પિેટન મેનિંગ દ્વારા બાળકોની હેલ્થકેર માટે શરૂ કરવામાં આવેલી લાંબી ચેરિટી સફર હવે એક યાદગાર માઇલસ્ટોન પર પહોંચી ગઇ છે, જ્યાં ઇન્ડિયાનાપોલિસના લુકાસ ઓઇલ સ્ટેડિયમ ખાતે 13 ફેબ્રુઆરી, 2026ના રોજ આખરી Celebration of Caring Galaનું આયોજન કરવામાં આવ્યું હતું. પૂર્વ NFL ક્વાર્ટરબેક પિેટન મેનિંગના નેતૃત્વમાં અને એસન્શન સેન્ટ વિન્સેન્ટ ફાઉન્ડેશન દ્વારા યોજાયેલી આ 18મી અને છેલ્લી ઇવેન્ટમાં 4.2 મિલિયન ડોલરથી વધુનું માતબર ફંડ એકત્ર થયું છે. વર્ષ 2008થી શરૂ થયેલી આ વાર્ષિક ઇવેન્ટના માધ્યમથી અત્યાર સુધીમાં કુલ મળીને લગભગ 24 મિલિયન ડોલરનું ફંડ બાળકોની હોસ્પિટલને મળી ચૂક્યું છે, જેનો ઉપયોગ હોસ્પિટલના પ્રોગ્રામ્સ, મોર્ડન મેડિકલ ટેક્નોલોજી અને બાળકોની સારવાર માટેની સગવડો વધારવા પાછળ થયો છે.
આ અંતિમ Galaનું મુખ્ય આકર્ષણ એ રહ્યું કે એકત્ર થયેલા ફંડમાંથી હોસ્પિટલમાં કિડનીની બિમારીથી પીડાતા બાળકો માટે એક નવું આઉટપેશન્ટ પિડિયાટ્રિક ડાયાલિસીસ યુનિટ શરૂ કરવામાં આવશે. ઇવેન્ટ દરમિયાન મેનિંગના મિત્ર અનીલ ભુસરીએ 18 વર્ષ પૂરા થવાની ખુશીમાં 1.8 મિલિયન ડોલરનું મેચિંગ ડોનેશન આપવાની જાહેરાત કરી હતી, જેના કારણે ફંડનો આંકડો 4.2 મિલિયન ડોલરને પાર પહોંચી ગયો હતો. આ ફંડિંગની મદદથી અગાઉ પણ પીઆઈયુ, નિયોનેટલ ઇન્ટેન્સિવ કેર યુનિટ અને કેર ફોર ટુમોરો કેમ્પેઈનને મજબૂતી મળી છે, જેનાથી નવજાત શિુઓથી લઈને ગંભીર બીમારી સામે લડતા બાળકોને અત્યાધુનિક મેડિકલ સહાય મળી રહી છે.
ભલે આ પ્રખ્યાત ગાલા ઇવેન્ટ હવે સમેટાઈ રહી છે, પરંતુ પિેટન મેનિંગનું હોસ્પિટલ અને બાળકોની સેવા પ્રત્યેનું સમર્પણ ક્યારેય ઓછું નહીં થાય. મેનિંગે સ્પષ્ટ કર્યું છે કે ઇવેન્ટ ભલે પૂરી થઈ હોય, પરંતુ હોસ્પિટલ અને ઇન્ડિયાનાપોલિસના પરિવારો સાથેનો તેમનો નાતો અને એમ્બેસેડર તરીકેની ભૂમિકા ભવિષ્યમાં પણ અકબંધ રહેશે. છેલ્લા 2 દાયકામાં આ ચેરિટી ઇવેન્ટે બાળકોની હેલ્થકેર સિસ્ટમમાં ક્રાંતિકારી બદલાવ લાવ્યા છે અને હવે આ ભંડોળના સહારે આગામી સમયમાં બાળકો અને તેમના પરિવારજનોને વધુ ઉત્તમ અને વિશિષ્ટ મેડિકલ સારવાર મળતી રહેશે.
