દુનિયાભરમાં ચર્ચામાં રહેતા બ્રિટિશ શાહી પરિવારના ડચેસ ઓફ સસેક્સ એટલે કે મેઘન માર્કલની મુશ્કેલીઓમાં સતત વધારો થઈ રહ્યો છે. છેલ્લા ઘણા સમયથી મેઘન અને તેના પિતા થોમસ માર્કલ વચ્ચેના સંબંધોમાં ભારે કડવાશ ચાલી રહી છે. વર્ષ 2018 થી જ પિતા અને પુત્રી વચ્ચે કોઈ વાતચીત નથી અને બંને એકબીજાથી તદ્દન અલગ રહે છે. આ દરમિયાન હવે એક ચોંકાવનારા સમાચાર સામે આવ્યા છે કે 82 વર્ષના થોમસ માર્કલના પુત્રએ પોલીસને 4 મોટા બોક્સ સોંપ્યા છે, જેને 'અબ્યુઝ મટીરિયલ' તરીકે ગણાવવામાં આવી રહ્યા છે.
આ સમગ્ર મામલો ત્યારે વધુ ગરમાયો જ્યારે થોમસ માર્કલના ઘરેથી આ પ્રકારની શંકાસ્પદ સામગ્રી મળી આવી. પોલીસને સોંપવામાં આવેલા આ આખા ડોસિયરમાં અંદાજે 80 જેટલી વસ્તુઓ સામેલ છે. જેમાં કેટલાક વિવાદાસ્પદ વીડિયો, ફોટોગ્રાફ્સ અને બોલ્ડ મેગેઝિન પણ મળી આવ્યા હોવાનું સામે આવ્યું છે. આ અચાનક બનેલી ઘટનાથી સેલેબ્રિટી વર્તુળોમાં અને સોશિયલ મીડિયા પર ભારે હલચલ મચી ગઈ છે. લોકો એ જાણવા માટે ઉત્સુક છે કે આખરે આ સામગ્રી પાછળનું સત્ય શું છે અને તે મેઘન માર્કલના જીવન પર શું અસર કરશે.
મેઘન માર્કલ અને તેના પિતા થોમસ માર્કલ વચ્ચેનો સંબંધ હંમેશા વિવાદોથી ઘેરાયેલો રહ્યો છે. લગ્ન વખતથી જ શરૂ થયેલી આ દૂરી સમયની સાથે વધુ ગાઢ બનતી ગઈ છે. થોમસ માર્કલ અવારનવાર મીડિયામાં પોતાની પુત્રી વિશે નિવેદનો આપતા રહે છે, જેના કારણે શાહી પરિવારની પણ અવારનવાર ફજેતી થતી હોય છે. હવે આ નવા પુરાવાઓ અને પોલીસ તપાસ બાદ આ મામલો કયા મોડ પર જાય છે અને પ્રિન્સ હેરી તથા મેઘન માર્કલ આ બાબતે શું પ્રતિક્રિયા આપે છે, તેના પર બધાની નજર ટકેલી છે.
