JAMNAGAR 361005 GUJARAT, INDIA
મુખ્ય પાના પર પાછા જાઓ
JAMNAGAR MIRROR
બિઝનેસ

દીવાળી બોનસમાં કેશ સારી કે ગિફ્ટ કાર્ડ? જાણો કોણ આપે છે સૌથી વધુ વેલ્યુ

Oct 26, 2026 | 09:10 | By JAMNAGAR MIRROR
દીવાળી બોનસમાં કેશ સારી કે ગિફ્ટ કાર્ડ? જાણો કોણ આપે છે સૌથી વધુ વેલ્યુ
દીવાળી પર કંપનીઓ તરફથી મળતી ભેટમાં પછી ભલે રકમ સરખી હોય, પણ કેશ, વાઉચર કે ગિફ્ટ કાર્ડમાંથી કયો વિકલ્પ તમારા માટે સૌથી વધુ ફાયદાકારક સાબિત થશે તે સમજવું જરૂરી છે. ટેક્સ અને જરૂરિયાતના સમીકરણો આખી રમત બદલી નાખે છે.

દીવાળીનો તહેવાર એટલે ખુશીઓ અને ગિફ્ટનો સમય. ઓફિસમાં કર્મચારીઓ હોય કે પછી સગા-સંબંધીઓ, 2000 રૂપિયાની ભેટ કાગળ પર ભલે એક સરખી દેખાતી હોય, પછી ભલે તે હાથમાં મળેલી કેશ હોય, શોપિંગ વાઉચર હોય કે પછી ડિજિટલ ગિફ્ટ કાર્ડ હોય. પણ હકીકતમાં વ્યક્તિને આમાંથી કયો વિકલ્પ સૌથી વધુ ફાયદો કરાવે છે, તેમાં મોટો તફાવત હોય છે. જ્યારે કંપનીઓ દીવાળી પહેલા કર્મચારીઓને ગિફ્ટ કાર્ડ આપતી હોય છે, ત્યારે સવાલ એ થાય કે આમાંથી બેસ્ટ ઓપ્શન કયો છે?

આ અંગે વાત કરતા એક્સપર્ટ સ્મિતિ ભટ્ટ દેઓરા જણાવે છે કે ગિફ્ટિંગની અસલી વેલ્યુ એ વાતમાં નથી હોતી કે એમ્પ્લોયર કેટલા રૂપિયા ખર્ચે છે, પણ એ વાતમાં છે કે કર્મચારીઓને તેના બદલામાં વાસ્તવમાં શું મળે છે. ધારો કે બે કર્મચારીઓને 2000 રૂપિયાની ભેટ મળી છે, પણ બંનેની જરૂરિયાતો અલગ હોઈ શકે છે. એક કર્મચારી કદાચ કરિયાણું ખરીદવા માંગતો હોય, જ્યારે બીજો કોઈ ફેમિલી સાથે બહાર ડિનર પર જવા માંગતો હોય. રકમ ભલે સરખી હોય, પણ ગિફ્ટની ઉપયોગીતા જ તેની સાચી કિંમત નક્કી કરે છે.

જો કેશની વાત કરીએ તો તે સૌથી ફ્લેક્સિબલ ઓપ્શન છે. લોકો તેને ડેઇલી ખર્ચા, સેવિંગ્સ કે અચાનક આવી પડેલી જરૂરિયાતો માટે ગમે ત્યાં વાપરી શકે છે. તેમાં કોઈ બંધન નથી હોતું. પરંતુ, એમ્પ્લોયર તરફથી મળતી કેશ સામાન્ય રીતે સેલરીનો જ એક ભાગ ગણાય છે અને તેના પર ટેક્સ પણ લાગી શકે છે. એટલે કે ટેક્સ કપાયા પછી કર્મચારીના હાથમાં આવેલી રકમ કાગળ પર દેખાતી રકમ કરતા ઓછી હોઈ શકે છે.

બીજી બાજુ, ડિજિટલ પ્લેટફોર્મ દ્વારા મળતી ગિફ્ટનો અહેસાસ જ અલગ હોય છે. ધારો કે કોઈ કર્મચારીને ડિજિટલ ગિફ્ટ સામે રિડીમ થઈ શકે તેવા 500 પોઈન્ટ્સ મળે છે અને કોઈને પેરોલ દ્વારા 500 રૂપિયા કેશ મળે છે, તો બંનેની મોનિટરી વેલ્યુ ભલે સરખી હોય, પણ કર્મચારી માટે ગિફ્ટ કાર્ડનો અનુભવ તહેવારમાં કંઈક ખાસ અંદાજ આપે છે. મલ્ટી-બ્રાન્ડ ગિફ્ટ કાર્ડમાં વ્યક્તિ પાસે ગ્રોસરી, શોપિંગ, ડિનર અને એન્ટરટેઈનમેન્ટ જેવા અનેક ઓપ્શન્સમાંથી પસંદગી કરવાની આઝાદી રહે છે, જ્યારે સિંગલ બ્રાન્ડ વાઉચર ક્યારેક ઉપયોગ વગરના પણ પડી રહે છે જો તમને તે સ્ટોર પર શોપિંગ કરવાનું ન ગમતું હોય.

LATEST ARTICLES