JAMNAGAR 361005 GUJARAT, INDIA
મુખ્ય પાના પર પાછા જાઓ
JAMNAGAR MIRROR
દેશ-વિદેશ

ઓસ્ટ્રેલિયા જવા માંગતા ભારતીયો માટે મોટા સમાચાર, વિઝા પ્રક્રિયામાં થઈ ગયો મોટો બદલાવ

Oct 26, 2026 | 13:50 | By JAMNAGAR MIRROR
ઓસ્ટ્રેલિયા જવા માંગતા ભારતીયો માટે મોટા સમાચાર, વિઝા પ્રક્રિયામાં થઈ ગયો મોટો બદલાવ
ઓસ્ટ્રેલિયા સરકાર દ્વારા ભારતીય વિઝા એપ્લિકન્ટ્સ માટે બાયોમેટ્રિક જરૂરિયાતોનો વ્યાપ વધારી દેવામાં આવ્યો છે. હવે વિઝા મેળવવાની આ સમગ્ર પ્રોસેસમાં કેટલાક નવા નિયમો લાગુ થશે, જેની સીધી અસર ઓસ્ટ્રેલિયા જવાનું સપનું જોતા લોકો પર પડશે.

જો તમે પણ ટૂંક સમયમાં સ્ટડી, કામ કે ફરવા માટે ઓસ્ટ્રેલિયા જવાનો પ્લાન બનાવી રહ્યા છો, તો આ ખબર તમારા માટે ખૂબ જ કામની છે. ઓસ્ટ્રેલિયા સરકારે ભારતીયો માટે વિઝા એપ્લિકેશન પ્રોસેસમાં મોટો ફેરફાર કર્યો છે. હવે વિઝા એપ્લિકન્ટ્સ માટે બાયોમેટ્રિક રિક્વાયર્ડ્સ એટલે કે ફિંગરપ્રિન્ટ અને ફોટોગ્રાફ્સ આપવાના નિયમોનો વ્યાપ વધુ વિસ્તારવામાં આવ્યો છે. મતલબ કે હવે વધારેમાં વધારે લોકોએ વિઝા પ્રોસેસ દરમિયાન બાયોમેટ્રિક આપવું પડશે, જેનાથી એપ્લિકેશનની ચકાસણી વધુ કડક બનશે.

આ નવા નિયમ પાછળનો મુખ્ય હેતુ વિઝા પ્રોસેસને વધુ પારદર્શક બનાવવાનો અને સુરક્ષા વ્યવસ્થાને મજબૂત કરવાનો છે. સામાન્ય રીતે ઓસ્ટ્રેલિયા જેવા દેશમાં જવા માટે વિઝા મેળવવાની પક્રિયા લાંબી અને જટિલ હોય છે, ત્યારે આ નવા બાયોમેટ્રિક નિયમો ઉમેરાવાથી એપ્લિકન્ટ્સે હવે વધુ સાવચેતી રાખવી પડશે. જો તમારા ડોક્યુમેન્ટ્સ અને બાયોમેટ્રિક્સમાં જરાય ગરબડ હશે, તો વિઝા રિજેક્ટ થવાના ચાન્સ પણ વધી શકે છે.

તેથી જો તમે અથવા તમારા પરિવારમાંથી કોઈ વ્યક્તિ ઓસ્ટ્રેલિયાના વિઝા માટે અપ્લાય કરવાનું વિચારી રહ્યા છો, તો આ નવી બાયોમેટ્રિક જરૂરિયાતો વિશે અગાઉથી જ પૂરી માહિતી મેળવી લેવી હિતાવહ છે. વિઝા કન્સલ્ટન્ટ્સનું પણ એવું જ કહેવું છે કે હવે દરેક એપ્લિકન્ટે પોતાની ફાઇલ એકદમ પરફેક્ટ તૈયાર રાખવી પડશે જેથી લાંબી રાહ ન જોવી પડે અને સમયસર વિઝા મળી શકે.

LATEST ARTICLES