JAMNAGAR 361005 GUJARAT, INDIA
મુખ્ય પાના પર પાછા જાઓ
JAMNAGAR MIRROR
વાયરલ

મુઘલ કાળની 400 વર્ષ જૂની શિકારી કાર્પેટ ન્યૂયોર્કની ઓક્શનમાં કરોડોમાં વેચાશે

Oct 26, 2026 | 21:29 | By JAMNAGAR MIRROR
મુઘલ કાળની 400 વર્ષ જૂની શિકારી કાર્પેટ ન્યૂયોર્કની ઓક્શનમાં કરોડોમાં વેચાશે
ભારતમાં બનેલી આ ઐતિહાસિક મુઘલ કાર્પેટનો ઇતિહાસ અને કલા અદ્ભુત છે, જે ચાર્લ્સ યરકેસ અને એરિક મારિયા રિમાર્ક જેવા દિગ્ગજોના હાથમાંથી પસાર થઈને હવે સોથેબીઝની ઓક્શનમાં ધૂમ મચાવવા તૈયાર છે.

ભારતમાં બનેલી અને આશરે 400 વર્ષ જૂની મુઘલ કાળની ઐતિહાસિક શિકારી કાર્પેટ ફરી એકવાર દુનિયાભરમાં ચર્ચાનો વિષય બની છે. 17મી સદીની શરૂઆતની આ કાર્પેટ તેની અદ્ભુત કલાકારીગરી, શિકારી દ્રશ્યો અને ફૂલ-વેલાઓની ભાત માટે જાણીતી છે. આ ટેક્સટાઈલ માત્ર તેની ઉંમરના કારણે જ નહીં, પરંતુ તેના ભવ્ય ઇતિહાસ અને દુનિયાના દિગ્ગજ માલિકોના કારણે ખાસ છે. સોથેબીઝના ન્યૂયોર્ક ખાતે યોજાનારા મેગ્નમ ઓપસ ઈવનિંગ ઓક્શનમાં તેને લૉટ 43 તરીકે સામેલ કરવામાં આવી છે, જેને લઈને કલેક્ટર્સમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે.

આ કાર્પેટનું કદ આશરે 473 સેમી બાય 200 સેમી એટલે કે 15 ફૂટ 6 ઇંચ બાય 6 ફૂટ 7 ઇંચ છે, જેને કોટન બેઝ પર વૂલન પાઈલથી વણવામાં આવી છે. આના વાઈન-રેડ બેકગ્રાઉન્ડ પર વાઘ દ્વારા ઝેબુ બુલ પર હુમલો, દીપડા દ્વારા હરણનો શિકાર અને બોર્ડર પર સિંહો દ્વારા શિકારના દ્રશ્યો અતિ આકર્ષક રીતે દર્શાવવામાં આવ્યા છે. ઇતિહાસમાં આ કાર્પેટ અમેરિકન ફાઇનાન્સર ચાર્લ્સ ટી. યરકેસ, જર્મન નોવેલિટ એરિક મારિયા રિમાર્ક અને જાણીતા થાયસેન-બોર્નેમિસ્ઝા પરિવારના હાથમાંથી પસાર થઈ ચૂકી છે. અગાઉ 2013માં લંડનમાં આ કાર્પેટ બ્રિટિશ પાઉન્ડ 314,500માં વેચાઈ હતી, અને હવે 21 ઓક્ટોબર, 2026ના રોજ યોજાનારી આ ઓક્શનમાં તેની અંદાજિત કિંમત 250,000 થી 350,000 સુધી મૂકવામાં આવી છે.

સદીઓ પહેલાં ભારતીય કારીગરો દ્વારા કોર્ટ ડિઝાઈન વર્કશોપમાં તૈયાર કરાયેલી આ માસ્ટરપીસની સફર અત્યંત રોમાંચક રહી છે. ચાર્લ્સ યરકેસના 1910ના કલેક્શનથી લઈને સ્વિટ્ઝર્લૅન્ડ અને લંડનની ગેલેરીઓમાંથી પ્રવાસ કરતી આ કાર્પેટ 1986માં થાયસેન કલેક્શનનો હિસ્સો બની હતી. સમયની સાથે તેમાં થોડા રિપેરો અને ઘસારો જોવા મળ્યો છે, છતાં તેની મૂળ સુંદરતા અને ઐતિહાસિક મૂલ્ય જળવાઈ રહ્યું છે. ભારતની આ કલાત્મક ધરોહરનું ફરી એકવાર આંતરરાષ્ટ્રીય સ્તરે ઓક્શનમાં પરત ફરવું એ કલેક્ટર્સ અને કલા પ્રેમીઓ માટે એક ગર્વની ક્ષણ સમાન છે.

LATEST ARTICLES