JAMNAGAR 361005 GUJARAT, INDIA
મુખ્ય પાના પર પાછા જાઓ
JAMNAGAR MIRROR
ક્રાઈમ

શાપર-વેરાવળમાં ખાખીને શરમજનક કારનામું, ત્યક્તાને લગ્નની લાલચ આપી જમાદારે ગુજાર્યું દુષ્કર્મ

Oct 27, 2026 | 15:15 | By JAMNAGAR MIRROR
શાપર-વેરાવળમાં ખાખીને શરમજનક કારનામું, ત્યક્તાને લગ્નની લાલચ આપી જમાદારે ગુજાર્યું દુષ્કર્મ
રાજકોટ જિલ્લાના શાપર-વેરાવળ પોલીસ મથકમાં ફરજ બજાવતા હાર્દિક કેરાણિયા નામના જમાદાર સામે ત્યક્તા મહિલાએ દુષ્કર્મની ગંભીર ફરિયાદ નોંધાવી છે. છ માસ પૂર્વે કોઈ કેસના સિલસિલામાં પોલીસ મથકે આવેલી મહિલા સાથે પરિચય વધારીને આરોપીએ લગ્નની લાલચ આપી અવાર-નવાર શારીરિક શોષણ કર્યું હતું અને બાદમાં લગ્ન કરવાનો ઈનકાર કરી દીધો હતો. આ મામલે પોલીસ વિભાગમાં ભારે ચકચાર મચી જવા પામી છે અને તપાસ હવે ઉચ્ચ અધિકારીને સોંપવામાં આવી છે.

રાજકોટ જિલ્લાના શાપર-વેરાવળ પોલીસ મથકમાં ફરજ બજાવતા એક પોલીસ જમાદારની નીચ હરકતે સમગ્ર ખાખી વર્દીને શરમમાં મૂકી દીધી છે. શાપર પોલીસ મથકમાં જમાદાર તરીકે નોકરી કરતા હાર્દિક કેરાણિયા નામના શખ્સ સામે એક ત્યક્તા મહિલાએ લગ્નની લાલચ આપીને દુષ્કર્મ ગુજાર્યાની ગંભીર ફરિયાદ નોંધાવી છે. અંદાજે 6 મહિના પહેલાં કોઈ કેસ બાબતે આ મહિલા પોલીસ મથકે આવી હતી, જ્યાં તેની મુલાકાત જમાદાર સાથે થઈ હતી. આ સામાન્ય પરિચય ધીમે-ધીમે આગળ વધ્યો અને આરોપી જમાદારે મહિલાનો વિશ્વાસ જીતીને તેને લગ્નની જાળમાં ફસાવી લીધી હતી.

મળતી વિગતો મુજબ, આરોપી જમાદાર હાર્દિક કેરાણિયા મૂળ જસદણના માધવીપુર ગામનો વતની છે અને તેના અગાઉ છૂટાછેડા થઈ ગયા છે, જ્યારે ફરિયાદ નોંધાવનાર મહિલાના પણ અગાઉ છૂટાછેડા થયેલા છે. એક તરફી મિત્રતાનો ગેરલાભ ઉઠાવીને આરોપીએ મહિલાને લગ્નનું આશ્વાસન આપ્યું હતું અને જુદા-જુદા સ્થળો તેમજ પોતાની અંગત કારમાં અવાર-નવાર શારીરિક સંબંધ બાંધ્યા હતા. લાંબા સમય સુધી આ શારીરિક શોષણ ચાલ્યા બાદ જ્યારે મહિલાએ લગ્ન કરવાનું દબાણ કર્યું, ત્યારે જમાદારે સ્પષ્ટ શબ્દોમાં લગ્ન કરવાનો ઇનકાર કરી દીધો હતો. પોતાની સાથે છેતરપિંડી થઈ હોવાનું સમજાતા પીડિત મહિલાએ હિંમત દાખવીને આખરે પોલીસ મથકનો દરવાજો ખટખટાવ્યો હતો અને ન્યાયની ગુહાર લગાવી હતી.

મહિલાની ફરિયાદના આધારે પોલીસે તાત્કાલિક ધોરણે આરોપી જમાદાર સામે ગુનો નોંધીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. એક જવાબદાર પોલીસ કર્મચારી દ્વારા જ કાયદાના ધજાગરા ઉડાડીને આ પ્રકારનું જગધન્ય કૃત્ય આચરવામાં આવતા સ્થાનિક પોલીસ બેડામાં ભારે ચર્ચા અને આશ્ચર્ય ફેલાઈ ગયું છે. આ કેસમાં આરોપી ખુદ પોલીસ ખાતાનો જ કર્મચારી હોવાથી તપાસમાં કોઈ પક્ષપાત ન થાય તે માટે આ ગંભીર કેસની તપાસ હવે ડીવાયએસપી કક્ષાના ઉચ્ચ પોલીસ અધિકારીને સોંપવામાં આવી છે, જેઓ આ મામલે ઊંડાણપૂર્વક તપાસ કરીને તમામ પુરાવા એકત્ર કરી રહ્યા છે.

LATEST ARTICLES