દેશમાં વિકાસના કામો પૂરઝડપે ચાલી રહ્યા છે, પણ બીજી બાજુ સરકારી તિજોરી પર બોજ પણ એટલો જ વધી રહ્યો છે. તાજેતરના એક સરકારી રિપોર્ટ પર નજર કરીએ તો દેશભરમાં ચાલી રહેલા મોટા ઈન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટ્સમાં અંદાજે 3,21,976 કરોડ રૂપિયાનો તોતિંગ ઓવરરન (વધારાનો ખર્ચ) જોવા મળ્યો છે. 17 અલગ-અલગ મંત્રાલયો હેઠળ ચાલી રહેલા 150 કરોડ કે તેથી વધુ રકમવાળા અંદાજે 1853 પ્રોજેક્ટ્સનું મોનિટરિંગ કરવામાં આવ્યું હતું, જેમાં આ ચોંકાવનારો આંકડો સામે આવ્યો છે. આ તમામ ચાલુ પ્રોજેક્ટ્સની કુલ અંદાજિત કિંમત હવે વધીને સીધી 37,55,803 કરોડ રૂપિયા પર પહોંચી ગઈ છે.
આ બધામાં ખાસ વાત એ છે કે રોડ ટ્રાન્સપોર્ટ એન્ડ હાઈવે મંત્રાલય એવું છે જેના હેઠળ સૌથી વધુ ઓનગોઈંગ પ્રોજેક્ટ્સ ચાલી રહ્યા છે અને તેની પાછળનો ખર્ચ પણ સૌથી વધુ છે. મોંઘવારી, મોડું કામ પૂરું થવું અને અન્ય કારણોસર પ્રોજેક્ટ્સના બજેટમાં આ જંગી વધારો થયો છે. જોકે, રાહતની વાત એ છે કે આટલા મોટા આંકડાઓ વચ્ચે પણ પ્રોજેક્ટ્સની પ્રગતિ અટકી નથી. અત્યાર સુધીમાં કુલ પ્રોજેક્ટ કોસ્ટના આશરે 47.21 ટકા જેટલી રકમ ખર્ચાઈ ચૂકી છે, જે બતાવે છે કે જમીન પર કામ સાતત્યપૂર્ણ રીતે આગળ વધી રહ્યું છે.
આજે ગ્લોબલ ઈકોનોમીથી લઈને માર્કેટમાં શું ચાલી રહ્યું છે તેની ચર્ચાએ જોર પકડ્યું છે. ક્રૂડ ઓઈલની અસ્થિરતા આગામી સમયમાં મોટી મુશ્કેલી બનશે કે કેમ અને શું ભારત કે દુનિયાનું માર્કેટ તેના માટે તૈયાર છે તે મોટો સવાલ છે. બીજી તરફ, બિઝનેસ જગતમાં કંપનીઓની અંદરની કહાનીઓ પણ રસપ્રદ છે. જેમ કે, મોટું વેલ્થ ક્રીએટર ગણાતી ડિવિસ લેબ પાછળનો અસલી બિઝનેસ શું છે તેની ચર્ચા બિઝનેસ સર્કિટમાં ખાસ ચાલી રહી છે. આ ઉપરાંત, ગ્લોબલ માર્કેટની ચાલ નક્કી કરવામાં બોન્ડ યીલ્ડ અને સીડીએસ જેવા શબ્દોની ભૂમિકા શું રહેવાની છે અને માછલી ઉછેર જેવા વિચિત્ર બિઝનેસોની દુનિયા કેવી છે, તે તમામ બાબતો હાલ ઈકોનોમીના કેન્દ્રમાં છે.
