JAMNAGAR 361005 GUJARAT, INDIA
મુખ્ય પાના પર પાછા જાઓ
JAMNAGAR MIRROR
રાજકારણ

છોટાઉદેપુરના પાવી જેતપુર APMCમાં ભાજપનો દબદબો, ચૂંટણી વગર જ આખું બોર્ડ બિનહરીફ વિજયી

Oct 26, 2026 | 20:25 | By JAMNAGAR MIRROR
છોટાઉદેપુરના પાવી જેતપુર APMCમાં ભાજપનો દબદબો, ચૂંટણી વગર જ આખું બોર્ડ બિનહરીફ વિજયી
છોટાઉદેપુર જિલ્લાના પાવી જેતપુર APMCની ચૂંટણીમાં ભાજપે ઇતિહાસ રચ્યો છે. ફોર્મ ભરવાની મુદતમાં વિરોધ પક્ષ કે અપક્ષો દ્વારા એકપણ ફોર્મ ન ભરાતા તમામ બેઠકો પર ભાજપના ઉમેદવારો બિનહરીફ વિજયી જાહેર થયા છે અને સમગ્ર બોર્ડ પર કેસરિયો કબ્જો જમાવાયો છે.

છોટાઉદેપુર જિલ્લામાંથી રાજકારણને લઈને એક ખૂબ જ મોટા સમાચાર સામે આવ્યા છે, જ્યાં પાવી જેતપુર APMCની ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીએ એકતરફી દબદબો બનાવીને ઇતિહાસ રચ્યો છે. પરિસ્થિતિ એવી બની કે અહીં મતદાન કે ચૂંટણી યોજવાની જરૂર જ ન પડી અને તે પહેલા જ ભાજપે સમગ્ર બોર્ડ પર પોતાનો કબ્જો જમાવી લીધો છે. પાવી જેતપુર APMCની તમામ બેઠકો પર ભાજપના ઉમેદવારો બિનહરીફ વિજયી જાહેર થતાં જ પક્ષના સમર્થકો અને કાર્યકરોમાં ભારે ઉત્સાહ તેમજ ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે.

ચૂંટણી પંચના જાહેર થયેલા કાર્યક્રમ મુજબ ફોર્મ ભરવાની પ્રક્રિયા શરૂ થઈ હતી, પરંતુ આશ્ચર્યજનક રીતે વિરોધ પક્ષ કે અન્ય કોઈ અપક્ષ ઉમેદવાર દ્વારા એકપણ ફોર્મ ભરવામાં આવ્યું નહોતું. જેના કારણે આ ચૂંટણીના સમીકરણો શરૂઆતથી જ એકતરફી બની ગયા હતા. પાર્ટીના સત્તાવાર મેન્ડેટ મુજબ જ ભાજપના ઉમેદવારોએ પોતાની ઉમેદવારી નોંધાવી હતી અને સામેના પક્ષે કે મેદાનમાં કોઈ જ હરીફ ઉમેદવાર ન હોવાના કારણે ચૂંટણી અધિકારી દ્વારા તમામ બેઠકોને બિનહરીફ જાહેર કરી દેવામાં આવી હતી.

પાવી જેતપુર APMCની જુદી-જુદી તમામ શ્રેણીઓમાં ભાજપના નેતૃત્વ હેઠળના ઉમેદવારોની વરણી કરવામાં આવી છે. જેમાં ખેડૂત વિભાગમાંથી પટેલ મયુરભાઈ મુકેશભાઈ અને રાઠવા બલસિંગભાઈ દેસીંગભાઈ સહિતના આગેવાનોએ બાજી મારી છે. આ ઉપરાંત વેપાર વિભાગમાંથી શાહ સારનીકકુમાર અંજકુમાર અને અન્ય સભ્યો તથા સંઘ વિભાગમાંથી પટેલ પ્રિયાબેન મયુરભાઈ પણ બિનહરીફ ચૂંટાઈ આવ્યા છે. આમ, તમામ વિભાગોમાં ભાજપના ઉમેદવારોની જીત પાકી થતાં સ્થાનિક રાજકારણમાં હાલ આની જ ચર્ચાઓું ગરમ છે.

LATEST ARTICLES