JAMNAGAR 361005 GUJARAT, INDIA
મુખ્ય પાના પર પાછા જાઓ
JAMNAGAR MIRROR
ક્રાઈમ

દિલ્હીમાં એરફોર્સ ઓફિસરના બંધ ઘરમાંથી લાખોની ચોરી, સોના-ચાંદીના દાગીના ઉડાવી ગયા ચોરો

Oct 27, 2026 | 00:50 | By JAMNAGAR MIRROR
દિલ્હીમાં એરફોર્સ ઓફિસરના બંધ ઘરમાંથી લાખોની ચોરી, સોના-ચાંદીના દાગીના ઉડાવી ગયા ચોરો
નોર્થ વેસ્ટ દિલ્હીના રોહિણી વિસ્તારમાં આવેલા એરફોર્સના વોરંટ ઓફિસરના ઘરમાંથી 40 લાખના દાગીનાની ચોરી થઈ છે. બપોરના સમયે ઘર ખાલી હોવાનો લાભ લઈને બે શખ્સો તાળા તોડીને અંદર ઘૂસ્યા હતા અને સોના-ચાંદીના દાગીના ચોરીને ફરાર થઈ ગયા હતા.

નોર્થ વેસ્ટ દિલ્હીના રોહિણી વિસ્તારમાં સુરક્ષાને લઈને મોટા સવાલો ઉભા કરતી એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. અહીંના સેક્ટર 24માં રહેતા અને રાજસ્થાનના જયપુરમાં પોસ્ટર્ડ ભારતીય એરફોર્સના વોરંટ ઓફિસર શામુ શિંદેના બંધ ઘરમાંથી અંદાજે 35 થી 40 લાખ રૂપિયાની કિંમતના સોના-ચાંદીના દાગીનાની ચોરી થઈ છે. આ ઘટના 7 ઓક્ટોબરના રોજ બપોરે બની હતી, જ્યારે ઓફિસરનો પરિવાર ઘરની બહાર હતો. બે મહિના પહેલા જ પોકેટ 14 વિસ્તારમાં આવેલા આ મકાનમાં શિંદે પરિવાર શિફ્ટ થયો હતો અને હવે આ મોટી ચોરીથી ભારે ચકચાર મચી ગઈ છે.

પોલીસ અને પીડિત ઓફિસરના જણાવ્યા અનુસાર, 7 ઓક્ટોબરના રોજ બપોરે આશરે 12.06 વાગ્યે બે શખ્સો સ્કૂટર પર આવ્યા હતા અને સીસીટીવી ફૂટેજમાં કેદ થયા હતા. આ બંને આરોપીઓએ પોતાના ચહેરા કાળા માસ્ક અને હેલ્મેટથી છુપાવ્યા હતા જેથી તેમની ઓળખ ન થઈ શકે. આરોપીઓએ ઘરનું તાળું કોઈ સાધનની મદદથી કાપી નાખ્યું હતું અને અંદર પ્રવેશ્યા હતા. ઘરની અંદર ગયા બાદ તેમણે કબાટ ફાંફ્યો હતો અને અંદર રાખેલા સોના-ચાંદીના દાગીના તેમજ 2000 થી 4000 રૂપિયાની રોકડ રકમ ચોરી લીધી હતી. ચોરી કર્યા બાદ આ બંને આરોપીઓ બપોરે આશરે 2.12 વાગ્યે ત્યાંથી ફરાર થઈ ગયા હોવાનું સીસીટીવીમાં જોવા મળ્યું છે. ઘટના સમયે ઓફિસરની બે દીકરીઓ બહાર હતી અને પત્ની કપડાં સીવડાવવા માટે નજીકમાં જ ગયા હતા.

આ મામલે બેગમપુર પોલીસ સ્ટેશન વિસ્તારમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે અને પોલીસે એફઆઈઆર નોંધીને તાત્કાલિક તપાસ શરૂ કરી દીધી છે. આરોપીઓને પકડવા માટે પોલીસની મલ્ટીપલ ટીમો બનાવી દેવામાં આવી છે અને આસપાસના વિસ્તારના સીસીટીવી ફૂટેજ સ્કેન કરવામાં આવી રહ્યા છે. જોકે, આરોપીઓએ ચહેરા ઢાંકેલા હોવાથી તેમની ઓળખ કરવી મુશ્કેલ બની છે, છતાં પોલીસ ટૂંક સમયમાં જ ચોરોને ઝડપી લેવાનો દાવો કરી રહી છે. સુરક્ષા દળોના અધિકારીના ઘરમાં જ આ પ્રકારે દિવસાડે લાખોની ચોરી થવાથી સ્થાનિક રહેવાસીઓમાં પણ ડરનો માહોલ જોવા મળી રહ્યો છે.

LATEST ARTICLES