JAMNAGAR 361005 GUJARAT, INDIA
મુખ્ય પાના પર પાછા જાઓ
JAMNAGAR MIRROR
ક્રાઈમ

મોરબીમાં સાયબર ઠગાઈનો મોટો પર્દાફાશ, બે ખાતામાં આવ્યા 3.49 કરોડ રૂપિયા

Oct 26, 2026 | 16:05 | By JAMNAGAR MIRROR
મોરબીમાં ગેરેજમાં કામ કરતા યુવાનને પૈસાની લાલચ આપી બેન્ક ખાતું ભાડે લેવામાં આવ્યું હતું અને એજન્ટોએ કમિશન આપીને કરોડો રૂપિયાનું ફ્રોડ આચર્યું હોવાનું સામે આવ્યું છે. સાયબર ક્રાઈમ પોલીસે આ મામલે 3 આરોપીઓ વિરુદ્ધ ગુનો નોંધીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

મોરબીમાં સાયબર ફ્રોડનો એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે, જેમાં સામાન્ય નાગરિકોને એજન્ટ બનાવીને તેમના બેન્ક ખાતાનો દુરુપયોગ કરવામાં આવ્યો હોવાનું ખૂલ્યું છે. મોરબી સાયબર ક્રાઈમ પોલીસ સ્ટેશનના પીએસઆઈ અશોકકુમાર સત્યનારાયણ શુક્લા દ્વારા આ મામલે સત્તાવાર ફરિયાદ નોંધાવવામાં આવી છે. પોલીસ તપાસમાં બહાર આવ્યું છે કે મોરબીના કેટલાક ઈસમોએ મિલીભગત કરીને લોકોને કમિશનની લાલચ આપીને તેમના ખાતામાં કરોડો રૂપિયાનું કાળું નાણું ફેરવ્યું હતું.

સમગ્ર મામલાની વિગત એવી છે કે, મોરબીના સનરાજપાર્ક વિજયનગરમાં રહેતા ભાવેશ હરેશ વઘોરા નામના યુવાનની પૂછપરછ કરતાં ચોંકાવનારી હકીકતો બહાર આવી હતી. ભાવેશ પોતે એક ગેરેજમાં નોકરી કરે છે અને તેને આર્થિક જરૂરિયાત હોવાથી તેણે પોતાના મિત્ર જિતેન્દ્ર ઉર્ફે હિતેષ ઉર્ફે હિતો દિનેશભાઈ ચાવડા (રહે. રોહિદાસપરા, મોરબી) સાથે વાત કરી હતી. જિતેન્દ્રએ નિલેશ રવજીભાઈ કાસુન્દ્રા પટેલ નામના ઇસમ સાથે મળીને ભાવેશનું બેન્ક ખાતું ભાડે મેળવ્યું હતું અને બદલામાં માત્ર 5,000 રૂપિયા આપ્યા હતા, જ્યારે એજન્ટ તરીકે કામ કરતા જિતેન્દ્રએ બાકીના પૈસા પોતાની પાસે રાખી લીધા હતા.

તારીખ 23-02 થી 02-06 દરમિયાન આ આરોપીઓએ રચાયેલા કારસ્તાન હેઠળ ભાવેશના બેન્ક ખાતામાં અલગ-અલગ જગ્યાએથી કુલ રૂૂ 3,49,61,073 ની માતબર રકમ જમા થઈ હતી. આ કરોડો રૂપિયાને યુપીઆઈ આઈડી તથા અન્ય ડિજિટલ માધ્યમો દ્વારા અન્ય ખાતાઓમાં ટ્રાન્સફર પણ કરી દેવામાં આવ્યા હતા. નેશનલ સાયબર ક્રાઈમ રિપોર્ટિંગ પોર્ટલ પર તપાસ કરતાં આ બેન્ક ખાતા સામે ગુજરાત અને રાજસ્થાનમાંથી ઠગાઈ થયાની ફરિયાદો નોંધાયેલી હોવાનું સામે આવ્યું છે, જેમાં માત્ર એક જ જગ્યાએ રૂૂ 74,000 નું ટ્રાન્ઝેકશન થયાનું પણ ખૂલ્યું છે.

આ કેસમાં મોરબી સાયબર ક્રાઈમ પોલીસે ભાવેશ હરેશ વઘોરા, જિતેન્દ્ર ચાવડા અને નિલેશ કાસુન્દ્રા પટેલ વિરુદ્ધ ગુનો નોંધીને આગળની સઘન તપાસ શરૂ કરી છે. પોલીસ એ વાતની પણ તપાસ કરી રહી છે કે આ ગેંગની સાથે ગુજરાત કે બહારના કયા-કયા મોટા માથાઓ જોડાયેલા છે અને આ કરોડો રૂપિયાનું ફ્રોડ કઈ-કઈ જગ્યાએ આચરવામાં આવ્યું છે.

LATEST ARTICLES