JAMNAGAR 361005 GUJARAT, INDIA
મુખ્ય પાના પર પાછા જાઓ
JAMNAGAR MIRROR
મનોરંજન

રામાયણ ફિલ્મે રિલીઝ પહેલા જ મચાવી ધમાલ, 2 લાખથી વધુ ટિકિટ વેચાઈ અને કમાયા 11 કરોડ રૂપિયા

Oct 26, 2026 | 08:25 | By JAMNAGAR MIRROR
રામાયણ ફિલ્મે રિલીઝ પહેલા જ મચાવી ધમાલ, 2 લાખથી વધુ ટિકિટ વેચાઈ અને કમાયા 11 કરોડ રૂપિયા
નિતેશ તિવારીના ડિરેક્શનમાં બનેલી અને સ્ટાર કલાકારોથી સજ્જ મોસ્ટ અવેઇટેડ ફિલ્મ "રામાયણ" ને લઈને સિનેમારસિકાઓમાં ભારે ક્રેઝ જોવા મળી રહ્યો છે. ફિલ્મ રિલીઝ થવામાં હજુ 10 દિવસ બાકી છે, ત્યારે જ દેશ અને વિદેશમાં એડવાન્સ બુકિંગના તમામ રેકોર્ડ તૂટી રહ્યા છે અને ફિલ્મે કરોડોની કમાણી કરી લીધી છે.

જ્યારે પણ કોઈ મોટી ફિલ્મ આવે છે, ત્યારે થિયેટરોની બહાર લાંબી લાઈનો અને એડવાન્સ બુકિંગના આંકડા જ ફિલ્મના ભવિષ્યની સાક્ષી પૂરતા હોય છે. હાલમાં એ જ પ્રકારનો માહોલ નિતેશ તિવારી દ્વારા નિર્દેશિત અને રણબીર કપૂર અભિનીત મોસ્ટ અવેઇટેડ ફિલ્મ "રામાયણ" ના પહેલા પાર્ટ માટે જોવા મળી રહ્યો છે. આગામી 5 નવેમ્બરના રોજ સિનેમાઘરોમાં ધમાકો કરવા આવી રહેલી આ ફિલ્મનું એડવાન્સ બુકિંગ રિલીઝના 15 દિવસ અગાઉ જ શરૂ કરી દેવામાં આવ્યું હતું. હજુ ફિલ્મ સિનેમાઘરોમાં પહોંચે તે પહેલા જ માત્ર 5 દિવસમાં ભારતમાં આ ફિલ્મે 2 લાખથી વધુ ટિકિટો વેચીને ધમાકેદાર એન્ટ્રી કરી લીધી છે અને બોક્સ ઓફિસ પર 11 કરોડ રૂપિયાથી વધુની જબરદસ્ત કમાણી કરી લીધી છે.

સૈકનિલ્ક દ્વારા સામે આવેલા આંકડાઓ પર નજર કરીએ તો, "રામાયણ" ના પહેલા દિવસના શો માટે કુલ 11.44 કરોડ રૂપિયાનું એડવાન્સ બુકિંગ થઈ ચૂક્યું છે. જેમાં સૌથી મોટો હિસ્સો એનસીઆર વિસ્તારનો છે, જ્યાં એકલા જ 2.31 કરોડ રૂપિયાની ટિકિટો બુક થઈ ગઈ છે. બ્લોક સીટ સાથે 2.08 લાખ અને વગર બ્લોક સીટે 1.65 લાખ ટિકિટોનું વેચાણ થઈ ચૂક્યું છે. માત્ર ભારતમાં જ નહીં, પરંતુ વિદેશી ધરતી પર પણ રણબીર કપૂરની આ ફિલ્મનો ડંકો વાગી રહ્યો છે. ઉત્તર અમેરિકામાં એડવાન્સ બુકિંગ 750,000 સુધી પહોંચી ગયું છે, જેમાં પ્રીમિયર શો માટે જ 5.5 લાખ ડોલરની ટિકિટો વેચાઈ ચૂકી છે. આ ઉપરાંત, યુકેમાં 90 હજાર ડોલર અને ઓસ્ટ્રેલિયામાં 60 હજાર ડોલરથી વધુની કમાણી થઈ ચૂકી છે. વૈશ્વિક સ્તરે શરૂઆતના દિવસ માટે 2 મિલિયન એટલે કે અંદાજે 19 કરોડ રૂપિયાથી વધુનું એડવાન્સ બુકિંગ થઈ ચૂક્યું છે, જેને ફિલ્મી દુનિયામાં એક ઐતિહાસિક શરૂઆત માનવામાં આવી રહી છે.

આટલું બધું બુકિંગ અને ક્રેઝ પાછળનું મુખ્ય કારણ આ ફિલ્મની સ્ટારકાસ્ટ છે, જે પોતાનામાં જ એક અદ્ભુત સંયોજન છે. ફિલ્મમાં રણબીર કપૂર ભગવાન રામના રોલમાં નજરે પડશે, જ્યારે સાઈ પલ્લવી માતા સીતાની ભૂમિકા ભજવશે. સાઉથના સુપરસ્ટાર યશ ખલનાયક એટલે કે રાવણના રોલમાં ધમાકો કરવાના છે અને સની દેઓલ ભક્ત હનુમાનના પાત્રમાં જીવ રેડશે. આ સિવાય ફિલ્મમાં રવિ દુબે લક્ષ્મણના રોલમાં, અરુણ ગોવિલ દશરથના રોલમાં, લારા દત્તા કૈકેયીના રોલમાં અને વિવેક ઓબેરોય વિદ્યુતજીહ્વાના રોલમાં જોવા મળશે. કુણાલ કપૂર, શીબા ચઢ્ઢા, કાજલ અગ્રવાલ, ઇન્દિરા કૃષ્ણન, રકુલ પ્રીત સિંહ અને અનુપમ ખેર જેવા દિગ્ગજ કલાકારો પણ મહત્વના રોલમાં નજરે પડશે. આ તમામ કારણોસર દર્શકોમાં આ મહાકાવ્ય આધારિત ફિલ્મને મોટા પડદા પર જોવાની ઉત્સુકતા ચરમસીમા પર પહોંચી ગઈ છે.

LATEST ARTICLES