આજકાલ ઓટોમોબાઈલ માર્કેટમાં એસયુવી ગાડીઓનો ક્રેઝ જોરદાર ચાલી રહ્યો છે અને તેમાં પણ કંપનીઓ એકથી એક ચડિયાતા ફીચર્સ ગ્રાહકોને આપી રહી છે. આ જ રેસમાં આગળ વધતા હ્યુન્ડાઈએ પોતાની નવી બેયૉન એસયુવી પરથી પડદો ઉઠાવી લીધો છે. લુકની બાબતમાં આ ગાડી પહેલી નજરે જ યુવાનોને ગમી જાય તેવી છે અને તેનું એગ્લુસિવ ડિઝાઇનિંગ રસ્તા પર અલગ જ પ્રભાવ પાડે છે. કંપનીએ આ ગાડીમાં એવા મોર્ડન ફીચર્સ આપ્યા છે જે સામાન્ય રીતે પ્રીમિયમ કેટેગરીની મોંઘી ગાડીઓમાં જ જોવા મળતા હોય છે.
આ નવી ગાડીનું સૌથી મોટું આકર્ષણ તેમાં આપવામાં આવેલી જનરેટિવ AI ટેકનોલોજી અને 70 થી વધુ કનેક્ટેડ ફીચર્સ છે. આનાથી ગાડી અને ડ્રાઇવર વચ્ચેનું ઇન્ટરેક્શન એકદમ સ્માર્ટ બની જાય છે. કારની અંદર બેસીને જ તમે અગાઉ ક્યારેય ન અનુભવ્યા હોય તેવા સ્માર્ટ કંટ્રોલનો આનંદ માણી શકો છો. સેફ્ટીથી લઈને એન્ટરટેઇનમેન્ટ સુધીના તમામ ફીચર્સ ડિજિટલ સ્ક્રીન પર આંગળીના ટેરવે ઉપલબ્ધ છે, જેથી લાંબી ડ્રાઇવ પર જતી વખતે કંટાળો આવવાનો કોઈ સવાલ જ નથી રહેતો.
પર્ફોર્મન્સની વાત કરીએ તો હ્યુન્ડાઈ હંમેશા પોતાના એન્જીન માટે જાણીતી છે અને આ બેયૉન એસયુવીમાં પણ કંપનીએ દમદાર પાવર આપ્યો છે. સિટીના ટ્રાફિકમાં હોય કે હાઇવે પર લાંબી સફર ખેડવાની હોય, આ ગાડીનું સસ્પેન્શન અને માઇલેજ ગ્રાહકોને ખુશ કરી દેશે. ભારતીય અને ગ્લોબલ ઓટો માર્કેટમાં મિડ-સાઇઝ SUV સેગમેન્ટમાં પહેલાથી જ જબરદસ્ત સ્પર્ધા ચાલી રહી છે, ત્યારે હ્યુન્ડાઈનું આ નવું પગલું સ્પર્ધકોની ઊંઘ ઉડાડી શકે છે. કાર પ્રેમીઓ માટે આ ગાડી એક પરફેક્ટ ઓપ્શન સાબિત થઈ શકે તેવી પૂરી સંભાવના છે.
