સર્બિયાની રાજધાની બેલગ્રેડ સહિતના શહેરોમાં હાલ દિવાળી જેવો માહોલ જોવા મળી રહ્યો છે કારણ કે વિદ્યાર્થીઓ અને યુવાનોના સમર્થનથી લડાયેલી ચૂંટણીમાં સત્તાધારી પાર્ટીનો રકાસ થયો છે. બેલગ્રેડના મુખ્ય ચોકોમાં ભીડ ઉમટી છે, ગાડીઓ પર સર્બિયાના ઝંડા લહેરાવાયા છે અને ફટાકડા ફોડીને લોકો આતિહાસિક જીતની ઉજવણી કરી રહ્યા છે. આ મોટા રાજકીય પરિવર્તનની શરૂઆત વર્ષ 2024માં નોવી સાડ રેલવે સ્ટેશન પર બનેલી દુર્ઘટનાથી થઈ હતી, જ્યાં રૂફ કોલેપ્સ થવાને કારણે 16 લોકોના મોત થયા હતા. આ દુર્ઘટના પાછળ વ્યાપક કર્પ્શન અને ભ્રષ્ટાચાર જવાબદાર હોવાનું માનીને ગુસ્સે ભરાયેલા યુવાનોએ દેશભરમાં વિરોધ પ્રદર્શન શરૂ કર્યા હતા, જે હવે ચૂંટણીના મેદાનમાં શાનદાર વિજયમાં ફેરવાયા છે.
કોઈપણ પ્રકારના એક મુખ્ય નેતા કે મોટા પદાધિકારી વગર શરૂ થયેલા આ વિદ્યાર્થી આંદોલને દેશભરમાંથી જબરદસ્ત સપોર્ટ મેળવ્યો અને ચૂંટણીમાં એકેડેમિક્સ, લોયર્સ, ડોક્ટર્સ, ફાર્મર્સ અને એક્ટર્સ સહિત કુલ 250 કેન્ડિડેટ્સ મેદાનમાં ઉતાર્યા હતા. આ યુવાનોનો મુખ્ય એજન્ડા કર્ર્પ્શન વિરોધી પગલાં, જ્યુડિશિયલ રિફોર્મ અને પબ્લિક ઇન્સ્ટિટ્યુશન્સને મજબૂત કરવાનો છે. ચૂંટણીના પરિણામો આવ્યા બાદ સર્બિયાના બંધારણ મુજબ નવી સરકાર બનાવવા માટે 250 કેન્ડિડેટ્સ પાસે 90 દિવસનો સમય છે. જોકે, તેમની સામે વર્ષના અંતનું બજેટ પાસ કરવું, પબ્લિક અને પ્રાઇવેટ ડેબ્ટ પર કાબૂ મેળવવો, પોલીસ અને ઇન્ટેલિજન્સ સર્વિસમાં રિફોર્મ કરવા તેમજ સપ્ટેમ્બર મહિનામાં વધીને 4.1 ટકા થયેલા ઇન્ફ્લેશનને કંટ્રોલ કરવા જેવા ગંભીર પડકારો મોઢા
આગામી સમયમાં આ નવા નેતૃત્વ માટે વિદેશ નીતિ અને આંતરિક વિરોધનો સામનો કરવો પણ આસાન નહીં રહે. એક તરફ પૂર્વ સત્તાધારી પાર્ટી પક્ષ મજબૂત ઓપોઝિશન તરીકે ઊભી છે, તો બીજી તરફ કોસોવોની સ્વતંત્રતાને માન્યતા ન આપવી, રશિયા પર સેન્ક્શન ન લગાવવા અને યુરોપિયન યુનિયન સાથેના અટવાયેલા સંબંધો સુધારવા જેવા મુદ્દે પણ સંતુલન જાળવવું પડશે. યુવાનોની આ ટીમે રિટેલ મોનોપોલી ખતમ કરીને ફૂડ પ્રાઇસ ઘટાડવા, લોઅર ઇન્કમ ગ્રુપને ટેક્સ રિલીફ આપવા અને સસ્તી દવાઓ પૂરી પાડવાના વાયદા પણ કર્યા છે. હવે જોવાનું એ રહેશે કે ભ્રષ્ટાચાર વિરુદ્ધ રસ્તા પર ઉતરેલા આ યુવાનો સરકાર ચલાવવામાં કેટલા સફળ સાબિત થાય છે.
