JAMNAGAR 361005 GUJARAT, INDIA
મુખ્ય પાના પર પાછા જાઓ
JAMNAGAR MIRROR
બિઝનેસ

ટાટા ગ્રૂપની કંપની ટ્રેન્ટે બ્રિટિશ કોફી ચેઇન કેફે નેરો સાથે કરી ડીલ

Oct 27, 2026 | 13:20 | By JAMNAGAR MIRROR
ટાટા ગ્રૂપની કંપની ટ્રેન્ટે બ્રિટિશ કોફી ચેઇન કેફે નેરો સાથે કરી ડીલ
સ્ટારબક્સ સાથે વાતચીત ફેલ થયા બાદ ટ્રેન્ટે પોતાના વેસ્ટસાઇડ અને ઝુડિયો સ્ટોર્સમાં કેફે નેરો શરૂ કરવા માટે લાયસન્સ એગ્રીમેન્ટ કર્યો છે. આ ભાગીદારીથી રિટેલ માર્કેટમાં ગ્રાહકોને નવો અનુભવ મળશે.

મુંબઈ સ્થિત ટાટા ગ્રૂપની રિટેલ કંપની ટ્રેન્ટે બ્રિટિશ કોફી ચેઇન કેફે નેરો સાથે એક મહત્ત્વપૂર્ણ લાયસન્સ એગ્રીમેન્ટ કર્યો છે. આ સમજૂતી હેઠળ હવે ટ્રેન્ટ પોતાના જાણીતા વેસ્ટસાઇડ અને ઝુડિયો સ્ટોર્સની અંદર જ કેફે નેરો શરૂ કરશે. રસપ્રદ વાત એ છે કે ટાટા ગ્રૂપનું પહેલેથી જ સ્ટારબક્સ સાથે જોઈન્ટ વેન્ચર ચાલી રહ્યું છે, છતાં કંપનીએ આ નવું પગલું ભર્યું છે. આ ડીલ થવાથી શોપિંગ કરવા આવતા ગ્રાહકોને શોપિંગની સાથે જ શાનદાર કોફીનો આનંદ માણવાની તક મળશે, જે આજકાલ ગ્લોબલ રિટેલ માર્કેટમાં એક મોટો ટ્રેન્ડ બની ગયો છે.

અગાઉ ટ્રેન્ટ અને ટાટા સ્ટારબક્સ વચ્ચે પણ આવી જ કોઈ વ્યવસ્થા માટે ચર્ચા ચાલી રહી હતી, પરંતુ સ્ટોર્સની સાઇઝ, લોકેશન અને ડિઝાઇન બાબતે સહમતિ ન સધળાવાથી વાતચીતમાં ભંગાણ પડ્યું હતું. સ્ટારબક્સની ઈચ્છા ટ્રેન્ટના સ્ટોર્સમાં ફ્રન્ટ-ફેસિંગ અને અગ્રણી જગ્યા મેળવવાની હતી, જેના માટે ટ્રેન્ટ તૈયાર નહોતું. આ મતભેદોને કારણે ટાટા ગ્રૂપના વેટરન હરીશ ભટે તાજેતરમાં જ સંભવિત હિતોના ટકરાવને ટાળવા માટે ટ્રેન્ટના બોર્ડમાંથી રાજીનામું આપી દીધું હતું. આ બાબતે હાલમાં કોમર્શિયલ શરતો, રોલઆઉટ શિડ્યુલ અને કેટલા કેફે ખૂલશે તેની સત્તાવાર આંકડાકીય વિગતો બહાર આવી નથી અને બંને કંપનીઓ તરફથી આ અંગે કોઈ ટિપ્પણી કરવામાં આવી નથી.

ભારતમાં વધી રહેલા રિયલ એસ્ટેટના ઊંચા ખર્ચ વચ્ચે રિટેલર્સ માટે પ્રતિ સ્કવેર ફૂટ મહત્તમ રેવન્યુ મેળવવી ખૂબ જ જરૂરી બની ગઈ છે. આ ભાગીદારી દ્વારા ટ્રેન્ટે પોતાની કોઈ નવી કોફી બ્રાન્ડ વિકસાવ્યા વગર જ સીધી જ કેફે નેરો જેવી સ્પેશિયાલિસ્ટ બ્રાન્ડની એક્સેસ મળી ગઈ છે, જ્યારે લંડનમાં 1997માં સ્થપાયેલી કેફે નેરોને ભારતના મોટા પાયે ફેલાયેલા રિટેલ નેટવર્કનો સીધો ફાયદો મળશે. વેસ્ટસાઇડ અને ઝુડિયોના લાખો ગ્રાહકો હવે શોપિંગ દરમિયાન જ યુરોપિયન સ્ટાઈલની કોફીનો સ્વાદ માણી શકશે, જે ઓનલાઇન શોપિંગ સામે ફિઝિકલ સ્ટોર્સને ટક્કર આપવા માટે એક માસ્ટરસ્ટ્રોક સાબિત થઈ શકે છે.

LATEST ARTICLES