ગુજરાતમાં સ્વચ્છતાનું સ્તર ઊંચું લાવવા અને કચરાના નિકાલની વ્યવસ્થાને વધુ પાયા
ગાંધીનગરમાં યોજાયેલી પત્રકાર પરિષદમાં શહેરી વિકાસ વિભાગનાં સચિવ રેમ્યા મોહને આ બાબતની વિગતવાર માહિતી આપતા જણાવ્યું હતું કે, આ નિયમોના અસરકારક અમલ માટે સ્થાનિક સ્વરાજની સંસ્થાઓના ચૂંટાયેલા પ્રતિનિધિઓ, વહીવટી તંત્ર અને નાગરિકોને સાથે મળીને કામ કરવાનું રહેશે. આ વ્યવસ્થા હેઠળ હવે નાગરિકોના ઘરેથી જ સૂકા, ભીના અને અન્ય એમ કુલ 4 પ્રકારના કચરાનું અલગ-અલગ કલેક્શન કરવામાં આવશે. આ નિયમોના મોનિટરિંગ માટે જિલ્લા કક્ષાએ કલેક્ટરના વડપણ હેઠળ સ્પેશિયલ સેલની રચના કરવામાં આવી છે, જ્યારે નિયમોનો ભંગ કરનાર સામે સ્થાનિક સંસ્થાઓ ઠરાવ કરીને દંડાત્મક કાર્યવાહી પણ કરી શકશે. ચૂંટાયેલા નેતાઓને લીડ ફેસિલિટેટર તરીકેની મહત્વની જવાબદારી સોંપીને અધિકારીઓ અને સ્ટાફને ખાસ તાલીમ પણ આપવામાં આવી છે.
શહેરી વિકાસ વિભાગના અગ્ર સચિવ એમ. થેન્નારસને જણાવ્યું હતું કે, સ્વચ્છતા અભિયાનમાં હાલ ગુજરાત દેશભરમાં 3જા ક્રમે છે અને અમારો સ્પષ્ટ સંકલ્પ રાજ્યને 1લા ક્રમે પહોંચાડવાનો છે. સરકારે દાવો કર્યો છે કે સ્વચ્છતા સંબંધિત 99 ટકા ફરિયાદોનો સમયમર્યાદામાં નિકાલ કરવામાં આવ્યો છે અને વોટ્સએપ હેલ્પલાઇન દ્વારા મળતી ફરિયાદોનું માત્ર 24 કલાકમાં નિરાકરણ લાવવાની સરાહનીય કામગીરી પણ ચાલી રહી છે. કચરા વ્યવસ્થાપન અંગે લોકોમાં જાગૃતિ લાવવા વિશેષ અભિયાન ચલાવાશે, જેથી આપણું ગુજરાત વધુ સ્વચ્છ અને સુંદર બની શકે.
