રાજકારણમાં આજકાલ માહોલ ફરી ગરમાયો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વવાળી સરકાર સામે વિપક્ષ દ્વારા અસ્થિરતા અને અરાજકતા ફેલાવવામાં આવી રહી હોવાનો ગંભીર આક્ષેપ ભાજપ દ્વારા કરવામાં આવ્યો છે. તાજેતરમાં વિપક્ષી નેતાઓ દ્વારા ચૂંટણી પંચ અને સરકાર વિરૂૂધ્ધ ભ્રામક પ્રચારો ચલાવીને જનતામાં ભ્રમ પેદા કરવાના પ્રયાસો થઈ રહ્યા છે, જેની સામે હવે શાસક પક્ષે મેદાનમાં ઉતરવાનો નિર્ણય કર્યો છે. પ્રજાની વચ્ચે જઈને વિપક્ષના આ છુપા એજન્ડાનો પર્દાફાશ કરવા માટે સમગ્ર રાજ્યમાં લોકતંત્ર બચાવો, અરાજકતા હટાવો અભિયાન શરૂ કરવામાં આવ્યું છે.
આ જ અભિયાનના ભાગરૂપે આવતીકાલે તા. 27/10 અને મંગળવારના રોજ સાંજે 4.30 કલાકે ભવ્ય પદયાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે. કાર્યક્રમની શરૂઆત બહુમાળી ભવન ચોક ખાતે આવેલી સરદાર પટેલની પ્રતિમા પાસેથી એક જાહેર સભાથી થશે. ત્યાંથી આ વિશાળ જનસમર્થનવાળી પદયાત્રા જિલ્લા પંચાયત ચોક, સર્વેશ્વર ચોક, રામકૃષ્ણ આશ્રમ અને માલવીયા ચોક થઈને ત્રિકોણબાગ સુધી પહોંચશે. આ માર્ગ પર ઠેર-ઠેર પ્રજાજનો દ્વારા યાત્રાનું સ્વાગત કરવામાં આવશે અને વિપક્ષી નેતાઓની નીતિઓ સામે લોકજાગૃતિ ફેલાવવામાં આવશે.
આ પદયાત્રામાં ભાજપના રાષ્ટ્રીય અને પ્રદેશ સ્તરના દિગ્ગજ નેતાઓ ખાસ ઉપસ્થિત રહેવાના છે. જેમાં પ્રદેશ પ્રભારી તરુણજી ચુઘ, પ્રદેશ અધ્યક્ષ જગદીશભાઈ વિશ્વકર્મા, પ્રદેશ મહામંત્રી અને શહેર સંગઠન પ્રભારી અનિરુધ્ધભાઈ દવે તેમજ કેન્દ્રીય મંત્રી મનસુખભાઇ માંડવીયા અને નિમુબેન બાંભણીયા હાજરી આપશે. આ ઉપરાંત પૂર્વ પ્રદેશ પ્રમુખ રાજેન્દ્રસિંહ રાણા, પૂર્વ મંત્રી ભુપેન્દ્રભાઈ ચુડાસમા, ઝવેરીભાઈ ઠકરાર સહિત સૌરાષ્ટ્ર ઝોનના તમામ સાંસદઓ, ધારાસભ્યઓ અને સંગઠનના હોદ્દેદારો તથા બહોળી સંખ્યામાં કાર્યકર્તાઓ આ શક્તિ પ્રદર્શનમાં જોડાય તેવી પૂરી શક્યતા છે.
