્સ સાથે રાખવાના રહેશે.

રાજકોટ ખાતે ચારણ (ગઢવી) સમાજ સેવા ટ્રસ્ટ દ્વારા આગામી સમયમાં એક ઉત્તમ સામાજિક પહેલ કરવા જઈ રહી છે. સમાજના જરૂરિયાતમંદ પરિવારોને મદદરૂપ થવા અને લગ્નનો ખર્ચ હળવો કરવાના હેતુથી તા. 11-2-2027ના ગુરુવારે ૩૧મો સમૂહ લગ્ન મહોત્સવ યોજાવાનું નક્કી કરવામાં આવ્યું છે. આ ભવ્ય આયોજનને સફળ બનાવવા માટે ટ્રસ્ટ દ્વારા અત્યારથી જ તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે અને લગ્નેચ્છુક યુવક-યુવતીઓ માટે ફોર્મ વિતરણની પ્રક્રિયાનો આરંભ કરવામાં આવ્યો છે.

આ સમૂહ લગ્ન માટેના ફોર્મ તા. 13/11થી તા. 23/11 સુધી રાજકોટના આનંદનગર મેઈન રોડ પર આવેલ ગાયત્રી મંદિરના બગીચા સામે સોનલ કૃપા ખાતે સ્થિત ટ્રસ્ટની કાર્યાલય પરથી મળી રહેશે. ફોર્મ મેળવવા માટેનો સમય તા. 13 અને 14 ના રોજ સવારે 9 થી સાંજના 7 વાગ્યા સુધીનો રહેશે, જ્યારે બાકીના દિવસોમાં દરરોજ સાંજે 5 થી 8 વાગ્યા સુધી ફોર્મ આપવામાં આવશે. ફોર્મ ભરતી વખતે વાલીઓએ સંતાનના પાસપોર્ટ સાઈઝના 2-2 ફોટા, સ્કૂલ લિવિંગ સર્ટિફિકેટ અથવા જન્મ તારીખનો દાખલો, આધાર કાર્ડ તેમજ રેશન કાર્ડની ઓરિજિનલ અને ઝેરોક્ષ કોપી ફરજિયાત સાથે રાખવાની રહેશે.

આ સમગ્ર આયોજન અંગે વધુ માહિતી મેળવવા અથવા નોંધણી બાબતે કોઈ પણ પ્રશ્ન હોય તો ચેરમેન આલાભાઈ ભૂવા દ્વારા ટ્રસ્ટના હોદ્દેદારોનો સંપર્ક કરવા જણાવ્યું છે. જેમાં મંત્રી દિલીપભાઈ બળદાના મોબાઈલ નંબર 9824459494, સહમંત્રી જયદેવભાઈ ઘાઘણિયાના નંબર 9924524674 અથવા ખજાનચી હિતેષભાઈ ભારૈય લાંબાના નંબર 9824581045 પર સંપર્ક કરી શકાશે. સમાજના આ ધાર્મિક અને સામાજિક મહોત્સવમાં વધુમાં વધુ પરિવારો જોડાઈને લાભ લે તેવી અપેક્ષા સેવવામાં આવી રહી છે.

LATEST ARTICLES