JAMNAGAR 361005 GUJARAT, INDIA
મુખ્ય પાના પર પાછા જાઓ
JAMNAGAR MIRROR
દેશ-વિદેશ

દિલ્હીવાસીઓ માટે ખુશખબર, હવે યમુના નદીમાં માણો વોટર સફારીની મજા

Oct 26, 2026 | 14:55 | By JAMNAGAR MIRROR
દિલ્હીવાસીઓ માટે ખુશખબર, હવે યમુના નદીમાં માણો વોટર સફારીની મજા
દિલ્હીમાં ટૂંક સમયમાં શરૂ થવા જઈ રહી છે નમો યમુના રિવર સફારી. છઠ પૂજા પહેલા આ પ્રોજેક્ટનો સોફ્ટ લૉન્ચ કરવામાં આવશે, જ્યાં માત્ર 500 રૂપિયામાં 40 મિનિટની બોટ રાઈડનો આનંદ માણી શકાશે.

દિલ્હીના લોકો માટે હવે વીકેન્ડ કે રજાઓમાં ફરવા માટે એક નવું અને શાનદાર ડેસ્ટિનેશન તૈયાર થઈ રહ્યું છે. યમુના નદીની સુંદરતા માણવા માટે શરૂ થનારી નમો યમુના રિવર સફારીનો પ્રોજેક્ટ હવે આખરી ઓપ લઈ રહ્યો છે. હાલમાં જ દિલ્હીના ચીફ મિનિસ્ટર રેખા ગુપ્તાએ આ પ્રોજેક્ટની મુલાકાત લઈને તૈયારીઓનું જાતે નિરીક્ષણ કર્યું હતું. સરકારનો મુખ્ય હેતુ યમુના નદીને સ્વચ્છ બનાવવાની સાથેસાથે લોકોને એક નવો મનોરંજનનો અનુભવ કરાવવાનો છે.

આ નવા પ્રોજેક્ટ અંતર્ગત દિલ્હીવાસીઓ યમુના નદીમાં બોટિંગની મજા માણી શકશે. પ્રાપ્ત માહિતી મુજબ, આ રિવર સફારી રૂટ 5 કિલોમીટર લાંબો રહેશે અને તેમાં એક રાઈડ આશરે 40 મિનિટની રહેશે. એકસાથે આ બોટમાં 30 પેસેન્જર્સ બેસી શકશે, જેથી પરિવાર કે મિત્રો સાથે જઈને સુંદર નજારો માણી શકાય. આ શાનદાર રાઈડ માટે પ્રતિ વ્યક્તિ ટિકિટની કિંમત માત્ર 500 રૂપિયા નક્કી કરવામાં આવી છે, જે સામાન્ય જનતાના ગજામાં રોય તેવી છે.

આગામી છઠ પર્વ પહેલા જ આ સફારીનું સોફ્ટ લૉન્ચ કરવાની યોજના છે, જેથી તહેવારોની સિઝનમાં લોકો પરિવાર સાથે અહીં આવીને આનંદ માણી શકે. તંત્ર દ્વારા આખા પ્રોજેક્ટને ખૂબ જ આકર્ષક રીતે તૈયાર કરવામાં આવ્યો છે. યમુના નદીના કિનારે ફરવા અને બોટિંગ કરવાના શોખીનો માટે આ એક બેસ્ટ સ્પોટ બની રહેશે તેવી પૂરી આશા છે.

LATEST ARTICLES