JAMNAGAR 361005 GUJARAT, INDIA
મુખ્ય પાના પર પાછા જાઓ
JAMNAGAR MIRROR
મનોરંજન

સલમાન ખાનની ફિલ્મ ‘માતૃભૂમિ’ પર સંકટના વાદળો, સંરક્ષણ મંત્રાલયની NOC હજુ બાકી

Oct 26, 2026 | 21:40 | By JAMNAGAR MIRROR
સલમાન ખાનની ફિલ્મ ‘માતૃભૂમિ’ પર સંકટના વાદળો, સંરક્ષણ મંત્રાલયની NOC હજુ બાકી
બોલિવૂડ સુપરસ્ટાર સલમાન ખાનની મોસ્ટ અવેટેડ ફિલ્મ ‘માતૃભૂમિ: મે વોર રેસ્ટ ઇન પીસ’ રિલીઝ પહેલા જ મુશ્કેલીમાં મુકાઈ છે. ગલવાન ઘાટીના સંઘર્ષ પર બનેલી આ ફિલ્મને હજુ સુધી સંરક્ષણ મંત્રાલય તરફથી NOC નથી મળી, જેના કારણે નિર્માતાઓ સેન્સર બોર્ડમાં પણ જઈ શકતા નથી.

બોલિવૂડના દબંગ સ્ટાર સલમાન ખાનના ફેન્સ તેમની ફિલ્મોની આતુરતાથી રાહ જોતા હોય છે, પરંતુ હાલમાં તેમના માટે થોડી ચિંતાજનક ખબર સામે આવી રહી છે. સલમાનની આગામી ફિલ્મ ‘માતૃભૂમિ: મે વોર રેસ્ટ ઇન પીસ’ સિનેમાઘરોમાં આવે તે પહેલા જ કાનૂની અને પ્રશાસનિક મુશ્કેલીઓમાં ઘેરાયેલી જોવા મળી રહી છે. ભારત અને ચીન વચ્ચે ગલવાન ઘાટીમાં થયેલી હિંસક ઝડપ અને આપણા વીર જવાનોના બલિદાન પર આધારિત આ ફિલ્મનું ભવિષ્ય હાલમાં અનિશ્ચિતતાના ઘેરા ટાપૂમાં છે, કારણ કે ફિલ્મને હજુ સુધી સરકારી મંજૂરી મળી નથી.

મૂળ વાત કરીએ તો, સેના કે સંરક્ષણ ક્ષેત્ર સાથે જોડાયેલી કોઈપણ ફિલ્મ, ડોક્યુમેન્ટ્રી કે વેબ સિરીઝ માટે સરકારની વિશેષ મંજૂરી લેવી અનિવાર્ય હોય છે. આ નિયમ હેઠળ જ સલમાનની આ ફિલ્મને વર્ષ 2026ના મધ્યમાં પહેલીવાર સંરક્ષણ મંત્રાલય સમક્ષ સ્પેશિયલ સ્ક્રીનિંગમાં બતાવવામાં આવી હતી. ત્યારબાદ ઓક્ટોબરની શરૂઆતમાં મંત્રાલય સમક્ષ ફિલ્મનું બીજું સ્ક્રીનિંગ પણ યોજાઈ ચૂક્યું છે. જો કે, આટલો સમય વીતી જવા છતાં મંત્રાલય તરફથી નો ઓબ્જેક્શન સર્ટિફિકેટ એટલે કે NOC આપવામાં આવી નથી. નિયમ એવો છે કે જ્યાં સુધી મેકર્સીસને આ NOC ન મળે, ત્યાં સુધી તેઓ સર્ટિફિકેશન માટે સેન્સર બોર્ડમાં અરજી સુદ્ધા કરી શકતા નથી.

અપૂર્વ લાખિયાના નિર્દેશનમાં બનેલી આ ફિલ્મમાં સલમાન ખાન ભારતીય સેનાના એક બહાદુર અધિકારીના રોલમાં નજર આવવાના છે. અગાઉ આ ફિલ્મનું નામ ‘બેટલ ઓફ ગલવાન’ નક્કી કરવામાં આવ્યું હતું, જેને પાછળથી બદલીને ‘માતૃભૂમિ’ કરવામાં આવ્યું. સોશિયલ મીડિયા પર પણ આ ફિલ્મને લઈને ચર્ચાઓ શરૂ થઈ ગઈ છે અને ફેન્સ તેમજ ક્રિટિક્સ સવાલ ઉઠાવી રહ્યા છે કે આટલી મોટી ફિલ્મનું ક્લિયરન્સ કેમ અટવાયું છે. હાલ તો સલમાનના ચાહકો અને ફિલ્મના મેકર્સ બંનેની નજર સંરક્ષણ મંત્રાલયના અંતિમ નિર્ણય પર ટકેલી છે કે ક્યારે લીલી ઝંડી મળે અને આ ફિલ્મ આગળ વધે.

LATEST ARTICLES