JAMNAGAR 361005 GUJARAT, INDIA
મુખ્ય પાના પર પાછા જાઓ
JAMNAGAR MIRROR
રાજકારણ

વોટર લિસ્ટ વિવાદ વચ્ચે ભાષણ બાજી છોડી સીધા જનતા વચ્ચે જશે ભાજપના દિગ્ગજ નેતાઓ

Oct 26, 2026 | 19:40 | By JAMNAGAR MIRROR
વોટર લિસ્ટ વિવાદ વચ્ચે ભાષણ બાજી છોડી સીધા જનતા વચ્ચે જશે ભાજપના દિગ્ગજ નેતાઓ
દિલ્હીમાં વિપક્ષોના દેખાવ સામે ભાજપે મોટો રાજકીય પ્લાન તૈયાર કર્યો છે. વિપક્ષી ગઠબંધનના હલ્લાબોલનો જવાબ આપવા માટે યુનિયન મિનિસ્ટર્સ અને મોટા નેતાઓ દેશભરમાં પદયાત્રા કરશે. ઉત્તર પ્રદેશના સીએમ યોગી આદિત્યનાથથી લઈને રક્ષા મંત્રી રાજનાથ સિંહ સુધીના તમામ દિગ્ગજો મેદાનમાં ઉતરીને જનતાને સાચી હકીકત જણાવશે.

દિલ્હીના રામલીલા મેદાન પર આગામી 1 નવેમ્બરના રોજ વોટર લિસ્ટ રિવિઝન મુદ્દે 'INDIA' ગઠબંધન દ્વારા મોટો વિરોધ પ્રદર્શન અને રેલી યોજાવાની છે. વિપક્ષોના આ હલ્લાબોલ સામે પહોંચી વળવા માટે સત્તાધારી ભાજપે એકદમ મજબૂત રાજકીય બ્લૂપ્રિન્ટ તૈયાર કરી લીધી છે. હવે પાર્ટી માત્ર નિવેદનો આપવાને બદલે સીધા રસ્તા પર ઉતરીને જનતાની વચ્ચે જવાનો મોટો નિર્ણય કર્યો છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, ભાજપના સિનિયર લીડર્સ અને યુનિયન મિનિસ્ટર્સ દેશના અલગ-અલગ વિસ્તારોમાં પદયાત્રા કાઢીને SIR પ્રક્રિયાની સાચી હકીકત સીધી જ જનતા સુધી પહોંચાડશે. આ પબ્લિક આઉટરીચ અભિયાનની આગેવાની દેશના અલગ-અલગ રાજ્યોના સીએમ અને મોટા પક્ષના નેતાઓ સંભાળવાના છે.

કાર્યક્રમના પ્લાનિંગ મુજબ, જે દિવસે દિલ્હીમાં વિપક્ષો રામલીલા મેદાનમાં દેખાવ કરવાના છે, તે જ દિવસે એટલે કે 1 નવેમ્બરના રોજ ઉત્તર પ્રદેશના સીએમ યોગી આદિત્યનાથ લખનૌમાં ભવ્ય પદયાત્રાનું નેતૃત્વ કરશે. જ્યારે આસામના સીએમ હિમાંત બિસ્વા સરમા શિમલામાં પદયાત્રા કરશે. આ સિવાય બીજા દિવસે આ નેતાઓ હૈદરાબાદમાં અને 5 નવેમ્બરના રોજ હરિયાણાના કરનાલમાં પદયાત્રામાં જોડાશે, જ્યાં હરિયાણાના સીએમ નાયબ સિંહ સૈની પણ તેમની સાથે રહેશે. બીજી તરફ, ડિફેન્સ મિનિસ્ટર રાજનાથ સિંહ અને અન્ય વરિષ્ઠ યુનિયન મિનિસ્ટર્સ પણ વિપક્ષ દ્વારા થઈ રહેલા વોટ ચોરીના આરોપોનો જવાબ આપવા માટે પદયાત્રાઓનું નેતૃત્વ કરશે. મહારાષ્ટ્રના સીએમ દેવેન્દ્ર ફડણવીસ અને ઉત્તરાખંડના સીએમ પુષ્કર સિંહ ધામી પણ પોતાના રાજ્યોમાં આ માર્ચની આગેવાની લેવાના છે.

આ સમગ્ર અભિયાન અંતર્ગત દેશના દરેક ડિસ્ટ્રિક્ટ હેડક્વાર્ટર પર પદયાત્રાઓનું આયોજન કરવાનો ટાર્ગેટ રાખવામાં આવ્યો છે, જેમાં દરેક ઇવેન્ટમાં ઓછામાં ઓછા 10,000 લોકો જોડાય તેવું આયોજન છે. આ ભગીરથ અભિયાન પર દેખરેખ રાખવા માટે ભાજપના નેતા નીતિન નવીને એક ખાસ ટીમ બનાવી છે. આ ઉપરાંત 'લોકતંત્ર બચાવો, અરાજકતા હટાઓ' નામની આ યાત્રાઓના સંકલનની જવાબદારી તરુણ ચુઘ, ભૂપેન્દ્ર યાદવ, હરીશ દ્વિવેદી અને શિવરાજ સિંહ ચૌહાણ જેવા દિગ્ગજ નેતાઓને સોંપવામાં આવી છે, જેથી મેદાન પર કોઈપણ પ્રકારની કમી ન રહી જાય.

LATEST ARTICLES